16. ૧૬. છડાય વારો

16. ૧૬. છડાય વારો — illustration 1

યહોસુઆ જી મોત પોય એજરાએલીઉ યહોવા જી આગના મનધા ન વા, ને ઓનીને ભાકી રઈ વ્યા વા ઉ કનાની એ કે કઢી છડ્યા ન અથવા ત પરમેશ્વર જે નીયમ જો પાલન ક્યા ન.એજરાએલીઉ સચે પરમેશ્વર કે ભજે જે ભધલે ક્નાન જે દેવતા એ જી પુજા ક્યા. એજરાએલીએ મેં રાજા ન વો, એતરે મડે એની કે ઠીક લગે એડો કેન્ધો વો.

16. ૧૬. છડાય વારો — illustration 2

એજરાએલી પરમેશ્વર જી આગના પારયા ન એતરે ઈ એની જે ધોસ્મણે કે ઓની મથે ખટ ડેરાયા ને ઓની કે સજા ક્યા. હી ધોસ્મણ એજરાએલીએ જી ચીજું ચોરી વેન્ધા વા ને એની જી મેલ્કત જો નાસ કેન્ધા વા ને ગચ મડે કે હણી લાથા વા. ગચ મડે વરે સુધી પરમેશ્વર જી આગના ન મને સે ઉ ઓની જે ધોસ્મણ જે ધભાણ મેં રયા ને પોય એજરાએલીઉ પસ્તાવો ક્યા ને એની જે છોટકારે લા પરમેશ્વર કે વીનતી ક્યા.

16. ૧૬. છડાય વારો — illustration 3

તડે પરમેશ્વર ઓની કે ધોસ્મણ જે હથ મેં નું ભચાય લા છડાય વારો હલાય ડેના ને એની જે ડેસ મેં સાંતી ગની આયા. પણ તે પોય માડું પરમેશ્વર કે પાછા ભોલી વ્યા ને વરી મુરતીપુજા કરે લા લગા. એતરે પરમેશ્વર મીધાનીએ કે એની મથે ખણી આયા ઉ એન કે હરાય છડે.

16. ૧૬. છડાય વારો — illustration 4

મીધાનીઉ એજરાએલી જો મડે મોલ સત વરે સુધી ખણી વ્યા. એજરાએલીઉ બોરા ધ્રેજી વ્યા વા ઉ ગોફા મેં લકાઇ રોન્ધા વા જેસે મીધાનીઉ એની કે ગોતી સકે ન. છેલે ભાકી ઉ છોટકારે જે લા પરમેશ્વર કે વીનતી ક્યા.

16. ૧૬. છડાય વારો — illustration 5

હેકડો ડી ગીડીઅન નાલે જો હેકડો એજરાએલી માડુ લકી ને ઘેંઉ સાફ કેન્ધો વો જેસે મીધાનીઉ એન કે ચોરી ન વેને. તડે પરમેશ્વર જો ડુત અચી ને એન કે ચેં, “હે પરાક્રમી સુરવીર, પરમેશ્વર તો ભેરા આય. વન ને એજરાએલીએ કે મીધાનીએ જે હથ મેં નું છડાય.”

16. ૧૬. છડાય વારો — illustration 6

ગીડીઅન જે પે વટે હેકડી વેદી વઈ જ કો મુરતી સે ભરેલી વઈ. પરમેશ્વર ગીડીઅન કે ચ્યાં કે ઈ વેદી કે ચીરી વજે. પણ ગીડીઅન કે માડુંએ જી ધ્રા લગી ને રાત થે જી વાટ નેરે. એન પોય ઈ વેદી કે જોરી વેધે ને એન જા ટોકર કેઈ છડે. ઈ ઉ જગા જી ભાજુ મેં જતે મુરતી કે અરપણ ચડાય મેં અચીન્ધો વો ઓતે ઈ નઈ વેદી ભનાય.

16. ૧૬. છડાય વારો — illustration 7

બ્યે ડી માડુ ડેઠા કે કોક વેદી કે જોરી વેધે આય ને એન જો નાસ કેઈ છડે આય તડે ઉ બોરા ખારા થઈ વ્યા. ઉ ગીડીઅન જે ઘરે એન કે હણી લાથે લા વ્યા, પણ ગીડીઅન જો પે ઓની કે ચેં, “કોલાય આંઈ આંજે ઈશ્વર કે ભચાય જી કોસીસ ક્યોતા? જ ઈ પરમેશ્વર આય ત એન કે પેન્ઢ જી રક્સા કરે લા ડયો.” ઈ એડો ચેં એતરે માડું ગીડીઅન કે મારી વેધા ન.

16. ૧૬. છડાય વારો — illustration 8

તે પોય વરી મીધાનીઉ એજરાએલીએ કે લુંટે લા પાછા આયા. ઉ એતરા મડે વા કે જેં કે લેખી ન સકાજે. ગીડીઅન એજરાએલીએ કે એની જી સામે લડે લા ભેરા ક્યા. ગીડીઅન પરમેશ્વર કે બ એંધાણી ડેને લા ચેં જેસે ખાતરી થીએ કે પરમેશ્વર એનજો એજરાએલીએ જો ભચાવ કરે લા ઉપયોગ કેન્ધા.

