14. ૧૪. રેણ મેં ભટકણુ
પરમેશ્વર ઓનીજે કરાર જે ભાગ મેં જ કો નીયમ ઉ પારે એડી ઇન્છા રખધા વા ઈ ચેં પોય ઓનીને સીનાઈ ડુંગર છ્ડ્યા. પરમેશ્વર ઓનીકે વચન જો ડેસ જે કનાન ચોવાન્ધો વો એન કોરા ગની વને જો સરુ ક્યા. મેઘસ્થંભ કનાન કોરા અગીયા વેન્ધો વો ને ઉ એન પોઠીઆ વેન્ધા વા.
પરમેશ્વર અભરામ, ઇસાક ને યાકોબ કે વચન ડેના વા કે ઈ ઓનીજે વંસ કે ઉ વચન જો ડેસ ડીન્ધા, પણ હાણે ઓતે ગચ મડે ડેસ જાતીઉ વસધી વઈ. ઓનીકે કનાનીઉ ચેં મેં અચીન્ધા વા. કનાનીઉ પરમેશ્વર કે પુજધા ન વા ને ઓનીજી આગના મનધા ન વા. ઉ ખોટે ઈશ્વર જી પુજા ને બઈ કુડી ચીજું કેન્ધા વા.
પરમેશ્વર એજરાએલીએ કે ચ્યાં, “ આંકે વચન જે ડેસ મેં મડે ક્નાની સે છેટા રોણું. ઓની ભેરી સલા ન કેજા ને ઓની ભેરા વીઆં પણ ન કેજા. આંકે ઓનીજી મડે મુર્તી જો નાસ કેણો. જ આઈ મું જી આગના મેં નઈ રો ત આઈ મું જે ભધલે ઓનીજી મુર્તી જી પુજા કેન્ધા.”
જડે એજરાએલીઉ ક્નાન ડેસ જી હધ તે પુગા, મુસા બારો માડુ કે પસંધક્યા. એજરાએલ જે મડે ગોત્ર મેં નું હકડો. ઈ ઉ માડુએ કે ઉ ડેસ જી બાતમી કઢે લા હલાય કે ઉ ડેસ કન જેડો આય ઉ નેરો. ઓનીકે ક્નાનીએ જી બાતમી કઢે લા ચ્યાં કે ઉ બરુકા આય કે નબરા.
બારો માડુ ચાલી ડી લગી કનાન મેં ફીર્યા ને પોય ઉ પાછા આયા. ઉ એજરાએલીએ કે ચ્યાં, “ ડેસ જી જમીન ખાસી આય ને એનમેં ખાસો મોલ થીન્ધો.” પણ ઓની મેં જા ડો માડુ ચ્યાં કે, “ નગર જજો મજભુત આય ને માડુ જોરાવર આય! પાં એની મથે વાર કેન્ધા ત ઉ ચોક્કસ પાં કે હરાય છડધા ને મારી વેજ્ધા!”
તેર જ કાલેબ ને યહોસુઆ, બ્યા બ માડુ ચ્યાં, “ હી સચો આય કે ક્નાન જા માડુ વડા ને જોરાવર આય, પણ ચોક્કસ પાં એની કે હરાય સક્ધા! પરમેશ્વર પાં લા લડાઈ કેન્ધા!”
પણ માડુ કાલેબ ને યહોસુઆ જો સોણે ન. ઉ મુસા ને ફારુન મથે ખારા થ્યા ને ચ્યાં, “ કોલાય તું અસાંકે હી ખતરનાક જગા તે ગની આયો અયેં? અસ્સીં હતે લડાઈ મેં મરી વેનો ને અસાંજી બાયડીઉ ને છોરા ગુલામ ભને એન કના અસાંકે મીસર મેં જ રોણું ખપધો વો. માડુ મીસર મેં પાછા વેને લા બ્યે અગુએ કે પસંધ કરે લા મંગ્ધા વા.
પરમેશ્વર એન સે બોરા ખારા થ્યા ને મુલાકાત મન્ઢપ મેં આયા. ઈ ચ્યાં, આંઈ મું જી આગના નાય મન્યા એતરે આંઈ મડે રેણ મેં ભટકધા. કાલેબ ને યહોસુઆ સવા, મડે જોકો વી વરે ને એનસે વડો આય ઉ મરધો ને કેની એ વચન જે ડેસ મેં ધાખલ થીન્ધો ન.
