45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 1

પેલ્લા ખ્રિસ્તી આગેવાનુ વોચ્ચે સ્તેફ્નુસ નાવુ એક માંહુ આથો. બાદા લોક તીયા આદર કેતલા. પવિત્રઆત્માહા તીયાલે ખુબુજ સામર્થ આને બુદ્ધિ આપી. સ્તેફ્નુસુહુ ખુબુજ ચમત્કાર કેયા. જાંહા ઇસુપે ભોરોષો કેરુલો વિશે તીયાહાને શિક્ષણ આપ્યો તા ખુબુજ લોકુહુ તીયાપે વિશ્વાસ કેયો.

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 2

એક દિહ, સ્તેફ્નુસ ઇસુ વિશે શિક્ષણ આપતલો. આને થોડાક એહેડા યહુદી લોક જીયાહાને ઇસુપે વિશ્વાસ નાહ કેયો આને તીયા આરી વાદ-વિવાદ કેરા શુરુ કી દેદો. તે ખુબુજ ક્રોધિત વી ગીયા, ઈયા ખાતુરે તે ધાર્મિક આગેવાનુ પાહી ગીયા આને તીયા વિશે ઝુટો ગોગ્યા. તીયાહા આખ્યો, “આમુહુ સ્તેફનુસુલે મુસા આને પરમેહેરુ વિશે ખોટ્યા ગોઠયા આખતા ઉનાયાહા!” ઈયા ખાતુરે ધાર્મિક આગેવાન સ્તેફ્નુસુલે કોડવી લેદો આને તીયાલે મહાયાજક આને યહુદી આને બીજા આગેવાનુ હુંબુર લીને આલા. આજી બી વાદારે ઝુટી સાક્ષી આપનારા આલા આને તીયાહા સ્તેફનુ વિશે ઝુટો ગોગ્યા.

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 3

મહાયાજ્કુહુ સ્તેફનુસુલે ફુચ્યો, “કાય એ લોક તોઅ વિશે હાચો આખતાહા?” સ્તેફનુસુહુ મહાયાજકુલે જવાબ આપા ખાતુરે ખુબુજ ગોઠી વિશે ગોગા શુરુકી દેદો. તીયાહા આખ્યો કા ઇબ્રાહીમુ સમયુહીને ઇસુ સમયુહી લોગુ પરમેહેરુહુ ઇસ્રાએલી લોકુ માટે ખુબુજ અદભુત કામે કયેહેં. પેન લોકુહુ સાદા પરમેહેરુ આજ્ઞાલે નાહ માની. સ્તેફનુસુહુ આખ્યો, “તુમુહુ પરમેહેરુ વિરુધ હઠીલા આને દંગો કેનારા હાય. તુમુહુ સાદા પવિત્રઆત્માલે અસ્વીકાર કેયીહી, જેહેકી કા આપુ આગલા ડાયા સાદા પવિત્રઆત્મા અસ્વીકાર કેલો આને સાદા તીયા ભવિષ્યવક્તાહાને માય ટાક્લા. પેન જો તીયાહા કેલો તીયા તુલનામે તુમુહુ આજી બી વાદારે ખોટો કેયોહો! તુમુહુ ખ્રિસ્તુલે માય ટાક્યો!”

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 4

જાંહા તીયા ધાર્મિક આગેવાન ઉનાયા, તા તે ઓતા ક્રોધિત વી ગીયા ક તીયાહા પોતા કાન બંદ કી લેદા આને ઉચી આવાજુમે બોમબલ્યા. તે સ્તેફ્નુસુલે તાંયને શેહેરુ બારે લી ગીયા આને તીયાલે માય ટાકા માટે તીયાપે ડોગળા ફેકયા.

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 5

જાંહા સ્તેફ્નુસ મોરા તીયારીમે આથો, તોઅ બોમબ્લી ઉઠ્યો, “ઓ ઇસુ, માઅ આત્માલે સ્વીકાર કેઅ!” તાંહા તોઅ પોતા ઘુટણે પોળ્યો આને ફાચે બોમબ્લીને ઉઠ્યો, “ઓ પ્રભુ, ઓ પાપ તીયાપે માઅ લાગવોહો.” તાંહા તોઅ મોય ગીયો.

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 6

તીયા દીહુલે, યરુશાલેમુમે રેનારા ખુબુજ લોકુહુ ઇસુ ચેલાહાને સતવા શુરુ કી દેદો, ઈયા ખાતુરે વિશ્વાસી લોક બીજા જાગામે નાહી ગીયા. પેન તીયા બાદ બી, જીહી કાંહી બી તે ગીયા ઇસુ વિશે પ્રચાર કેયો.

