15. ૧૫. પ્રતિજ્ઞા દેશ
છેલ્લે, આમી તોઅ સમય આવી ગેહલો કા ઇસ્રાએલી લોક પ્રતિજ્ઞા દેશ, ક્નાનુમે પ્રવેશ કેઅ. તીયા દેશુમે યરીખો નાવુ એક શેહેર આથો. તીયા સુરક્ષા માટે ચારુવેલે મજબુત દીવાલ આથી. યોહશઆહા તીયા શેહેરુમે બેન ભેદીહીને મોકલ્યા. તીયા શેહેરુમે રાહાબ નાવુ એક વેશ્યા રેતલી. તીયુહુ તીયા ભેદીહીને દોબાવી દેદા, આને ફાચે બાદમે તીયુહુ શેહેરુમેને વાચાયને નીગુલોમે મદદ કેયી. તીયુહુ એહેકી ઈયા ખાતુરે કેયો કાહાકા તે પરમેહેરુહુમે વિશ્વાસ કેતલી. જીયા સમયુલે ઇસ્રાએલી લોક યરીખો શેહેરુલે નાશ કેરી તાંહા તીયાહા રાહાબ આને તીયુ પરિવારુ રક્ષા કેરા પ્રતિજ્ઞા કેલી.
ઇસ્રાએલી લોકુહુને પ્રતિજ્ઞા દેશુમે વીહા ખાતુરે યર્દન ખાડી તીયુવેલે જાવુલો આથો. પરમેહેરુહુ યોહશઆલે આખ્યો, “યાજકુને પેલ્લા જાંઅ દેઅ.” જાંહા યાજ્કુહુ યર્દન ખાડીમે પોતા પાગ થોવ્યા તા પાંયુ વેણ (હોય) બંદ વી ગીયી, જીયા લીદે ઇસ્રાએલી લોક ખાડી બીજી વેલે હુકાલી જાગામે તીયુવેલે જાય સેકે.
તીયા લોકુહુ યર્દન ખાડી પાર કી લેદી તા પરમેહેરુહુ યોહશઆલે આખ્યો કા યરીખોપે હુમલો કેરા ખાતુરે તીયાર રેઅ, પેન તોઅ ખુબુજ મજબુત શેહેર આથો. પરમેહેરુહુ તીયા લોકુહુને આખ્યો કા યાજક આને સૈનિકુહુને છોવ દિહ લોગુ તીયા શેહેરુ ચારુવેલે ચક્કર લગાવ આંખ. તાંહા યાજ્કુહુ આને સૈનિકુહુ એહેકીજ કેયો.
તાંહા સાતમાં દિહ, ઇસ્રાએલી લોકુહુ તીયા શેહેરુ ચારુવેલે સાત ચક્કર લાગવ્યા. તીયા શેહેરુ ચારુવેલે સાતમી વાર ચક્કર લાગવી લેવુલો બાદ, યાજ્કુહુ પોતા રણસિંગણો વાજાવ્યો આને સૈનિકુહુ જોરદાર આવાજ કેયો.
તાંહા યરીખો ચારુવેલ્યા દીવાલ તુટી પોળ્યા! જેહેકી પરમેહેરુહુ આજ્ઞા આપલી ઇસ્રાએલી લોકુહુ શેહેરુ દરેક વસ્તુ નસ્ટ કી દેદી. તીયાહા ખાલી રાહાબ આને તીયુ પરિવારુલે છોડી દેદો, જે ઇસ્રાએલુ ભાગ બોની ગેહલે. જાંહા ક્નાનુમે રેનારા બીજા લોક ઉનાયા કા ઇસ્રાએલી લોકુહુ યરીખોલે નસ્ટ કી દેદોહો, તાં તે બીઅ ગીયા કા ઇસ્રાએલી લોક તીયાંપે બી હુમલો કેરી.
