18. ૧૮. વાટાયજેલ રાજ્ય
દાવુદ રાજાની ચાળીસ વરીસ પાવત રાજ કરા. તાહા તો મરી ગે, અન તેના પોસા સુલેમાન ઈસરાયેલવર રાજ કરુલા ચાલુ કરના. દેવની સુલેમાન હારી ગોઠ કરી અન તેલા સોદના કા તો અખેસે કરતા વદારે કાસની ઈચ્છા રાખહ કા દેવ તેને સાટી કર. સુલેમાનની દેવ પાસી માંગના કા તો તેલા ખુબ બુદ્ધિવાળા માનુસ બનવી દે. યે ગોઠની દેવલા ખુશ કરી દીદા, તે સાટી દેવની સુલેમાનલા દુનેના અખેસે કરતા મોઠા બુદ્ધિવાળા બનવી દીદા. સુલેમાન ખુબ ગોઠી સાહલા સીકના અન તો એક બુદ્ધિવાળા રાજ કરનાર હતા. દેવની તેલા ખુબ ધનવાન બી બનવી દીદા.
યરુશાલેમમા સુલેમાનની તે મંદિરલા બનવના જેને સાટી તેને બાહાસની યોજના બનવેલ હતી અન સામાનલા ગોળા કરેલ હતા. આતા લોકા મીળુના માંડવને જાગાવર મંદિરમા દેવની આરાધના કર હતાત અન તેને સાટી બલિદાન ચડવ હતાત. દેવ યીની મંદિરમા હાજર રહે કર હતા, અન તઠ તો તેને લોકાસે હારી રહ હતા.
પન સુલેમાનની દુસરે દેશને બાયકાસે હારી પ્રેમ કરના. તેની ખુબ, લગભગ 1000 બાયકાસે હારી લગીન કરીની દેવની આજ્ઞા નીહી માનના! તેહામા ખુબ બાયકા પારકે દેશ સાહમાસુન આનેત અન પદર હારી તેહને દેવા સાહલા લયનેત અન તેહની પુંજા કરુલા ચાલુ રાખનેત. જદવ સુલેમાન ડવર હુયી ગે ત તેની બી તેહને દેવાસી પુંજા કરના.
યે કારને દેવ સુલેમાનવર રગવર હતા. તેની સાંગા કા તો ઈસરાયેલ દેશલા દોન રાજ્યમા વાટીલ તેને મારફતે તેલા દંડ દીન. તો સુલેમાન મરીલ માગુન ઈસા કરીલ.
સુલેમાન મરના તેને માગુન, રહાબઆમ રાજા બનના. ઈસરાયેલ દેશના અખા લોક તેલા પદરના રાજાને રૂપમા સ્વીકાર કરુલા સાટી ગોળા હુયનાત. તેહી રહાબઆમલા ફીરાદ કરી કા સુલેમાનની તેહાલા ખુબ કઠીન મેહનત કરવી હતી અન ખુબ કર વસુલ કરનેલ. તેહી રહાબઆમલા વિનંતી કરી કા તેહાલા વાય કામ કરવજોસ.
પન રહાબઆમની ખુબ મુરખાયી રીતે જવાબ દીદા, “તુમી સાંગતાહાસ કા માના બાહાસ સુલેમાનની તુમા પાસી કઠીન મેહનત કરવી. પન મા તુમા પાસી તેને કરતા વદારે કઠીન મેહનત કરવીન, અન મા તુમાલા તેને કરતા વદારે દુઃખી કરીન.”
ઇઝયલ ના દસ કુળ હી રહાબઆમ ઈરુદ બળવા કરા.તેને હારી આતા ફક્ત દોન કુળ જ હતાત. યે દોન કુળસી પદરલા યહુદાના રાજ્ય બનનાત.
બાકીને દસ કુળસી યરોબઆમ નાવના એક ગોહોલા તેહના રાજા બનવી લીદા. યે કુળ દેશને ઉત્તર-પૂર્વ ભાગમા હતાત. તેહી પદરલા ઈસરાયેલના રાજ્ય સાંગનાત.
પન યરોબઆમની દેવને ઈરુદ બળવા કરા અન લોકા સાહપાસી પાપ કરવના. તેની તેને લોકાસે મારફતે પુંજા કરુલા સાટી દોન મુરતે બનવેત. તે આતા યહુદાને રાજ્યમા યરુશાલેમમા દેવને મંદિરમા તેની આરાધના કરુલા સાટી નીહી ગેત.
યહુદા અન ઈસરાયેલના રાજ્ય દુશ્મન બની ગેત અન કાયમ એક દુસરેને ઈરુદ ભાનગડ કરુલા લાગનાત.
ઈસરાયેલને નવા રાજ્યમા, અખા જ રાજા દુષ્ટ હતાત. તેહને માસુન ખુબ રાજા તેહને જાગાવર રાજા બનુની ઈચ્છા રાખનાર દુસરે ઈસરાયેલીસે મારફતે મારી ટાકવામા આનાત.
ઈસરાયેલ રાજ્યના અખા જ રાજાસી અન વદારે લોકાસી મુરતીસી પુંજા કરી. જદવ તેહી ઈસા કરા, ત તે કાયીમ વેશ્યાસે હારી નીજનાત અન હોડે સુદી કા ખુબ વખત મુરતીસે પુડ પોસા સાહલા બી બલિદાન કરનાત.
યહુદા રાજ્યના રાજા, દાવુદના વંશના હતાત. યે રાજા માસલા ખુબ બેસ માનસા હતાત જેહી નેય પૂર્વક રાજ કરનાત અન દેવની આરાધના કરી. પન યહુદાના ખુબ રાજા દુષ્ટ હતાત. તેહી દુષ્ટતાથી રાજ કરનાત, અન મુરતીસી પુંજા કરનાત. હોડે સુદી કા યેહને માસુન થોડેક રાજાસી ખોટે દેવાસે પુડ પદરને પોસા સાહલા બી બલિદાન કરી દીનાત. યહુદાને ખુબ લોકાસી બી દેવને ઈરુદ બળવા કરા અન દુસરે દેવાસી પુંજા કરનાત.
1 રાજા અધ્યાય 1-6;11-12 માસુન એક બાઈબલની ગોઠ
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).