18. વાયલા વાયલા રાજય
બુહું વરસાં માગુન, દાવુદ મરીગેની તેના પોસા સુલેમાન ઇઝરાયેલ વર રાજ કરુલા લાગના. દેવની સુલેમાનલા સાંગાં તૂને જી માગુલા હવાં તી માંગ. જદવ સુલેમાનની અકલ માગી તદવ દેવ તેકન બુહું ખુશ હુયના ની તેલા દુનેના આખે કરતાં અકલવાળા માનુસ બનવી દિદા. સુલેમાન બુહુ બાબત સીકના ની બુહુ બેસ કાયદાવાળા બનના દેવની તેલા બુહું ધનવાન બનવા.
યરુશાલેમમાં સુલેમાનની પરાથનાના દેવળ બનવાં જેને સાટી તેના બાહાસ દાવુદની યોજના બનવેલ હતી ની સામગરી ગોળા કરેલ હતી. લોકાં આતાં મુલાગત માંડવને જાગ પરાથનાને દેવળમાં બળે ચહવુલા લાગનાત ની દેવલા ભજુલા લાગનાત. પરાથનાને દેવળ માં હાજર હતાત ની તો તઠ તેને લોકાં હારી રહ હતા.
પન સુલેમાનલા દુસરે દેસને બાયાકા વદારી બેસ દીસનેત. તેની તેમાંતલે ૧૦૦૦ બાયકા હારી લગન કેત ની તેની બુહું બાયકા કેત અન દેવને નિયમલા ની પાળના. તેમાતલે બુહું બાયકા કાય જે દુસરે દેશને હતેત તે તેહને દેવલા લીહુન આનેત ની તેહની પૂજા કરુલા તેહી ચાલુ રાખાં. જદવ સુલેમાન ડવર હુયના તદવ તેની પન મુરતેની પૂજા કરી.
દેવલા સુલેમાન વર રગ આની ની તેને અવિશ્વાસપનાની સીક્સાને રુપમાં ઈઝરાયેલને દેશલા સુલેમાનના મરન માગુન દોન રાજયમાં ભાગ પાડુલા વચન દિદા.
સુલેમાનના મરન માગુન તેના પોસા રહાબઆમ રાજા બનના. રહાબઆમ મૂરખ માનુસ હતા. ઇઝરાયેલનાં આખાં રાજય તેલા રાજા બનાવુલા સાટી ગોળા હુયના. તેહી રહાબઆમલા ફરેદ કરી કાય સુલેમાનની આમને પાસીં બુહું મજુરી કરવીહી ની બુહું કીમત ટાકિહી.
રહાબઆમની મુરખાયકન તેહાલા જવાબ દિદા “તુમી ઇસાં વીચારતાહાસ કાય માને બાહાસની તુમને પાસી બુહું મંજુરી કરવીહી. પન માં તેને કરતાં પન વદારી વજા તુમાવર ટાકીન ની તેને કરતાં પન વદારી સીકસા કરીન.”
ઈઝરાયેલના દસ કુળને લોકાંસી રહાબઆમ વિરૂદ જોર કરા. ફક્ત દોન કુળનાં લોકાંજ વિશ્વાસુ રહનાત. યે દોન કુળ યહુદાના રાજ્ય બનનાત.
ઈઝરાયેલના બાકીના દસ કુળ કાય જેહી રહાબઆમ વિરૂદ જોર કરેલ હતા તેહી યરોબઆમ નાવના એક માનુસલા તેહના રાજા તરીકે પસંદ કરા. તેહી પદરના રાજ્ય દેશને ઉતર દિશાને ભાગમાં બનાવાં ની તેલા ઈઝરાયેલના રાજ્ય સાંગાં.
યરોબઆમની દેવને વિરૂદ જોર કરીહુન લોકાલા પાપ કરુલા લલચાવાં તેની આરાધના કરુલાને બદલામાં તેને લોકાં સાટી યહુદાને રાજ્યનાં પરાથના દેવળમાં દોન મુરતે બનાવેત.
યહુદાના રાજ્ય ની ઈઝરાયેલના રાજ્ય દુસમન બનીગેત ની એક્દુસરે હારી ઇસદાલા લડુલા લાગનાત.
ઈઝરાયેલને નવા રાજ્યમાં આખા રાજા વેટ હતાત. બુહું રાજાસાહલા દુસરા ઇઝરાયેલીસી કાય જે તેહને જાગાવર રાજા બનુલા માગ હતાત તેહ કન મારી ટાકાત.
ઇઝરાયેલ રાજ્યનાં આખા રાજા ની લોકાં મૂરતીની પૂજા કર હતાત. તેહને મુરતી પૂજામાં બુહુંવાર જાતિ વિરૂદના ની પોસાશે બલીના સમાવેસ હુયહ હતા.
યહુદાના રાજા દાવુદને વંશનાં હાતાત. તેહના બુહું રાજા બેસ હતાત જેહી ન્યાયકન રાજ કરેલ ની દેવની આરાધના કરેલ. પન યહુદાના બુહું રાજા વેટ, મેળ વગરના ની મુરતીની પૂજા કરનાર હતાત. કોડેક રાજાસી ત પોસાસાં પન ખોટે દેવાસે પુડ બલિદાન કરેલ હતાં. યહુદાના મોઠે ભાગને લોકાંહી દેવને વિરૂદ ગેત ની દુસરે દેવાસી પૂજા કરી.
બાયબલની ગોટ ૧રાજા ૧-૬:૧૧-૧૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).