એક નિષ્ઠુર સેવકની વાર્તા

એક નિષ્ઠુર સેવકની વાર્તા — illustration 1

એક દિવસ, પિતરે ઈસુને પૂછ્યું, “સ્વામી, કેટલી વખત મારે મારા ભાઈને માફ કરવો જોઈએ જ્યારે તે મારા વિરુદ્ધ પાપ કરે?શું સાત વખત સુધી?”ઈસુએ કહ્યું, “સાત વખત નહિ, પરંતુ સિત્તેરગણી સાતવાર!”આ રીતે, ઈસુએ એ અર્થ દર્શાવ્યો કે આપણે હંમેશા માફ કરવું જોઈએ.પછી ઈસુએ આ વાર્તા કહી.

એક નિષ્ઠુર સેવકની વાર્તા — illustration 2

ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ્ય એક રાજા જેવું છે જે પોતાના સેવકો સાથે હિસાબ કરવા માંગે છે. તેના એક સેવકે એક વિશાળ દેવું લીધું જેનું મુલ્ય ૨૦૦,૦૦૦ વર્ષના વેતન જેટલું હતું.”

એક નિષ્ઠુર સેવકની વાર્તા — illustration 3

“સેવક તે દેવાની ચૂકવણી ન કરી શક્યો, તેથી રાજાએ કહ્યું, “દેવું ચૂકવણી કરવા માટે આ માણસ અને તેના કુટુંબોને ગુલામ તરીકે વેચી દો.”

એક નિષ્ઠુર સેવકની વાર્તા — illustration 4

“સેવકે રાજા સમક્ષ તેમના ઘૂંટણ પર પડી અને કહ્યું કે, “ 'મારી સાથે ધીરજ રાખ, અને હું તમને દેવાની સંપૂર્ણ રકમ ચૂકવી આપીશ.'રાજાએ સેવક ઉપર દયા કરી, તેથી તેમણે તેનું તમામ દેવું માફ કરી દીધું અને તેને જવા દીધો.”

એક નિષ્ઠુર સેવકની વાર્તા — illustration 5

પરંતુ જયારે તે સેવક રાજા પાસેથી નીકળ્યો, ત્યારે તે તેના સાથી સેવકને મળ્યો જેના ઉપર ચાર મહિનાના વેતન જેટલું દેવું હતું.સેવકે તેના સાથી સેવકનું ગળુ પકડીને કહ્યું, “મારી પાસેથી લીધેલા પૈસા મને ચૂકવી દે”

એક નિષ્ઠુર સેવકની વાર્તા — illustration 6

"સાથી સેવકે તેના ઘૂંટણ પર પડીને કહ્યું કે, ‘મારા પ્રત્યે ધીરજ રાખ, હું તને દેવાની સંપૂર્ણ રકમ ચૂકવી આપીશ.’પરતું તેના બદલે તે, સેવકે તેના સાથી સેવકને જ્યાં સુધી તે દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેને જેલમાં પૂર્યા.”

એક નિષ્ઠુર સેવકની વાર્તા — illustration 7

કેટલાક બીજા સેવકોએ આ થતું જોયુ અને દિલગીર થઈ ગયા.તેઓ રાજા પાસે ગયા અને તેને બધું કહી સંભળાવ્યું.”

એક નિષ્ઠુર સેવકની વાર્તા — illustration 8

રાજાએ સેવકને બોલાવ્યો અને કહ્યું, હે દુષ્ટ સેવક!મેં તારું દેવું માફ કર્યું કારણ કે તેં વિનંતી કરી.તારે પણ તેમ જ કરવું જોઈતું હતું.”રાજા વધારે ગુસ્સે થયો અને જ્યાં સુધી બધું દેવું ચુકવી ના દે ત્યાં સુધી તે સેવકને જેલમાં પૂરી દીધો.”

એક નિષ્ઠુર સેવકની વાર્તા — illustration 9

પછી ઈસુએ કહ્યું, “તમે તમારા ભાઈને તમારા હૃદયથી માફ નહી કરો તો મારા સ્વર્ગીય પિતા પણ તમારી દરેક સાથે આ રીતે કરશે.”

બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧૮:૨૧-૩૫

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).