42. ૪૨. ઇસુ હોરગામે જાતો રેહે

42. ૪૨. ઇસુ હોરગામે જાતો રેહે — illustration 1

જીયા દીહુલે પરમેહેરુહુ ઇસુલે મોલામેને જીવતો કેલો, તીયા બેન ચેલા ગાવુમેને જાતલા. ચાલતા-ચાલતા તે ઇસુ આરી જો વેલો. તીયા વિશે ગોઠયા કેતલા, તીયાહાને આશા આથી કા તોઅ ખ્રિસ્ત હાય, પેન તેબી તીયાલે માય ટાકામે આલ્લો. આમી તે બાયા આખતલ્યા કા તો ફાચે જીવતો વી ગીયોહો. તે નાય જાંતલા કા કેડાપે વિશ્વાસ કેરુલો હાય.

42. ૪૨. ઇસુ હોરગામે જાતો રેહે — illustration 2

ઇસુહુ તીયા પાહી આવીને તીયા આરી ચાલા શુરુ કેયો, પેન તે તીયાલે ઓખી નાય સેક્યા. તીયાહા ફુચ્યો કા તે કેલ્લી ગોઠી વિશે ગોઠયા કેતાહા. તીયાહા તીયાલે ફાચલા દીહુમે ઇસુ આરી વેલી બાદી ઘટના વિશે આખ્યો. તીયાહા વિચાર્યો કા તે એગા પરદેશી આરી ગોઠયા કેતાહા જો નાહ જાંતો કા યરુશાલેમુમે કાય વેલો.

42. ૪૨. ઇસુ હોરગામે જાતો રેહે — illustration 3

તાંહા ઇસુહુ તીયાહાને હોમજાવ્યો કા પરમેહેરુ વચન ખ્રિસ્તુ વિશે કાય આખેહે. ખુબુજ પેલ્લા, ભવિષ્યવક્તાહા આખલો કા ખોટા લોક ખ્રિસ્તુલે પીડિત કેરી આને તીયાલે માય ટાકી. પેન ભવિષ્યવક્તાહા ઇબી આખલો કા તોઅ તીજા દિહ જીવી ઉઠી.

42. ૪૨. ઇસુ હોરગામે જાતો રેહે — illustration 4

જાંહા તે તીયા શેહેરુમે પોચ્યા જાંહી તે બેનુ રોકાયા માગતલા, તાંવ લોગુ વાતો વી ગેહલો. તીયાહા ઇસુલે તીયાં આરી રોકાયા માટે આમંત્રિત કેયો, તાંહા તોઅ તીયાં આરી કોમે ગીયો, પોતા વાતીવેલ્યો માંડો ખાંઅ બોઠા. ઇસુહુ એક રોટલી ટુકળો લીને તીયા માટે પરમેહેરુલે ધન્યવાદ કેયો, આને ફાચે તીયાલે તોળ્યો. અચાનકુજ તીયાહા જાંય લેદો કા તોઅ ઇસુ હાય. પેન તીયાજ સમયુલે, તોઅ તીયાં દોંઆહીને ગાયબ વી ગીયો.

42. ૪૨. ઇસુ હોરગામે જાતો રેહે — illustration 5

તીયા બેન ચેલાહા એક-બીજાલે આખ્યો, “તોઅ ઇસુ આથો! ઈયા ખાતુરે તીયાહા આપનેહે પરમેહેરુ વચનુલે હોમજાવલો તા આપુ ખુબુજ ઉત્સાહિત આથા!” તુરુતુજ, તે નીગીને ફાચે યરુશાલેમુમે ગીયા. જાંહા તે પોચ્યા તા તીયાહા ચેલાહાને આખ્યો, “ઇસુ જીવતો હાય! આમુહુ તીયાલે હેયોહો.”

42. ૪૨. ઇસુ હોરગામે જાતો રેહે — illustration 6

જાંહા તે ચેલા ગોઠયા કીજ રેહલા, ઇસુ અચાનકુજ તીયુ ખોલીમે પ્રગટ વીયો. તીયાહા આખ્યો, “તુમનેહે શાંતિ મિલે!” ચેલાહા વિચાર્યો કા તોઅ એગો પુથ આથો, પેન ઇસુહુ આખ્યો, “તુમુહુ કાહાલે બીતાહા? તુમુહુ ઇ કાહા નાહ વિચાર કેતા કા ખરેખર આંય, આંય, ઇસુ હાય? માઅ આથુલે આને પાગુલે હેરા. પુથુપે એહેડો શરીર નાહ રેતો જેહેડો માપે હાય.” ઇ દેખાવા ખાતુરે કા તોઅ એગો પુથ નાહ, તીયાહા ખાવુલો ખાતુરે કાયક માગ્યો. તીયાહા તીયાલે માસા એક ટુકળો આપ્યો, આને તીયાહા તીયાલે ખાય લેદો.

