44. ૪૪. પિત્તર આને યોહુન્ના એક ભિખારીલે હારો કેતાહા
એક દિહ, પિત્તર આને યોહુન્ના મંદિરૂમે ગીયા, એક અપંગ માંહુ ભીખ માંગા ખાતુરે ફાટકાહી બોઠ્લો આથો.
પિત્તરુહુ તીયા લેંગળા માંહા વેલે હેયો આને આખ્યો, “માપે તુલે આપા ખાતુરે પોયસા તા નાહ. પેન જો માપે હાય તોઅ તુલે આપુહુ. ઇસુ નામુકી, ઉઠ આને ચાળ-ફિર!”
તુરુતુજ, પરમેહેરુહુ તીયા લેંગળા માંહાલે હારો કી દેદો. તીયા એહે-તેહે ચાલા આને કુદા, આને પરમેહેરુહુ સ્તુતિ કેરા શુરુ કી દેદો. મંદિરુ ચોઠામે હાજર લોક નોવાય પામ્યા.
માહરીજ લોકુ એક મોડી ગોરદી તીયા માંહાલે હેરા આલી જો હારીઓ વી ગેહલો. પિત્તરુહુ તીયાલે આખ્યો, “ઇ માંહુ હારો હાય, ઈયુ ગોઠી નોવાય માઅ કેરાહા. આમુહુ ઇયાલે પોતા શક્તિકી હારો નાહ કેયો, કા ઈયા ખાતુરે નાહ કા આમુહુ પરમેહેરુ આદર કેતાહા. પેન, તોઅ ઇસુ ખ્રિસ્ત હાય જીયાહા ઈયા માંહાલે પોતા શક્તિકી હારો કેયોહો, પેન આમુહુ ઇસુપે વિશ્વાસ કેતાહા.”
“તે તુમુહુજ હાય જીયાહા તીયાલે રોમન રાજ્યપાલુલે ઇસુલે માય ટાકા ખાતુરે આખલો. તુમુહુ તીયાલે માય ટાક્યો જો બાદાહાને જીવન આપેહે. પેન પરમેહેરુહુ તીયાલે મોલામેને જીવતો કેયો. તુમુહુ નાહ હોમજ્યા કા તુમુહુ કાય કી રીરેહલા, પેન જાંહા તુમુહુ તીયા કામુહુને કેતલા, તા જો ભવિષ્યવક્તાહા આખલો કા તોઅ પુરો કેરી તોઅ પુરો વીયો. તીયાહા આખલો કા ખ્રિસ્ત દુઃખ વેઠી આને મોય જાય. પરમેહેરુહુ ઇયાલે ઈયુ રીતીકી વેરા દેદો. ઈયા ખાતુરે આમી, પાસ્તાવો કેરા આને પરમેહેરુ વેલે ફિરા, કા તોઅ તુમા પાપુહુંને તુવીને સાફ કી દેઅ.”
જાંહા મંદિરુ આગેવાન પિત્તરુલે આને યોહુન્નાલે ઉનાયા, તા તે ખુબુજ કાબરાય ગીયા.ઈયા ખાતુરે તીયાહાને કોંડીને જેલુમે ટાકી દેદા. પેન જો પિત્તરુહુ આખલો તીયાપે ખુબુજ લોકુહુ વિશ્વાસ કેયો. ઇસુપે વિશ્વાસ કેનારા સંખ્યા વાદીને લગભગ પાંચ હાજાર વી ગીયી.
આગલા દિહ, તે યહુદી આગેવાન પિત્તર આને યોહુન્નાલે મહાયાજ્કુ આને બીજા ધાર્મિક આગેવાનુ હુંબુર લીને આલા. તે તીયા માંહાલે બી લી આલા જો અપંગ આથો. તીયાહા પિત્તર આને યોહુન્નાલે ફુચ્યો, “કેલ્લા અધિકારુકી તુમુહુ તીયા અપંગ માંહાલે હારો કેયો?”
પિત્તરુહુ જવાબ આપ્યો, “ઇ માંહુ જો તુમા હુંબુર ઉબલો હાય તીયાલે ઇસુ ખ્રિસ્તુ સામર્થ્ય મારફતે હારો કેરામે આલોહો. તુમુહુ ખ્રિસ્ત ઇસુલે ક્રુસુપે ચોળવી દેદો, પેન પરમેહેરુહુ તીયાલે ફાચે જીવતો કી દેદો! તુમુહુ તીયાલે અસ્વીકાર કી દેદોહો, પેન ઇસુ સામર્થું માધ્યમુ સિવાય ઉદ્ધાર પામા બીજી કેલ્લીજ વાટ નાહ!”
તે આગેવાન હેરાન આથા કા પિત્તર આને યોહુન્ના ખુબુજ સાહસુ કી ગોઠ આખલી. તીયાહા હેયો કા એ સાદારણ આદમી આથા જે કા લેખલા-વાચલા નાય આથા. પેન તેબી તીયાહાને યાદ આલો કા એ આદમી ઇસુ આરી રેતલા. ઈયા ખાતુરે તીયાહા તીયાહાને આખ્યો, “આમુહુ તુમનેહે ખુબુજ વાદારે દંડ આપુહુ કાદાચ તુમુહુ ઈયા માંહા ઇસુ વિશે લોકુહુને કેલ્લો બી સંદેશ આપતાહા તા.” એહેડયા ખુબુજ ગોઠયા આખા બાદ, તીયાહા પિત્તર આને યોહુન્નાલે જાંઅ ખાતુરે આખ્યો.
પ્રેરિતું કામ 3:1-4:22 મેને બાયબલ વાર્તા
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).