2. ૦૨. પાપુમે પ્રવેશ કેરુલો
આદમ આને તીયા કોઅવાલી પરમેહેરુ મારફતે બોનાવામે આલ્લે તીયા સુંદર બગીચામે રીને ખુબ ખુશ આથે. તીયામેને કેડો બી પોતળે નાય પોવતેલે, તેબી ઈયુ ગોઠીમે કેડાલે બી નાજવાવ્યે નાહ, કાહાકા કા જગતુમે પાપ નાય આથો, તે સાદા તીયા બગીચામે ફીર્યા કેતલે આને પરમેહેરુ ગોઠયા કેયા કેતેલે.
પેન તીયા બગીચામે એક હાપળો આથો. તોઅ ખુબુજ ઝેરી આથો. તીયાહા તીયુ બાયુલે ફુચ્યો, “કાય ખરેખર પરમેહેરુહુ તુમનેહે ઈયા બગીચા એગા ચાળવા ફલ ખાં મનાય કેયીહી?”
તીયુ બાયુહુ જવાબ આપ્યો, “પરમેહેરુહુ આમનેહે આખ્યોહો કા તીયા ભલા-ભુંડો જાંણુલો ચાળવા સિવાય કેલ્લા બી ફલ ખાય સેક્તાહા. પરમેહેરુહુ આમનેહે આખ્યોહો કા કાદાચ તુમુહુ તીયા ફલુલે ખાદો કા તીયાલે આથલ્યો બી, તા મોય જાહા.”
તીયા હાપળાહા તીયુ બાયુલે જવાબ આપ્યો, “એ હાચો નાહ નાહ, તુમુહુ નાય મોરા. પરમેહેર જાંહે કા જેહેકીજ તુમુહુ તીયા ફલુલે ખાંહા, તુમુહુ પરમેહેરુ હોચે બોની જાહા આને તીયા હોચે ભલા-ભુંડાલે હોમજા લાગાહા.”
તીયુ બાયુહુ હેયો કા તોઅ ફલ મનુલે ફાવે એહેડો આથો આને હોવાધ્યોદેખાતલો. તે બી હોમુજદાર બોના માગતલી, ઈયા ખાતુરે તીયુહુ ફલ તોળીને ખાય લેદો, આને ફાચે પોતા કોઅવાલાલે જો તીયું આરી આથો ફલ આપ્યો આને તીયાહા બી ખાય લેદો.
અચાનકુજ તીયા દોંઆ ખુલી ગીયા, આને તીયાહાને માલુમ પોળ્યો કા તે ઉગળાલે આથે. તીયાહા પાનાહાને એક આરી હિવીને તીયા પોતળે બોનાવીને તીયાંકી પોતા શરીર દોબાવા કોશિશ કેયી.
તાંહા આદમી આને તીયુ કોઅવાલી તીયા બગીચામે ફીરેહે એહેકી પરમેહેરુ આવાજ ઉનાયે, તે બેનુ પરમેહેરુકી દોબી ગીયે. તાંહા પરમેહેરુહુ આદમીલે હાત કેયો, “તુ કાહી હાય?” આદમુહુ જવાબ દેદો, “આંય તુલે બગીચામે ફિરતા ઉનાયો, આને આંય બી ગેહલો, કાહાકા આંય ઉગાળો આથો. ઈયા ખાતુરે આંય દોબી ગીયો.”
ફાચે પરમેહેરુહુ ફુચ્યો, “તુલે કેડાહા આખ્યો કા તુ ઉગાળો હાય? કાય તુયુહુ તોઅ ફલ ખાદો જીયાલે ખાં ખાતુરે માયુહુ તુલે મનાય કેલી?” આદમીહી જવાબ આપ્યો, “તુયુહુ માને જે એ બાય આપીહી ઇયુંજ માને ફલ આપ્યો.” તાંહા પરમેહેરુહુ તીયુ બયુલે ફુચ્યો, “તુયુહુ ઇ કાય કેયો?” તીયુ બાયુહુ આખ્યો, “હાપળાહા માને ધોકો દેદો.”
પરમેહેરુહુ હાપળાલે આખ્યો, “તુ શાપિત હાય! તુ પોતા ડેડી સાહારે ફીરોહો આને ઉદલો ચાટોહો. તુ આને એ બાય એકબીજા આરી ધ્રુણા કેરી, આને તોઅ પોયરે આને તીયાં પોયરે બી એક-બીજા ધ્રુણા કેરી. ઈયુ બાયુ વંશ તોઅ મુનકો છુદી, આને તુ તીયાં એળીલે તોચી લીહો.”
તાંહા પરમેહેરુહુ બાયુલે આખ્યો, “આંય તોઅ પોયરાં જન્માલે ખુબુજ પીડાદાયક બોનાવેહે. તુ પોતા કોઅવાલાકી લાલચ કીહો, આને તોઅ તોપે દાયા કેરી.”
પરમેહેરુહુ આદમીલે આખ્યો, “તુયુહુ પોતા કોઅવાલી આજ્ઞા માનીહી આને માઅ આજ્ઞા નાહ માની. ઈયા ખાતુરે જમીન શાપિત વેયીહી, આને તુલે અનાજ ઉગવાં ખાતુરે કઠીન મેહનત કેરા પોળી. આમી તુ મોય જાહો આને તોઅ શરીર જમીનુમે મિલી જાય.” તીયા આદમીહી પોતા કોઅવાલી નામ હવા થોવ્યો, જીયા અર્થ હાય “જીવન આપનારી,” કાહાકા તે બાદી જાતિ યાહકી વેરી. આને પરમેહેરુહુ આદમુલે આને હવાલે જાનવરુ બોનાવલે પોતળે પોવાવ્યે.
ફાચે પરમેહેરુહુ આખ્યો, “આમી ભલો- આને ભુંડો જાંણુલોકી માંહુ આપું સમાન વી ગીયોહો, ઈયા ખાતુરે તીયાહાને જીવનુ ચાળવા ફલ નાય ખાં દાંઅ જોજે કા તે સાદા માટે જીવતે રેઅ.” ઈયા ખાતુરે પરમેહેરુહુ આદમ આને હવાલે બગીચામેને કાડી થોવ્યા. આને પરમેહેરુ કેડાલે બી તીયા જીવનુ ચાળવા ફલ ખાવુલો કી રોકા માટે બગીચા પ્રવેશુ બાણાંહી શક્તિશાલી હોરગાદુતુહુને બોહાવી દેદા.
ઉત્પતિ અધ્યાય તીનમેને એક બાયબલ વાર્તા
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).