3. ૦૩. ખાડો (પુર)
ખુબુજ પેલ્લા સમયુમે જગતુમે ખુબુજ લોક રેતલા. તે ખુબુજ દુષ્ટ આને ઉપદ્રવ કેનારા વી ગીયાહા. ઇ ઓતો ખારાબ આથો કા પરમેહેરુહુ એક મોડો ખાડાકી (પુર) ઈયા આખા જગતુલે નાશ કેરુલો નક્કી કેયો.
પેન પરમેહેરનુહ કી ખુશ આથો. તોઅ દુષ્ટ માંહા વોચ્ચે રેનારો એક ધાર્મિક માંહુ આથો. પરમેહેરુહુ નુહાલે આખ્યો કા તોઅ એક મોડા ખાડાલે લાવનારો હાય. ઈયા ખાતુરે, તીયાહા નુહાલે એક મોડી ઉળી બોનાવા ખાતુરે આખ્યો.
પરમેહેરુહુ નુહાલે લગભગ એકસો ચાલીસ મીટર લાંબી તેવીસ મીટર વેસલી આને સાળે તેરા મીટર ઉચી ઉળી બોનાવા ખાતુરે આખ્યો. નુહા તીયુ ઉળીલે લાકળાકી બોનાવુલો આથો આને તીયામે તીન ભાગ, ખુબુજ ખોલ્યા(રુમ) એક છત આને એક બારી બોનાવુલો આથો, તે ઉળી નુહ, તીયા પરિવાર, આને જમીનુપેને દરેક પ્રકારુ જાનવરુહુને ખાડાકી સુરક્ષિત રાખી.
નુહાહા પરમેહેરુ ગોઠ માની. તીયાહા આને તીયા પરિવારુહુ તેહેડીજ ઉળી બોનાવી જેહેડી પરમેહેરુહુ આખલી. કાહાકા તે ઉળી ખુબુજ મોડી આથી ઈયા ખાતુરે તીયુલે બોનાવા બી ખુબુજ વોર્ષે લાગ્યે. નુહાહા આવનારા ખાડા વિશે ચેતવણી આપી આને તીયાહાને પરમેહેરુ ફાચલા ચાલા આખ્યો, પેન તીયા લોકુહુ તીયાપે વિશ્વાસ નાય કેયો.
પરમેહેરુહુ નુહા આને તીયા પરિવારુલે પોતા માટે આને જાનવરુ માટે જરુરી માંડો એકઠો કેરા આદેશ આપ્યો. જાંહા બાદોજ તીયાર આથો, પરમેહેરુહુ નુહાલે આખ્યો કા ઓ સમય તીયા કોઅવાલી આને તીયાં તીન પોયરા આને કોવાલીહીને એકઠેકીને આંઠ જ લોકુ ઉળીમે જાવુલો આથો.
પરમેહેરુહુ દરેક જાનવર આને પક્ષી નર આને માદાલે નુહા પાહી મોકલ્યે કા તે ઉળીમે જાય સેકે આને ખાડા (પુર) સમયુલે તે શુરક્ષિત રી સેકે. પરમેહેરુહુ એહેડે દરેક પ્રકારુ સાત નર આને સાત માદાહાને મોકલ્યે જીયાહાને બલિ ચોળવા ખાતુરે ઉપયોગ કેરામે આવે. જાંહા તે બાદે ઉળી પાહી પોચી ગીયે તા પોતે પરમેહેરુહુ બાણો બંદ કી દેદો.
તાંહા પાંય પોળા શુરુ વેયો, આને પાંય પોળતો ગીયો. રોકાયા વગર ચાલીસ દિહ આને રાત લોગુ પાંય પોળતો રીયો, બાદા જગતુ દરેક વસ્તુ, ઇહી લોગુ કા ઉચા-ઉચા ડોગુ બી પાંયુમે બુડી ગીયા.