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 7

ફિલિપ નાવુ ઇસુ એક વિશ્વાસી આથો. જેહેકી કા ખુબુજ ચેલાહા કેલો તોઅ બી યરુશાલેમુમેને નાહી ગેહલો. તોઅ સામરિયા વિસ્તારુમે જાતો રીયો. તીહી તીયાહા લોકુહુને ઇસુ વિશે પ્રચાર કેયો. ખુબુજ લોકુહુ તીયાપે વિશ્વાસ કેયો આને ઉદ્ધાર પામ્યે. એક દિહ, ફિલિપુ પાહી પરમેહેરુ વેલેને એક હોરગા દુત આલો આને તીયાહા તીયાલે જંગલુમે જાંઅ ખાતુરે, આને એક વાટીપે ચાલા ખાતુરે આખ્યો. ફિલિપ તીહી જાતો રીયો. જાંહા તોઅ તીયા સડકુપે ચાલતલો, તા તીયાહા એક માંહાલે પોતા રથુમે જાતા હેયો. ઇ માંહુ કુશ દેશુ એક ખુબુજ ખાશ અધિકારી આથો. પવિત્રઆત્માહા ફિલિપુલે આખ્યો કા જાયને તીયા માંહા આરી-આરી ચાલ.

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 8

ઈયા ખાતુરે ફિલિપ રથુ પાહી ગીયો. તોઅ ઉનાયો કા તોઅ ખુશીકી પરમેહેરુ વચન વાચેહે. જો યશાયા ભવિષ્યવ્કાતાહા લેખલો તોઅ તીયાલે વાચેહે. “તે તીયાલે બલિ ચોળવામે આવતાં ઘેટા હોચે લી ગીયા, આને જેહેકી એક ઘેટો શાંત રેહે, તીયાહા બી એક શબ્દ નાય આખ્યો. તીયાહા તીયા આરી ખારાબ વેહવાર કેયો આને તીયા આદર નાય કેયો. તીયાહા તીયા જીવ લી લેદો.”

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 9

ફિલિપુહુ તીયાલે કુશલે ફુચ્યો, “જો તુ વાચોહો કાય તુ તીયાલે હોમજોહો બી?” તીયા કુશીહી જવાબ દેદો, “નાહ. જાંવ લોગુ કેડો માને નાય હોમજાવે, તાંવ લોગુ આંય નાહ હોમજી સેકતો. દયા કીને માઅ પાહી આવીને બોહ. યશાયાહા ઇ પોતા ખાતુરે લેખલો કા એગા ખાતુરે?”

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 10

ફિલિપ રથુપે ચોળી ગીયો. તાંહા તીયાહા તીયા કુશી માંહાલે આખ્યો જો યશાયા ભવિષ્યવક્તાહા ઇસુ વિશે લેખલો. ફિલિપુહુ પરમેહેરુ વચનુ ખુબુજ અન્ય ભાગુ ચર્ચા કેયી. ઈયુ રીતીકી, તીયાહા તીયા માંહાલે ઇસુ વિશે હારી સુવાર્તા ઉનાવી.

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 11

ફિલિપ આને આને તોઅ કુશી ચાલતા-ચાલતા પાંયુ પાહી આલા. તીયા કુશીહી આખ્યો, હેઅ! ઇહી પાંય હાય! કાય આંય બાપ્તીસ્મો લી સેકુહુ?” આને તીયાહા રથ ચાલવુનારાલે રથ ઉબી રાખા ખાતુરે આખ્યો.

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 12

તાંહા: તે પાંયુમે જાતા રીયા, આને ફિલિપુહુ તીયા કુશીલે બાપ્તીસ્મો આપ્યો. જાંહા તે પાંયુ બારે આલા, તા પવિત્રઆત્માહા અચનાકુજ ફિલિપુલે ઉઠાવીને એગા બીજા જાગામે લી ગીયો. તીહી ફિલિપ લોકુહુને ઇસુ વિશે વિશે આખા ચાલુ રાખ્યો.

45. ૪૫. સ્તેફ્નુસ આને ફિલિપુસ — illustration 13

તોઅ કુશી પોતા કોઅ વેલે યાત્રાકીને આગલા જાતો રીયો. તોઅ ખુબુજ ખુશ આથો આમી ઇસુલે જાંતલો.

પ્રેરિતુ કૃત્ય 6:8-8:5; 8:26-40 મેને બાયબલ વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).