23. ઈસુ જન્મો
યુસુફ નાવા યોક ન્યાયી માંઅહા આરે મરિયમે માંગણી ઓઅય ચુકલી આતી. જોવે તો વોનાયો કા મરિયમેં મોયના હેય તે તો જાંઅતો આતો કા તીં ચ્યા પોહાં નાંય હેય. બાકી, તો મરિયમેલ બદનામ નાંય કોઅરા માગતો આતો, યાહાટી ચ્યાય ચ્યેવોય મોયા કોઈન એને ઠાવકાજ છુટો છેડો કોઅય લેઅના વિચાર કોઅયો. બાકી યા પેલ્લા કા તો એહેકેન કોઅતો, યોક હોરગા દુતાય હોપનામાય યેયન ચ્યાઆરે વાત કોઅયી.
ચ્યા હોરગા દુતાય આખ્યા, “ઓ યુસુફ, મરિયમેલ તો દોનારી રૂપામાય લેયન યાંહાટી માં બિયહે. ચ્યે બુકામાય જીં પોહાં હેય તી પવિત્ર આત્મા પાઅને હેય. તી યોકા પોહાલ જન્મો દેઅરી. ચ્યા નાંવ ઈસુ થોવજે (જ્યા મતલબ હેય, ‘યહોવા બોચાવેહે), કાહાકા તો લોકહાન ચ્યાહા પાપહાપાઅને બોચાવી.”
છેલ્લે યુસુફાય મરિયમે આરે વોરાડ કોઅયાં એને ચ્યેલ ચ્યા દોનારી રુપામાય ગોઓ લેય યેનો, બાકી ચ્યે પોહાલ જન્મો દેઅના લોગું તો ચ્યે આરે નાંય હૂવ્યો.
જોવે મરિયમે પોહાલ જન્મો દેઅના સમય પાહી આતો, તે ચ્યેય એને યુસુફાય બેથેલેહેમ જાંઆહાટી લાંબી મુસાફરી કોઅયી. ચ્યાહાન તાં જાઅનાજ આતા કાહાકા રોમી ઓદિકારી ઈસરાએલમાય રોનારા બોદા લોકહા ગોણાત્રી કોઅરા માગતો આતો. ચ્યાહા મોરજી આતી કા બોદા લોક તાં જાય, જાં ચ્યાહાં આગલ્યા ડાયા આતા. દાઉદ રાજા જન્મો બેથેલેહેમમાય જાઅલો આતો, એને તો મરિયમ એને યુસુફ બેનહ્યા આગલ્યો ડાયો આતો.
મરિયમ એને યુસુફ બેથેલેહેમમાય ગીયે, બાકી તાં જોનાવરે થોવના સિવાય ચ્યાહાન રાંહાટી કાયજ જાગ્યા નાંય આતી. તીજ જગ્યા આતી જાં મરિયમેય ચ્યે પોહાલ જન્મો દેનો. ચ્યેય ચ્યાલ ગોવાંયીમાય હુવાડ્યો કાહાકા તાં ચ્યાહાહાટી કાયજ પાથના નાંય આતાં. ચ્યાહાય ચ્યા નનાવ ઈસુ થોવ્યાં.
ચ્યે રાતી, તાં પાહેજ રાનામાય કોલહાક મેંડવાળ્યા ચ્યાહાં ગેટહા ટોળા રાખવાળી કોઅય રીઅલા આતા. અચાનક, યોક ચોમાકનારો હોરગાદૂત ચ્યાહાન દેખાયો, એને ચ્યા ગાબરાય ગિયા. ચ્યા હોરગા દુતાય આખ્યા, “બિયહા માં, કાહાકા માયેપાય તુમહેહાટી હારી ખોબાર હેય. બેથેલેહેમમાય ખ્રિસ્તા જન્મો જાઅલો હેય!”
જાયન ચ્યા પોહા હોદણી કોઆ, એને તુમા ચ્યાલ ફાડકામાય વેટાળલો એને ગોવાંયીમાય હુવાડલો દેખહા.” અચાનક, આકાશ હોરગા દૂતહાકોય બોઆય ગિયા.ચ્યા પોરમેહેરા સ્તુતિ કોઅય રીઅલા આતા. ચ્યાહાય આખ્યા, “બોદી મહિમા હોરગામાય વિરાજમાન પોરમેહેરાલ મીળે. દોરતીવોય ચ્યા લોકહામાય શાંતિ રોય જ્યાહા તો ચિંતા કોઅહે!”
તોવે હોરગા દૂત જાતો રિયો. ચ્યા મેંડવાળ્યા ચ્યાહા ગેટે છોડીન પોહાલ એઅરા ગિયા. તારાત ચ્યા ચ્યા જગ્યાવોય પોઅચ્યા જાં ઈસુ આતો એને ચ્યાહાય ચ્યાલ ગોવાંયીમાય હુવાડલો દેખ્યો, જેહેકેન ચ્યા હોરગા દુતાય આખલાં આતાં. ચ્યા બોજ ખુશ જાયા. તોવે ચ્યા મેંડવાળ્યા પાછા ફિરી ગિયા જાં ચ્યાહા ગેટે આતે. ચ્યાહાય જી બી કાય વોનાયા એને દેખ્યા ચ્યા બોદામાટે પોરમેહેરા સ્તુતિ કોઅરા લાગ્યા.
પૂર્વ દિશામાય યોક દેશામાય કોલહાક માતડા આતા. ચ્યાહાય ચાંદાલાહા આભ્યાસ કોઅલો આતો એને ચ્યા બોજ બુદ્ધિવાળા આતા. ચ્યાહાય યો સાદોનાંય ચાંદાલો આકાશામાય દેખ્યો. ચ્યાહાય આખ્યા કા યા મતલબ હેય કા યહૂદિયાહા યોક નોવો રાજા જન્માલ યેનહો. યાહાટી ચ્યાહાય ચ્યા પોહાલ એઅરાહાટી ચ્યાહા દેશાહીને મુસાફરી કોઅના નિર્ણય લેદો. યોક લાંબી મુસાફરી પાછે, ચ્યા બેથેલેહેમ ગાવામાય યેના એને ચ્યે ગોઓ ગિયા જાં ઈસુ આયહો -આબહો રીઅલે આતે.
જોવે યા માટડાહાય ઈસુલ ચ્યા આયહે આરે દેખ્યા તે ચ્યાહાય ગુટણે પોડીન ચ્યા આરાધના કોઅયી. ચ્યાહાય ઈસુલ કિમતી ભેટ દેને. પાછે ચ્યા ગોઓ પાછા ફિરી ગિયા.
માથ્થી અધ્યાય 1; લુક અધ્યાય 2 માઅને યોક બાઈબાળ વાર્તા.
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).