35. ૩૫. દયાલા બાહકા વાર્તા

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 1

એક દિહ, ઇસુ તીયા ખુબુજ લોકુહુને શિક્ષણ આપતલો જે તીયા ઉનાયા ખાતુરે એકઠા વેલા. એ લોક વેરો લેનારા આને તીયા આરી બીજા લોક બી આથા જીયાહા મુસા નિયમુ પાલન કેરા કોશિશ નાહ કેયી.

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 2

થોડાક ધાર્મિક આગેવાનુહુ હેયો કા ઇસુ તીયા લોકુ આરી એક દોસ્દારુ હોચે ગોઠયા કેતલો. ઈયા ખાતુરે તીયાહા એક-બીજાહાને ઇ આખા શુરુ કેયો કા તોઅ ગલત કી રીયોહો. ઇસુહુ તીયાહાને ગોઠયા કેતા ઉનાયો, ઈયા ખાતુરે તીયાહા તીયાહાને એ વાર્તા આખી.

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 3

“એક માંહુ આથો જીયા બેન પોયરા આથા. હાના પોયરાહા પોતા બાહકાલે આખ્યો, ‘ઓ બાહકા, માને આમી માઅ હિસ્સો જોજે!’ તાંહા બાહકાહા પોતા બેનુ પોયરા વોચ્ચે પોતા માલ-મિલકત વાટી દેદી.”

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 4

“માહરીજ હાનો પોયરો પોતા બાદો એકઠો કીને દુર દેશુમે જાતો રીયો આને પાપી જીવન જીવામે પોતા બાદા ધનુલે બરબાદ કી દેદો.”

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 5

“ઈયા બાદ, જીહી હાનો પોયરો આથો તીયા દેશુમે એક ભયંકર આકાલ પોળ્યો, આને તીયાપે માંડો વેચાતો માટે બી પોયસા નાય આથા. ઈયા ખાતુરે તીયાલે જો કામ મીલ્યો તોઅ ડુખરાહાને ચારુલો આથો. તોઅ ઓતો દુઃખી વીયો આને પુખો આથો કા તોઅ ડુખરા માંડો ખાં માગતલો.”

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 6

“છેલ્લે, તીયા હાના પોયરાહા પોતાલે આખ્યો, ‘આંય કાય કી રીયોહો? માઅ બાહકા બાદા ચાકારુહુને ખાવુલો માટે અછત નાહ, તેબી આંય ઇહી પુખો મોય રીયોહો. આંય પોતા બાહકા પાહી ફાચે જાહે આને પોતા બાહકા એક સેવક બોના વિનંતી કેહે.’”

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 7

“તાંહા: તીયા હાના પોયરાહા ફાચે પોતા બાહકા પોંગાં વેલે જાંઅ શુરુ કેયો. જાંહા તોઅ આજી દુરજ આથો, તીયા બાહકાહા તીયાલે હીઅ લેદો આને તીયાપે દયા કેયી, તોઅ દોવળીને પોતા પોતા પોયરા પાહી ગીયો આને ગળે લાગવીને ચુમ્યો.”

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 8

તીયા પોયરાહા આખ્યો, ‘ઓ બાહકા, માને પરમેહેરુ આને તોઅ વિરુધુમે પાપ કેયોહો. આંય તોઅ પોયરો આખાયા લાયક બી નાહ.’”

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 9

“પેન બાહકાહા પોતા એક ચાકરુલે આખ્યો, ‘માહરી જાયને બાદા કેતો હારે પોતળે લી આવા આને માઅ પોયરાલે પોવાવા! તીયા આકળીમે મુંદી આને તીયા પાગુમે બુટ પોવાવા. ફાચે બાદા સે હારો બોચો મારા કા આપુહુ ખાજી આને ઉત્સવ માનવજી, કાહાકા માઅ પોયરો મોય ગેહલો, આમી તોઅ જીવતો હાય! તોઅ ટાકાય ગેહલો, પેન આમી આમુહુ તીયાલે મીલવી લેદોહો.’”

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 10

“ઈયા ખાતુરે લોકુહુ ઉત્સવ માનવા શુરુ કેયો, થોડાક સમય વીતી ગીયા બાદ, મોડો પોયરો ખેતુમે કામકીને કોઅ આલો. તીયાહા સંગીત આને નાચુલો આવાજ ઉનાયો આને વિચાર કેરા લાગ્યો કા તોઅ કાય વી રીયોહો.”

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 11

“જાંહા મોડા પોયરાલે માલુમ પોળ્યો કા તે ઈયા ખાતુરે ઉત્સવ માનાવી રીયાહા કાહાકા તીયા પાવુહુ કોઅ આવી ગીયોહો, તા તોઅ ખુબુજ ક્રોધિત વો ગીયો આને કોમે નાય વિઠો. તીયા બાહકાહા બારે આવીને તીયાલે તીયાં આરી ઉત્સવ મનાવા વિનંતી કેયી, તીયાહા મનાય કી દેદી.”

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 12

“તીયા મોડા પોયરાહા પોતા બાહકાલે આખ્યો, ‘ઈયા બાદા વોર્ષામે માયુહુ તોઅ ખાતુરે નિષ્ઠાકી કામ કેયોહો! કીદીહી બી તોઅ ગોઠીલે નાહ ટાલી, પેન તુયુહુ માને એક હાની બોકળી બી માને દેદી કા આંય પોતાં દોસ્દારુ આરી દાવત કી સેકુ. પેન તોઅ ઈયા પોયરાહા ધનુલે પાપી કામે કેરામે બરબાદ કી દેદોહો. આને આમી જાંહા તોઅ આલો તા તીયા માટે ઉત્સવ મનાવા ખાતુરે તીયુહુ બાદા કેતા હારા બોચાલે માય ટાક્યો!’”

35. ૩૫. દયાલા બાહકા વાર્તા — illustration 13

“બાહકાહા જવાબ દેદો, ‘ઓ માઅ પોયરા, તુ સાદા માઅ આરી હાય, આને જો કાય માઅ હાય તોઅ તોજ હાય. પેન આપુ માટે ઉત્સવ મનાવા બરાબર હાય કાહાકા તોઅ પાવુહુ મોય ગેહેલો, પેન આમી તોઅ જીવતો વી ગીયોહો. તોઅ ટાકાય ગેહલો, પેન આમી આપુહુ તીયાલે મીલવી લેદોહો.’”

લુક અધ્યાય 15:11-32 મેને બાયબલ વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).