15. ૧૫. વચન જો ડેસ
પોય, ટાણો અચી પુગો કે એજરાએલીઉ વચન જે ડેસ ક્નાન મેં ધાખલ થીએ, યહોસુઆ યરીખો સે જોકો મજભુત ભેંત સે સલામત વો એન મેં બ જાસુસ હલાય. સેર મેં રાહાબ નાલે જી હકડી વેસ્યા રોન્ધી વઈ ઈ જાસુસે કે પેન્ઢ જે ઘર મેં લકાય છડે ને એન પોય ઓનીકે ઓતે નું ભગી છોટે મેં મધધ કેઈ. ઈ એડો કેઈ કોલાય કે ઈ પરમેશ્વર મથે વેસ્વાસ કેન્ધી વઈ. ઓનીને રાહાબ ને એનજે કોટમ કે જડે ઉ યરીખો જો નાસ કેન્ધા તડે ભચાય કરે જો વચન ડેના
એજરાએલીએ કે વચન જે દેસ મેં ધાખલ થે લા યર્ધન નદી પાર કરેજી વઈ, પરમેશ્વર યહોસુઆ કે ચ્યાં,“યાજકે કે મણી નું મોર વને લા ડયો.” જડે યાજક પેન્ઢ જા પગ યર્ધન નદી મેં રખ્યા કે ડખણ કોરે જો પાણી વોડે જો ભન્ધ થઈ વ્યો ને એતરે એજરાએલીઉ નદી જી બઈ કોરા સોકી ભૂમિ મેં પોગી વ્યા.
યર્ધન નદી પાર કરે પોય, પરમેશ્વર યહોસુઆ કે વતાયા કે બરુકે યરીખો સેર મથે કેડી રીતા હુમલો કરેજો. માડુ પરમેશ્વર જી આગના મને. જીં પરમેશ્વર ઓનીકે કરેજો ચ્યાં વા, સપાઈ ને યાજક યરીખો સેર જે ચોફેર છ ડી મેં હ્કીયાર હીં છ ડી ફીર્યા
તડે સતમે ડી, એજરાએલીઉ સેર ચોફેર સત ફેરા ચક્કર લગાયા. જડે ઉ સેર જો છેલો ચક્કર લગાય રયા વા તડે, જડે યાજક રણસીન્ગડો વજાયા ને સપાઈ વડે સડ સે રાડ વેધા.
તડે યરીખો જી ધીવાલ છણી પઈ! એજરાએલીએ કે પરમેશ્વર જીં આગના ક્યાં વા તીં સેર મેં જા મણી જો નાસ ક્યા. એની ને રાહાબ ને એનજે કોટમ કે છડી ડેના. જ કો એજરાએલ જો ભાગ ભન્યો. જડે બઈ પેરજા જ કો કનાન મેં રોન્ધી વઈ ઉ જડે સોણે કે એજરાએલીઉ યરીખો સેર જો નાસ ક્યા આય તડે ઓની કે ધ્રા લગી કે એજરાએલીઉ ઓની મથે પણ હુમલો કેન્ધા.
પરમેશ્વર એજરાએલીએ કે આગના ડેના વા કે ઓની કે ક્નાન મેં કો પણ પેરજા ભેરો સલા સંપ કેણો ન. પણ કનાની જી હકડી પેરજા, જેં કે ગીબયોની ચેં મેં અચીંધા વા ઉ યહોસુઆ કે ખોટો ચ્યાં કે ઉ કનાન સે ગચ છેટા રેતા. ઓની ને યહોસુઆ કે સલા સંપ કરેજો ચ્યાં
યહોસુઆ અથવા ત એજરાએલીએ મેં નું કો પણ પરમેશ્વર કે પુછા ન ક્યા કે ગીબયોનીઉ કતે જા આય. એતરે યહોસુઆ ઓની ભેરો સાંતી જો કરાર કેં. એજરાએલીએ કે ખભર પઈ કે ગીબયોનીઉ એની કે ઠગી વ્યા આય તડે ઉ બોરા ખારા થઈ વ્યા, પણ ઉ એની ભેરા સાંતી જા કરાર રખ્યા, કોલાય કે ઈ પરમેશ્વર સામા વચન ડેના વા. થોરેક ટેમ પોય, કનાન ડેસ જી બઈ જાતી અમોરીઉ સોણ્યા કે ગીબયોનીઉ એજરાએલ ભેરી સલા કેઈ આય, એતરે ઉ પેન્ઢ જો લસ્કર ભેરો ક્યા ને ગીબયોન મથે હુમલો ક્યાં. ગીબયોની યહોસુઆ મથે મધધ લા નીઆપો હલાયા.
એતરે યહોસુઆ એજરાએલ જો લસ્કર ભેરો કેં ઉ ગીબયોન પોગે લા સજી રાત મુસાફરી ક્યા . વેલી ઓગે જો ઓની ને અમોરી લસ્કર કે નવાઈ લગે એડો હુમલો ક્યાં
ઉ ડી પરમેશ્વર એજરાએલ લા લડાઈ ક્યા. એની ને અમોરી એ કે હેરાણ કઈ છ્ડ્યા ને એની ને વડા કરા હલાયા જેસે ગચ મડે અમોરી મરી વ્યા.
પરમેશ્વર સુરજ કે પણ આકાસ મેં હકડે ઠેકાણે તે રોકી છ્ડ્યા,જેસે એજરાએલી વટે અમોરીએ કે હરાય જો પુરતો ટેમ વે. ઉ ડી પરમેશ્વર એજરાએલીએ લા વડી ખટ ખણી આયા.
પરમેશ્વર ઉ લસ્કર કે હરાય પોય, કનાન જી બઈ પેરજા પણ ભેરી થઈ ને એજરાએલ મથે હુમલો કરે લા લગી. યહોસુઆ ને એજરાએલીઉ ઓની મથે હુમલો ક્યા ને ઓની જો નાસ ક્યા.
હી લડાઈ પોય, પરમેશ્વર એજરાએલ જે મડે ગોત્ર કે વચન જે ડેસ મેં પેન્ઢ જો ભાગ ડેના. તે પોય એજરાએલ જી હધ મેં સાંતી ક્યા.
જડે યહોસુઆ ગેઢો થ્યો તડે ઈ એજરાએલ જી સજી પેરજા કે ભેરા કેઈ. તડે યહોસુઆ પરમેશ્વર સીનાઈ મેં એની જે કરાર કે મનેજી જ કો સરત ક્યા વા ઉ યાધ કરાય. માડુ પરમેશ્વર કે વફાધાર રેજો ને એની જે નીયમ કે મને જો વચન ડેના.
બાઈબલજી વારતા યહોસુઆ ૧-૨૪
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).