પરમેહેરુહુ ઇસ્રાએલી લોકુહુને આજ્ઞા આપી કા ક્નાન દેશુમે રેનારી કેલ્લી બી જાતિ આરી શાંતિસંધિ નાહ કેરુલો. પેન ગીબોનીયા નાવુ એક ક્નાની જાતિ યોહશઆલે ઝુટો ગોગ્યો કા તે ક્નાનુ સે દુર એક જાગા રેનારો હાય. તીયાહા યોહશઆ આરી શાંતિસંધિ કેરા આખ્યો. યોહશઆ આને બીજા ઇસ્રાએલી આગેવાનુહુ પરમેહેરુલે નાય ફુચ્યો કા કાય કેરા જોજે. ઈયા બદલે, તીયાહા ગીબોનીયા આરી શાંતિસંધિ કી લેદી.
તીન દીહુ બાદ, ઇસ્રાએલી લોકુહુને માલુમ પોળ્યો કા ગીબોનીયા ક્નાન દેશુમુજ રેહે. તા તે ક્રોધિત વી ગીયા કાહાકા ગીબોનીયાહા તીયાહાને ધોકો દેદલો. પેન તીયાહા તીયા આરી કેલી તીયુ શાંતિસંધિલે જાળવી રાખી કાહાકા તે પરમેહેરુહુ હુંબુર કેરામે આલ્લી. તાંહા થોડાક સમય બાદ, ક્નાનુમે રેનારી બીજી જાતિ, અમોરીયા રાજા ઉનાયો કા ગીબોનીયાહા ઇસ્રાએલી લોકુ આરી શાંતિસંધિ કી લેદીહી, ઈયા ખાતુરે તીયાહા પોત-પોતા સેનાલે એકકીને એક મોડી સેના બોનાવી આને ગીબોનીયાપે હુમલો કી દેદો. ગીબોનીયાહા તીયા મદદ કેરા માટે યોહશઆ પાહી એક સંદેશ મોકલ્યો.
છેલ્લે: યોહશઆહા ઇસ્રાએલી લોકુ સેનાલે એકઠી કેયી આને ગીબોનીયા પાહી પોચા ખાતુરે આખી રાત ચાલ્યા. વેગી બોળે વેગર્યા તીયાહા અમોરીયા સેનાલે ચકિત કી દેદી આને તીયાપે હુમલો કી દેદો.
તીયા દિહ પરમેહેરુહુ ઇસ્રાએલી લોકુ માટે ચુલાયો. તીયાહા અમોરીયાહાને કાબરાવી દેદા આને તીયાહા મોડા-મોડા આગી ગોલા અમોરીયાપે પાળીને માય ટાક્યો.
પરમેહેરુહુ દીહુલે બી આકાશુમે એક જાગાપે રોકી દેદો કા ઇસ્રાએલી લોકુહુને પુરતો સમય મિલી જાય કા તે અમોરીયાહાને પુરી રીતીકી હારવી દેઅ. તીયા દીહુલે,પરમેહેરુહુ ઇસ્રાએલી લોકુ માટે એક મોડી જીત મીલવી.
જાંહા પરમેહેરુહુ તીયુ સેનાલે હારવુલો બાદ, ખુબુજ ક્નાની જાતિ લોક ઇસ્રાએલી લોકુપે હુમલો કેરા ખાતુરે એકઠા વીયા. યોહશઆહા આને ઇસ્રાએલી લોકુહુ તીયાપે હુમલો કીને તીયાં નાશ કેયો.
યા યુદ્ધુ બાદ, પરમેહેરુહુ ઇસ્રાએલુ દરેક પીઢીલે પ્રતિજ્ઞા તીયા દેશુમે તોયાહાને ભાગ આપ્યો. તાંહા પરમેહેરુહુ ઇસ્રાએલીને તીયાં બાદા હિવાળાપે શાંતિ પુરી પાળી.
જાંહા યોહશઆ ડાયો વી ગીયો તા તીયાહા ઇસ્રાએલુ બાદા લોકુહુને એક આરી હાધ્યા. તાંહા યોહશઆહા તીયા લોકુહુને યાદ કેરાવ્યા કા તીયાહા તીયુ વાચા પાલન કેરુલો પ્રતિજ્ઞા કેલી જે પરમેહેરુહુ તીયાં આરી સિનાઈ ડોગુપે બાંદલી. તીયા લોકુહુ પરમેહેરુ પ્રત્યે વિશ્વાસ યોગ્યો આને તીયા નિયમુ પાલન કેરા વાયદો કેલો.
યોહશઆ અધ્યાય 1-24 મેને બાયબલ વાર્તા
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).