16. ૧૬. સોડવનાર

16. ૧૬. સોડવનાર — illustration 1

યહોશુઆના મરન માગુન ઈસરાયેલીસી દેવની આજ્ઞા તોડી. તેહી દેવને નેમ સાહલા નીહી પાળનાત, અન તેહી તે કરારને દેશ માસુન બચેલ કનાની સાહલા બાહેર નીહી કાહડી દેતીલ. ઈસરાયેલીસી તેહના ખરા દેવ, યહોવાલા સોડીની કનાનીસે દેવાસી પુંજા કરુલા ચાલુ કરી દીનાત. ઈસરાયેલી લોકા સાહપાસી કોની રાજા નીહી હતા, તે સાટી જેલા જી ખરા લાગના તેની તી જ કરા.

16. ૧૬. સોડવનાર — illustration 2

ઈસરાયેલી લોકા દેવની આજ્ઞા નીહી માનનાર, તાહા તો તેહાલા તેહને દુશ્મન સાહપાસુન હારવુને કારને દંડ કરીલ. યે દુશ્મન ઈસરાયેલી સાહપાસુન તેહની વસ્તુ સાહલા લુંટી લેતીલ, તેહની માલ-મિલકતલા નાશ કરી દેતીલ, અન તેહને માસુન ખુબ જના સાહલા મારી ટાકતીલ. માગુન તાહા ઈસરાયેલીસા દુશ્મન તેહાવર ખુબ વરસા પાવત દુઃખ દેતીલ, તેને માગુન ઈસરાયેલી તેહને પાપસા પસ્તાવા કરતીલ અન દેવ સહુન તેહાલ બચવુલા સાટી પ્રાર્થના કરતીલ.

16. ૧૬. સોડવનાર — illustration 3

જદવ દેવ ની તેલા દુશ્મન ના હાથ માંહુન બચવુંલા સાટી છોડાવનાર દવાડી દીયેલ. તાહા દેશમા શાંતિ હુયીલ, પન તેને માંગુન લોકા દેવ લ પાછા ભૂલી ગયલા અન મુતિપીજાકરુલા લાગલા.તાહા દેવ મિધ્યાનીસે મારફતે ઈસરાયેલી સાહલા હારવુને મારફતે ફીરીની ઈસા કરા.

16. ૧૬. સોડવનાર — illustration 4

મિધ્યાનીસી સાત વરીસ પાવત ઈસરાયેલીસે પીકલા લુંટનાત. ઈસરાયેલી લોકા ખુબ બીહી ગયલા, અન તે કાપરા સાહમા દપી ગેત જેથી મિધ્યાની લોકા તેહાલા ગવસી નીહી સકત. સેલે, તેહાલા બચવુલા સાટી તેહી દેવલા આરડનાત.

16. ૧૬. સોડવનાર — illustration 5

ગીદીયોન નાવના એક ઈસરાયેલી ગોહો હતા. એક દિસ, તો એક ગુપીત જાગામા ગહુ મોળ હતા જેથી મિધ્યાની લોકા તી ચોરી નીહી લેત. દેવના દેવદુતની ગીદીયોન પાસી યીની તેલા સાંગા, “હે પરાક્રમી બળવાન, દેવ તુને હારી આહા. ધાવ અન ઈસરાયેલી સાહલા મિધ્યાની સાહપાસુન બચવ.”

16. ૧૬. સોડવનાર — illustration 6

ગીદીયોનને બાહાસ પાસી મુરતી સાહલા સમર્પિત એક વેદી હતી. અખેસે પુડલી ગોઠ જી દેવની ગીદીયોનલા કરુલા સાટી સાંગી તી તે વેદીલા તોડુલા હતા. પન ગીદીયોન લોકા સાહલા હેરી બીહ હતા, તે સાટી તેની રાત પડુની વાટ હેરી. તાહા તેની તે વેદીલા તોડીની ટુકડે-ટુકડા કરી દીના. તેની દેવને સાટી એક નવી વેદીલા બનવા અન તેનેવર દેવને સાટી બલિદાન ચડવના

16. ૧૬. સોડવનાર — illustration 7

દુસરે સકાળીસના લોકાસી હેરા કા એખાદની વેદીલા તોડીની ટુકડે-ટુકડા કરી દીનાહા, તે સાટી તે ખુબ રગવર યી ગેત. તે ગીદીયોનલા મારી ટાકુલા તેને ઘર ગેત, પન ગીદીયોનને બાહાસની સાંગા, “તુમી કજ તુમને દેવાસી સહાય કરુની કોસીસ કરી રહનાહાસ? જો તે દેવા આહાત ત તેહાલા તેહના રક્ષન પદરલા કરુ દે!” કાહાકા તેની ઈસા સાંગા તે સાટી લોકાસી ગીદીયોનલા નીહી મારા.