42. ૪૨. ઇસુ હોરગામે જાતો રેહે — illustration 7

ઇસુહુ આખ્યો, “માઅ વિશે પરમેહેરુ વાચાન જો કાય બી આખેહે તોઅ પુરો વેરી. માયુહુ તુમનેહે આખી દેદલો કા ઈયા વેરુલો નક્કીજ હાય.” તાંહા ઇસુહુ તીયાલે પરમેહેરુ વચન હારી રીતીકી હોમજાવ્યો. તીયાહા આખ્યો, “ખુબુજ પેલ્લા ભવિષ્યવક્તાહા લેખલો કા માને ખ્રિસ્તુલે દુઃખ વેઠા પોળી, મોરા પોળી આને ફાચે તીજા દિહ મોલામેને જીવી ઉઠા પોળી.”

42. ૪૨. ઇસુ હોરગામે જાતો રેહે — illustration 8

તીયા ભવિષ્યવક્તાહા ઇ બી લેખલો કા માઅ ચેલા પરમેહેરુ વચનુલે જાહેર કેરી. તે દરેકુહુને પાસ્તાવો કેરા ખાતુરે આખી. કાદાચ તે એહેકી કેતાહા તા પરમેહેર તીયાં પાપુહુને માફ કેરી. માઅ ચેલા ઈયુ સુવાર્તાલે યરુશાલેમુમે પ્રચાર કેરા શુરુ કેરી. તાંહા તે બાદી જાગે બાદી જાતિમે જાય. તુમુહુ માઅ દરેક ગોઠ આને કામુ સાક્ષી હાય જો માયુહુ આખ્યોહો આને કેલો, આને તીયા બાદા બી જો માઅ આરી વીયો.”

42. ૪૨. ઇસુ હોરગામે જાતો રેહે — illustration 9

આગલા ચાલીસ દિહ લોગુ, ઇસુ પોતા ચેલાપે કાયક વાર જાહેર વીયો. એક વાર તા એકુજ સમયુલે પાનસો કેતા વાદારે લોકુપે જાહેર વીયો! તીયાહા પોતા ચેલાહાને કાયક રીતીકી સાબિત કેયો કા તોઅ જીવતો આથો, આને તીયાહા તીયાહાને પરમેહેરુ રાજ્યા વિશે શિક્ષણ આપ્યો.

42. ૪૨. ઇસુ હોરગામે જાતો રેહે — illustration 10

ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો, “પરમેહેરુહુ માને હોરગા આને તોરતી દરેક માંહાપે શાસન કેરા અધિકાર આપ્યોહો. ઈયા ખાતુરે આમી આંય આખુહુ: જાયને બાદી જાતિ લોકુહુને ચેલા બોનાવા. એહેકી કેરા માટે, તુમુહુ તીયાહાને પિતા,પુત્ર, આને પવિત્રઆત્મા નાવુકી બાપ્તીસ્મો આપા. જો કાય બી માયુહુ તુમનેહે આજ્ઞા આપીહી તીયુ બાદી ગોઠીહીને માનુલો બી તુમુહુ તીયાહાને હિક્વુજા. યાદ રાખા, આંય સાદા તુમા આરી રેહે.”

42. ૪૨. ઇસુ હોરગામે જાતો રેહે — illustration 11

ઇસુહુ મોલામેને જીવી ઉઠુલો ચાલીસ દિહ બાદ, તીયાહા પોતા ચેલાહાને આખ્યો, “જાંવ લોગુ માઅ બાહકો તુમનેહે સામર્થ નાહ આપતો તાંવ લોગુ યેરુશાલેમુમે રોકાયા. તોઅ તુમાપે પવિત્રઆત્મા મોક્લુલો મારફતે એહેકી કેરી.” તાંહા ઇસુહુ હોરગામે જાતો રીયો, આને એક વાદ્લાહા તીયાલે નજરુકી દોબાવી લેદો. હોરગામે ઇસુ બાદી વસ્તુપે શાસન કેરા ખાતુરે પરમેહેરુ હુદીવેલ બોહી ગીયો.

માથ્થી 28:16-20; માર્ક 16:12-20; લુક 24:13-53; યોહુન્ના 20:19-23; પ્રેરિતોના કૃત્ય 1:1-11 મેને બાય્બાલ વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).