39. ઇસુ વર ફીરેદ કરવામાં આની
આતાં અરદી રાત હુયી ગયેલ હતી. સીપાય ઇસુલા પરમુખ યાજકને ઘર લીગેત તાહાં તે પ્રશ્ન સોદી સકત. પિતર દુર હુન તેહને પાસળ જાયે કર હતા. તદવ ઇસુલા ઘરમાં લી જાવામાં આના, પિતર બાહેર બીસીહુન ઇસતોસી તાપ હતા.
ઘરને આંત યહૂદી યાજક ઇસુ વર ફરેદ કર હતાત. તે બુહું ખોટે સાકસી સાહલા લી આનાત તેહી ઈસુને વિરૂદ ખોટી સાકસી દીદી.તેહની સાકસી એક્દુસરે હારી ની મીળ હતી, તાહાં યહૂદી યાક્જસી ઇસુલા ગુનેગાર ની સાબિત કરી સક્નાત. ઇસુ કાહીં બોલના નિહી.
સેલે પરમુખ યાજકની ઇસુ કડ હેરીહુન સાંગાં, “કાય તું દેવના પોસા, ખીરીસત આહાસ?”
ઈસુની સાંગાં, “માં આહાંવ. તુમી માલા દેવને જેવને કડ બીસેલ ની સરગ માહુન યેતાં હેરસે.” મુખ્ય યાજકની રગમાં પદરનાં ડગલાં ફાડી ટાકાત ની આરડીહુન ધરમી આગેવાન સાહલા સાંગાં, “ આતાં આપાલા દુસરે સાકસીસી જરૂર ની મીળ! તુમી તેલા સાંગતા આયકેલ આહા કાય માં દેવના પોસા આહાંવ. તુમના ઠરાવ કાય આહા?”
આખે યહૂદી આગેવાનસી મુખે યાજકલા જવાબ દિદા, “તી મરન જોગ આહા.’ તદવ તેહી ઈસુને ડોળા વર પાટા બાંદા, તેવર થુકનાત, તેલા ઝોડનાત ની તેની મસકરી કરી.
જદવ પિતર ઘરને બાહેર બીસેલ હતા, તદવ એક દાસીની સાંગાં, “તું પન ઈસુને હારી હતાસ!” પિતરની તેલા નાં પાડી. તેને માગુન, દુસરે દાસીની પન યીજ ગોટ સાંગી, ની પિતર ફીરીવાર નાં પાડના. સેલે લોકાંહી સાંગાં, “આમી જાનજહંન કાય તું ઈસુને હારી હતાસ કાહા કાય તુમી દોગોહી ગાલીલહુન આહાસ.”
તદવ પીતર સરાપ દેવલા ની કસમ ખાવલા લાગના કાય, “માં તે માનુસલા ની વળખાં.” લેગજ કોંબડા આરવનાં ની ઇસુ ફીરીહુન પિતર કડ હેરના.
પિતર તઠૂંન ચાલી ગે ની બુહું રડના. તે સમય વર ઇસુલા મરન દંડને લાયક ઠરવા તી તેના ધરવી દેનાર યહુદાની હેરાં, તો બુહું દુખી હુયના ની તો જાયહુન પદરલાજ મારી ટાકના.
દુસરે દીસી સકાળને, યહુદી યાજકસી ઇસુલા રોમન રાજયપાલ પિલાતને પાસી લી ગેત. તેહી આસા કરેલ કાય પિલાત પન તેલા દોષી ઠરવીલ ની મરન દંડ ની સજા દીલ. પિલાતની ઇસુલા સોદા, “કાય તું યહુદીના રાજા આહાસ?”
ઈસુની જવાબ દિદા, “ઇસાં તું સાંગહસ. માનાં રાજ્ય યે જગતનાં નિહી. જ ઇસાં રહતાં ત માના સેવક માને સાટી લડાય કરતાત. માં દેવ વિસે ખરાં સાંગુલા આનાહાંવ. જે ખરાં આહાત તે માનાં સાંગેલ આયકતાહાત.” પિલાતની સાંગાં, “ખરાં કાય આહા?”
ઈસુને હારી ગોટ લાવના માગુન પિલાત ટોળા પાસી ગે ની સાંગાં, “માલા યે માનુસમાં કનાજ ગુના ની દેખાયના.” પન યહૂદી યાજક ની ટોળાની આરડીહુન સાંગાં, “તેલા કુરૂસ વર ચડવા!’ પિલાતની જવાબ દિદા, “તેનેમાં કનાજ અપરાદ ની દેખાયજ.” પન તે પાસા મોઠલેંજ આરડુલા લાગનાત. તદવ પિલાતની તીજી વાર સાંગાં, “તેમાં કનાજ અપરાદ ની આહા.”
પિલાત બીહી ગે કાય ટોળાનાં લોકાં ઝગડા કરતીલ તાહાં તો પદરને સીપાય કન ઇસુલા કુરુસ વર ચડવુલા તયેર હુયી ગે. રોમન સયનીકસી ઇસુલા ચાબુક કન ઝોડા. ની તેને વંશનાં ઝબલા અન કાટાના મુકુટ પોવા. તદવ તેહી તેની મસકરી કરી કાય, “”હેરા, યહુદીસા રાજા!
બાયબલની ગોટ: માથ્થી ૨૬:૫૭-૨૭:૨૬; માર્ક ૧૪:૫૩- ૧૫:૧૫; લુક ૨૨:૫૪-૨૩:૨૫; યોહાન ૧૮:૧૨- ૧૯:૧૭
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).