16. ૧૬. સોડવનાર — illustration 8

તાહા ઈસરાયેલી સાહલા લુટુંલા સાટી મિધ્યાની લોકા ફીરીની આનાત. તે હોડા બુહુ હતાત કા તેહની ગનતરી બી નીહી કરી સકાય જ હતી. ગીદીયોનની તેહને ઈરુદ લડુલા સાટી ઈસરાયેલી સાહલા એકહારી બોલવના. ગીદીયોનની દેવ પાસી દોન નિશાનીની માંગની કરી જેથી તેલા વીસવાસ હુયી જા કા દેવ ખરેખર તેલા ઈસરાયેલલા બચવુલા સાટી સાંગી રહનાહા.

16. ૧૬. સોડવનાર — illustration 9

પુડલે નિશાનીને સાટી, ગીદીયોનની મેંડાસે કેસાલા લીની તેહાલા જમીનવર ઠેવીની દેવલા સાંગા કા સકાળીસની વસ ફક્ત મેંડાસે તે કેસા સાહવર પડ અન જમીનવર નીહી પડ. દેવની તીસા જ કરા. માગલે રાતી, તેની દેવલા સાંગા કા જમીન ભીજી જાવદે પન મેંડા કેસા કોરડા જ રહુદે. દેવની તીસા બી કરા. યે દોન નિશાનીને કારને, ગીદીયોનની વીસવાસ કરા કા દેવની ખરેખર ઈચ્છા આહા કા તો ઈસરાયેલી સાહલા મિધ્યાની સાહપાસુન બચવ.

16. ૧૬. સોડવનાર — illustration 10

તાહા ગીદીયોનની સયનીક સાહલા તે પાસી બોલવના અન 32,000 ગોહો આનાત. પન દેવની તેલા સાંગા કા તે ખુબ વદારે આહાત. તાહા ગીદીયોનની તે અખા 22,000 સાહલા ઘર પરત દવાડી દીના જે લડુલા સાટી બીહ હતાત. દેવની ગીદીયોનલા સાંગા કા યે ગોહો આજુ બી ખુબ વદારે હતાત. તે સાટી ગીદીયોનની 300 સયનીક સોડીની તે અખે સાહલા ઘર દવાડી દીના.

16. ૧૬. સોડવનાર — illustration 11

તે રાતી દેવની ગીદીયોનલા સાંગા, “મિધ્યાનીસે છાવનીમા ધાવ અન તેહાલા ગોઠી કરતા આયક. જદવ તુ આયકસી કા તે કાય ગોઠી કરતાહા ત તુ તેહાવર હુમલા કરુલા સાટી બીહનાર નીહી.” તે સાટી તે રાતી, ગીદીયોન ખાલ તેહની છાવની ગે અન તેની એક મિધ્યાની સયનીકલા તેને દોસ્તારલા યી ગોઠ લાવી દાખવતા આયકના જી તેની સપનમા હેરેલ હતી. તે ગોહોને દોસ્તારની સાંગા, “યે સપનના અરથ આહા કા ગીદીયોનની સેના આપલે સેનાલા હરવી દીલ.” જદવ ગીદીયોનની યી આયકા ત તેની દેવની સ્તુતિ કરી

16. ૧૬. સોડવનાર — illustration 12

તાહા ગીદીયોન તેને સયનીક સાહપાસી પરત આના અન તેહને માસુન દરેકલા એક-એક રનશીંગડા, એક માટીના બાસન અન એક બોળ દીના. તેહી તે છાવનીલા ઘેરી લીનાત જઠ મિધ્યાની સયનીક નીજી હતાત. ગીદીયોનને 300 સયનીકસી તેહને બોળ સાહલા બાસનાકન ઢાંકેલ હતાત તે સાટી મિધ્યાની લોકા તે બોળને ઉજેડલા નીહી હેરી સકલા.

