1. ૦১. રચના

1. ૦১. રચના — illustration 1

ઈની દુન્ય ની સરુવાત ઈવી રિતી થાઈ, સો દાડં મ પરમેશ્વરેં દુન્ય અનેં હેંનેં મ ઝી કઈ હે બદ્દુંસ બણાયુ. પરમેશ્વરેં ઝર ધરતી બણાવી તર હેંનેં મ ઇન્દારું હેંતું અનેં હુંનું-હટ હેંતું. પુંણ પરમેશ્વર નો આત્મા પાણેં ઇપેર ફરતો હેંતો.

1. ૦১. રચના — illustration 2

તર પરમેશ્વરેં કેંદું, “ઈજવાળું થા”અનેં ઈજવાળું થાયું. અનેં પરમેશ્વરેં ભાળ્યુ કે વેયુ અસલ હે, પરમેશ્વરેં ઈજવાળા નેં,“દાડો”કેંદો. અનેં પરમેશ્વરેં ઈજવાળા નેં ઈન્દારા મહું અલગ કર્યુ અનેં ઇન્દારા નેં પરમેશ્વરેં રાત કીદી. ઈવી રિતી પરમેશ્વરેં દુન્ય બણાવા ને પેલ્લે દાડે ઈજવાળું બણાયુ.

1. ૦১. રચના — illustration 3

બીજે દાડે પરમેશ્વરેં પાણેં નેં કેંદું, “બે ભાગ થાએં જા” અનેં ઇપેર ના ભાગ નેં હેંને, “આકાશ” કેંદું ઈવી રિતી પરમેશ્વરેં બીજે દાડે આકાશ બણાયુ.

1. ૦১. રચના — illustration 4

તીજે દાડે પરમેશ્વરેં કેંદું, “ધરતી ઇપેર નું પાણેં એક જગ્યા ભેંઘું થાએં જા” અનેં વેયુ પાણેં એક જગ્યા ભેંઘું થાએંજ્યુ. તર પરમેશ્વરેં કુરી જગ્યા નેં “ધરતી” કીદી અનેં પાણેં નેં “દરજ્યા” કેંદા. પરમેશ્વરેં ભાળ્યુ કે હેંને ઝી કઈ બણાયુ હે વેયુ અસલ હે.

1. ૦১. રચના — illustration 5

હેંનેં બાદ પરમેશ્વરેં કેંદું, “ધરતી ઇપેર ખોડ, બીય વાળી શાક-ભાજી અનેં ફળ-ફળાદી ઝાડં ઉગે” અનેં હેંમેંસ થાયુ. પરમેશ્વરેં ભાળ્યુ કે હેંને ઝી કઈ બણાયુ હે વેયુ અસલ હે.

1. ૦১. રચના — illustration 6

અનેં રસના ને ચોથે દાડે પરમેશ્વરેં કેંદું, “સાંદો, સૂર્યો અનેં તારા બણેં જાએ એંતરે કે વેય ધરતી ઇપેર ઈજવાળું આલે, અનેં રાત અનેં દાડા નેં અલગ પાડે” અનેં હેંમેંસ થાયુ. પરમેશ્વરેં ભાળ્યુ કે હેંને ઝી કઈ બણાયુ હે વેયુ અસલ હે.

1. ૦১. રચના — illustration 7

પાંસવે દાડે પરમેશ્વરેં કેંદું, “પાણેં મ રેંવા વાળા દરેક જીવ પેદા થાએ” અનેં હેંમેંસ થાયુ પરમેશ્વરેં ભાળ્યુ કે હેંને ઝી કઈ બણાયુ હે વેયુ અસલ હે. અનેં પરમેશ્વરેં હેંનનેં આશિર્વાદ આલ્યો.

1. ૦১. રચના — illustration 8

રસના ને સઠ્ઠે દાડે પરમેશ્વરેં કેંદું, “ધરતી ઇપેર રેંવા વાળં દરેક પરકાર ન જનાવરં પેદા થાએ” અનેં પરમેશ્વરેં ઝેંવું કેંદું હેંતું હિવીસ રિતી થાયુ. ઘણક ઘેર મ પાળવા વાળં અનેં ઘણક પેંટેં ઘહેંડાવા વાળં અનેં જંગલી જવારં હેંતં. અનેં પરમેશ્વરેં ભાળ્યુ કે વેયુ અસલ હે.