હુકાલી જમીનુપે રેનારી વસ્તુ મોય ગીયી, તીયા લોકુહુને આને જાનવરુહુને છોડીને જે ઉળીમે આથે. તે ઉળી પાંયુમે તોરતી રીયી આને ઉળી માજમેને દરેક વસ્તુ બુડુલોકી સુરક્ષિત રાખ્યે.
પાંય પોળા બંદ વી જાવુલો બાદ, પાંચ મોયના લોગુ તે ઉળી પાંયુપે તોરતી રીયી, આને તીયા સમયુમે પાંય ઓછો વેરા લાગ્યો. તાંહા એક દિહ તે ઉળી એક ડોગુ ચુટલી આરી જાયને ઓટકી, પેન જગત આમી બી પાંયુકી પોરાલો આથો. તીન મોયના બાદ, ડોગુ ચુટલ્યા દેખાયા લાગ્યા.
ફાચે ચાલીસ દિહ બાદ, નુહા એક કાગળાલે ઇ હેરા ખાતુરે બારે મોકલ્યો કા પાંય હુકાયો કા નાહ. તોઅ કાગળો હુકાલી જાગા હોદળીમે એહે-તેહે ઉડતો રીયો, પેન તીયાલે એહેડો કેલ્લોજ જાગો નાય મીલ્યો.
ફાચે બાદમે નુહાહા એક કબુતરીલે બારે મોકલી, પેન તીયુલે કેલ્લીજ હુકાલી જાગા નાય મીલી, ઈયા ખાતુરે નુહા પાહી ફાચે આવતી રીયી. એક આઠવાળ્યા બાદ તીયાહા કબુતરીલે ફાચે મોકલી, આને તે પોતા ચાચુળીમે જૈતુનુ એક દાલ્ખી લીને ફાચે આલી. પાંય ઓછો વી રેહલો, આને ચાળવે ફાચે ઉગા લાગલે.
નુહો એક આઠવાળ્યા આજી વાટ જોવ્યો આને તીજી વાર તીયુ કબુતરીલે બારે મોકલી, ઈયુ વાર, તીયુલે રેવુલો જાગો મીલી ગીયો આને તે ફાચે નાય આલી. પાંય હુકાય રેહલો.
બેન મોયના બાદ પરમેહેરુહુ નુહાલે આખ્યો, “આમી તુ આને તોઅ પરિવાર આને બાદે જાનવરે ઉળીમેને નીગી આવા. ખુબુજ પોયરે આને નાતળ્યેહે આને નાતળ્યા નાતળ્યેહે ઉત્પન્ન કેરા આને તોરતી પોય ધ્યા.” તાંહા નુહ આને તીયા પરિવાર ઉળીમેને બારે નીગી આલો.
નુહાહા ઉળીમેને બારે આવા બાદ, તીયાહાં એક વેદી બોનાવી, આને બલિ માટે ઉપયોગ કેરામે આવનારે દરેક જાનવરુમને થોડાકુહુને લીને બલિ ચોળ્વયે. પરમેહેરુહુ તીયુ બલિકી ખુશ વીયો આને નુહા આને તીયા પરિવારુલે આશિર્વાદ આપ્યો.
પરમેહેરુહુ આખ્યો, “આંય પ્રતિજ્ઞા કીહુ કા માંહા મારફતે કેરામે આવતા ખોટા કામુ લીદે આંય ફાચે કીદીહી બી તોરતીલે શ્રાપ નાય આપુ કા ખાડા મારફતે જગતુલે નાશ નાય કીવ્યુ, ખરેખર માંહુ પોતા હાનાપેને સમયુલેનેજ પાપી હાય.
ફાચે પરમેહેરુહુ પોતા વાચા નિશાણી રુપુમે પેલ્લો મેઘધનુષ બોનાવ્યો. જાંહા કીદીહી બી આકાશુમે મેઘધનુષ દેખાહે, તા પરમેહેર યાદ કેરી કા તીયાહાં કાય પ્રતિજ્ઞા લેદીહી આને તેહેકીજ તીયા લોક બી યાદ રાખે.
ઉત્પતિ અધ્યાય છોવ-આંઠમેને બાયબલ વાર્તા
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).