16. ૧૬. સોડવનાર — illustration 13

તાહા ગીદીયોનને અખે સયનીકસી તેહને બાસના સાહલા એક જ સમયવર તોડીની અચાનક જ બોળને ઉજેડલા પરગટ કરી દીનાત. તેહી તેહને રનશીંગડા વાજવનાત અન આરડનાત, “યહોવાની અન ગીદીયોનની તલવાર!”

16. ૧૬. સોડવનાર — illustration 14

દેવની મિધ્યાની સાહલા બીહવાડી દીદા, તે સાટી તે એક દુસરેલા મારુલા-કાપુલા લાગનાત. લેગજ, ગીદીયોન તે જાગલ્યા સાહલા ખુબ દુસરે ઈસરાયેલી સાહલા મિધ્યાનીસે માગ લાગુલા સાટી તેહની સહાય કરુલા બોલવુલા સાટી દવાડાત. તેહી તેહને માસુન ખુબ જના સાહલા મારી ટાકાત અન બાકીસે માગ લાગી ન તેહાલા ઈસરાયેલ દેશ માસુન બાહેર કાહડી દીનાત. તે દિસી 1,20,000 મિધ્યાની મરનાત. યે રીતે દેવની ઈસરાયેલલા બચવના.

16. ૧૬. સોડવનાર — illustration 15

તે લોકા ગીદીયોનલા તેહના રાજા બનવુલા માગ હતાત, પન ગીદીયોનની તેહાલા તીસા નીહી કરુ દીદા, પન તેની તેહા પાસુન તી સોનાના ઘરેના (ડાગીના) માગાત જી તેહને માસુન દરેકની મિધ્યાની સાહપાસુન લુંટી લીયેલ હતા. તે લોકાસી ખુબ જથ્થામા ગીદીયોનલા સોના દીદા.

16. ૧૬. સોડવનાર — illustration 16

તાહા ગીદીયોનની તે સોના માસુન એક ખાસ કાપડ બનવા જીસા કા મહાયાજક પોવ હતાત. પન લોકાસી તેની પુંજા કરુલા ચાલુ કરી દીનાત જીસા કા તો એક મુરતી હવી. તાહા દેવની ફીરીની ઈસરાયેલી સાહલા દંડ કરના કાહાકા તેહી મુરતીની પુંજા કરેલ હતી. દેવની તેહને દુશ્મન સાહલા તેહાલા હારવુલા તેમા મજબુત કરના. સેલે તેહી ફીરીની દેવલા સહાય કરુલા સાટી પ્રાર્થના કરનાત, અન દેવની તેહાપાસી તેહાલા બચવુલા સાટી દુસરા એક સોડનારલા દવાડના.

16. ૧૬. સોડવનાર — illustration 17

યી જ ગોઠ ખુબ વખત હુયની: ઈસરાયેલ લોકા પાપ કરતીલ, દેવ તેહાલા દંડ કરીલ, તે પસ્તાવા કરતીલ, અન દેવ તેહાલા સોડવુલા સાટી એખાદલા દવાડીલ. ખુબ વરસા પાવત, દેવની ખુબ સોડવનાર સાહલા દવાડા જેહી ઈસરાયેલી સાહલા તેહને દુશ્મન સાહપાસુન બચવનાત.

16. ૧૬. સોડવનાર — illustration 18

સેલે, તે લોકાસી દુસરે દેશને જીસા દેવ પાસી તેહને સાટી એક રાજાની માંગની કરી. તે એક ઈસા રાજા માગ હતાત જો ઊંચા અન શક્તિશાળી રહ, અન જો લડાયમા તેહની આગેવાની લી સક. દેવલા યી વિનંતી પસંદ નીહી આની, પન તેની તેહાલા તીસા જ રાજા દીદા જીસા તેહી માંગની કરેલ હતી.

ન્યાયાધીસ અધ્યાય 1-3; 6-8; 1 શમુએલ 1-10; માસુન એક બાઈબલની ગોઠ.

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).