જડે માડુ હી સોણે તડે પેન્ઢ કરલ પાપ સે ડોખી થ્યા. ઉ પેન્ઢ જા હથીઆર ખણે ને ક્નાન ડેસ મથે લડાઈ ક્યા. મુસા ઓની કે વને જી નાં ચઈ, કોલાય કે પરમેશ્વર ઓની ભેરા ન વા, પણ ઉ એનજો સોણ્યા ન.
પરમેશ્વર ઓની ભેરા હી લડાઈ મેં વ્યા ન. ને ઉ હારી વ્યા ને ઓનીમે નું ગચ મરી વ્યા. તડે એજરાએલીઉ ક્નાન નું પાછા વર્યા ને ચાલી વરે લગી રેણ મેં ભટકયા.
હી ચાલી વરે જે મેં એજરાએલ જી પેરજા રેણ મેં ભટક્યા ઉ ટેમ પરમેશ્વર ઓનીકે ખાધે જો પુરો ક્યા. ઈ ઓનીકે માની જોકો માન્ના ચોવાયતી ઉ ડેના. ઈ લાવરી (જોકો નન્ઢી ચકલી જેડો પંખી વેતો) ઓનીજે તમ્ભુ વટે ગની આયા જેસે ઉ માંસ ખાઈ સકે. હી ટેમ પરમેશ્વર ઓનીજા લૂગડાં ને જોડા ગસાઈ ન વને એડોં ક્યા.
પરમેશ્વર ઓનીલા ચમત્કાર ક્યા કે ઉ ડુંગર મેં નું પાણી ડના. પણ ઈ મડે હુંણે છતાં, એજરાએલ જી પેરજા પરમેશ્વર ને મુસા સામા કચકચ ક્યા. ત પણ પરમેશ્વર અભરામ, ઇસાક ને યાકોબ ભેરે પેન્ઢ જે વચન લા કાયમ રયા.
બઈ ફેરા જડે એની વટે પાણી ન વો, પરમેશ્વર મુસા કે ચ્યાં, “ડુંગર કે ચોં પાણી બારા અચીન્ધો.” પણ મુસા મણી સામા પરમેશ્વર જી આગના મને ન ને ડુંગર કે ચેં જે ભધલે ઈ બ ફેરા ડુંગર તે લઠ હણે. મણી લોક લા ડુંગર મેં નું પાણી નકરી આયો. પણ પરમેશ્વર મુસા મથે ખારા થ્યા ને ચ્યાં, “તું વચન જે ડેસ મેં વેને ન.”
ચાલી વરે લગી એજરાએલીઉ રેણ મેં ભટકે તે પોય ઉ મડે જોકો પરમેશ્વર જી આગના ન મન્યા મડે મરી વ્યા. તે પોય પરમેશ્વર એજરાએલીએ કે વચન જે ડેસ જી હધ તે ગની આયા. મુસા હાણે ગચ ગેઢો થઇ વ્યો વો, એતરે પરમેશ્વર યહોસુઆ કે એજરાએલી કે અગીયા ગની વને લા ને એનજી મધધ કરે લા પસંધ ક્યા. પરમેશ્વર મુસા કે વચન ડેના વા કે હકડો ડી ઈ મુસા જેડો પરબોધક હલાઈન્ધા.
તડે પરમેશ્વર મુસા કે ચ્યાં કે તું ડુંગર જી ચુંટી મથે અચ જેસે તું વચન જો ડેસ નેરી સકે. મુસા વચન જો ડેસ નેરે, પણ પરમેશ્વર એનકે એનમેં ધાખલ થે જી રજા ડેના ન. તડે મુસા મરી વ્યો ને એજરાએલ જી પરજા ત્રી ડી લગી એન લા સોક ક્યા. યહોસુઆ ઓનીજો નયો આગેવાન ભન્યો. યહોસુઆ ખાસો આગેવાન વો કોલાય કે ઈ પરમેશ્વર જી આગના માન્ધો વો.
બાઈબલ જી વારતા નીરગમન ૧૬-૧૭, ગણના ૧૦-૧૪, ૨૦ :૨૭, પુનરનીયમ ૩૪
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).