1. ૦১. રચના — illustration 9

અનેં હેંનેં બાદ પરમેશ્વરેં કેંદું,“આવો આપું પુંતાના રુપ મ અનેં આપડી જુંગેંસ મનખ નેં બણાવજ્યે, એંતરે કે વેય ધરતી ઇપેર અનેં બદ્દ જનાવરં ઇપેર અધિકાર રાખે.”

1. ૦১. રચના — illustration 10

પરમેશ્વરેં થુડીક ગાર લીદી અનેં હીની ગાર થી માણસ ના રૂપ પુતળું બણાયુ, અનેં હેંના હેંના પુતળા મ પરમેશ્વરેં જીવન નો હાહ ફૂક્યો. હેંના માણસ નું નામ આદમ હેંતું. પરમેશ્વરેં એદન નામ ની એક વાડી બણાવી, ઝાં આદમ રેં સકે, અનેં આદમ નેં પરમેશ્વરેં હીની વાડી ની રખવાળી કરવા હારુ મેંલ્યો.

1. ૦১. રચના — illustration 11

વાડી નેં વસોં-વસ પરમેશ્વરેં બે ખાસ ઝાડં રુઈપં, જીવન નું ઝાડ અનેં ભલું-ભુંડું જાણવા વાળું ઝાડ. પરમેશ્વરેં આદમ નેં કેંદું, તું વાડી મનં દરેક ઝાડં ન ફળં ખાએં સકે હે, પુંણ ખાલી ભલું-ભુંડું જાણવા વાળા ઝાડ નું ફળ નહેં ખાતો વેહ. અગર તું આ ઝાડ નું ફળ ખાહે તે મરેં જાહેં.

1. ૦১. રચના — illustration 12

તર પરમેશ્વરેં કેંદું,“માણસ એંખલો રે વેયુ ઠીક નહેં.” પુંણ જનાવરં મનું કુઈ બી આદમ નું મદદગાર બણેં નેં સક્યુ.

1. ૦১. રચના — illustration 13

એંતરે હારુ પરમેશ્વરેં આદમ નેં ભારી નીંદર મ હુવાડ દેંદો, અનેં હેંને આદમ ન પાહળં મહી એક પાહળી કાડી, અનેં હીની એક બજ્યેર બણાવી. અનેં હેંનેં આદમ કન લાયો.

1. ૦১. રચના — illustration 14

અનેં ઝર આદમેં હેંનેં ભાળી, તે હેંને કેંદું,“આ મારી જુંગ હે, એંતરે હારુ ઇયે નારી કેંવાહે.” કેંમકે વેયે નર મહી બણાવા મ આવી હીતી. એંતરે હારુ માણસ પુંતાનં આઈ-બા નેં સુંડેંનેં હીની બજ્યેર હાતેં મળેં રેંહે.

1. ૦১. રચના — illustration 15

પરમેશ્વરેં માણસ અનેં બજ્યેર નેં પુંતાના રુપ પરમણે બણાય. અનેં હેંનનેં આશિર્વાદ આલ્યો અનેં કેંદું,“તમું ઘણં બદં સુરં પેદા કરો અનેં આખી ધરતી ભર દો.” પરમેશ્વરેં ભાળ્યુ કે હેંને ઝી કઈ બણાયુ હે વેયુ ઘણુંસ અસલ હે અનેં વેયો ઘણો ખુશ થાયો. આ બદ્દું પરમેશ્વરેં રસના ન સો દાડં મ બણાયુ.

1. ૦১. રચના — illustration 16

ઝર હાતમો દાડો આયો તર પરમેશ્વરેં કામ પૂરુ કર લેંદું હેંતું, એંતરે હારુ હાતમે દાડે હેંને એંનં બદ્દ કામં થી આરમ લેંદો. હેંને હાતમા દાડા નેં આશિર્વાદ આલ્યો અનેં હેંના દાડા નેં પવિત્ર ઠરાયો. કેંમકે એંને દાડે પરમેશ્વરે હેંનં બદ્દ કામં થી આરમ લેંદો. ઈવી રિતી પરમેશ્વરેં દુન્ય અનેં હેંનં મની દરેક વસ્તુ બણાવી.

બાએંબલ ની વારતા ઉત્પતિ 1-2

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).