16. ૧૬. છડાય વારો — illustration 9

પેલી એંધાણી, ગીડીઅન કપડો ખણી ને એન કે બારા પટ તે રખે ને પરમેશ્વર કે ચેં કે સુભુ જો હી કપડે મથે માક પે ને પટ તે ન. પરમેશ્વર એડો ક્યા. બઈ રાત, ઈ પરમેશ્વર કે ચેં કે પટ પોસી પે પણ કપડો ન. ને પરમેશ્વર હી પણ ક્યા. હી બ એંધાણી સે ગીડીઅન કે ખાતરી થઈ કે પરમેશ્વર એજરાએલીએ કે મીધાનીએ જે હથ મેં નું ભચાય લા મંગેતા

16. ૧૬. છડાય વારો — illustration 10

૩૨૦૦૦ એજરાએલી સીપાઈ ગીડીઅન વટે આયા, પણ પરમેશ્વર એન કે ચ્યાં ઉ ગચ મડે આય. એતરે ગીડીઅન ૨૨૦૦૦ માડુ જ કો લડાઈ સે ધેરજધા વા ઓની કે પાછા ઘરે હલાય ડેને. પરમેશ્વર ગીડીઅન કે ચ્યાં અયાં પણ માડુ જજા આય. એતરે ગીડીઅન ૩૦૦ સીપાઈ સવા મડે કે પાછા ઘરે હલાય ડેને.

16. ૧૬. છડાય વારો — illustration 11

ઉ રાત પરમેશ્વર ગીડીઅન કે ચ્યાં, “હેઠા મીધાનીએ જી છાવણી મેં વેન ને જડે તું ઉ જ કો ચેં ઉ સોણી ને ધ્રેજી જ ન.” એતરે ઉ રાત જો ગીડીઅન છાવણી મેં વ્યો ને હકડે મીધાની સીપાઈ કે એન કે ભાઈબંધ કે ઈ જ કો સોણો ડેઠો વો એન વીસે ચોન્ધે સોયે. ઉ માડું જો ભાઈબંધ ચેં, “હી સોણે જો અરથ આય કે ગીડીઅન જો લસ્કર મીધાની જે લસ્કર કે હરાઈન્ધો!” જડે ગીડીઅન હી સોયે તડે ઈ પરમેશ્વર જી સ્તુતી કેં.

16. ૧૬. છડાય વારો — illustration 12

તે પોય ઈ પેન્ઢ જે સીપાઈએ વટે પાછો વ્યો ને ઓની કે ઈ રણસેંગડો, મટી જા માટલા ને ડીઆ ડેને. ઉ મીધાની સીપાઈ જતે સોતા વા ઉ છાવણી કે ગેરી ગેણા. ગીડીઅન જે ૩૦૦ સીપાઈ વટે ગડે મેં ડીઆ વા જેસે મીધાનીઉ એની જે ડીએ જો ઊજાસ નેરી સક્યા ન.

16. ૧૬. છડાય વારો — illustration 13

તડે ગીડીઅન જા સીપાઈ હકડે ભેરા માટલા તોડી વેધા ને અચાનક ડીએ જો ઓજાસ ચમકે લા લગો. ઓની ને પેન્ઢ જો રણસેંગડો ફુંકે લા લગા ને વડો અવાજ ક્યા “યહોવા જી ને ગીડીઅન જી તરાર!”

16. ૧૬. છડાય વારો — illustration 14

પરમેશ્વર મીધાનીએ કે મોંજી છડયા, એતરે ઉ હકડે બ્યે કે હણી લાથે લા ને હુમલો કરે જી સરુઆત કેઈ ડેના. તેરઈ મેં ભાકી જા એજરાએલીએ કે એની જે ઘરે મેં નું હકલ કરે મેં આવઈ જેસે ઉ મીધાનીએ જી પોઠીઆ પે. ઓની ને એની મેં જા ગચ મડે કે હણી લાથા ને ભચી વ્યા ઓની કે એજરાએલીએ જે મોલક મેં નું ભગાય છડ્યા ને ઓની જી પોઠીઆ પ્યા. ૧૨૦,૦૦૦ મીધાનીઉ ઉ ડી મરી વ્યા. પરમેશ્વર એજરાએલીએ કે ભચાયા.

16. ૧૬. છડાય વારો — illustration 15

માડુ ગીડીઅન કે એની જો રાજા ભનાય લા મંગધા વા. ગીડીઅન ઓની કે એડો કરે લા ડેને ન, પણ ઈ એની કે સોન જા જકો કડા ઉ મીધાનીઉ વટે નું ગની ગેન્યા વા ઉ ગની અચે લા ચેં. માડું ગીડીઅન કે ચીકાર સોન ડેના.

16. ૧૬. છડાય વારો — illustration 16

તડે ગીડીઅન ઉ સોન જો ઉપયોગ ખાસ પેરકાર જા લુગડા કે જકો મુખ્ય યાજક પેરે તા ઉ ભનાય મેં કેં. પણ માડું એન કે મુરતી વારે પુજા કરે જો સરુ ક્યા. એતરે પરમેશ્વર વરી એજરાએલીએ કે સજા ક્યા કોલાય કે ઉ મુરતી જી પુજા કેન્ધા વા. પરમેશ્વર ઓની જે ધોસ્મણે કે ઓની કે હરાય જી રજા ડેના. ને છેલે ભાકી ઉ વરી પરમેશ્વર જી મધધ મંગે ને પરમેશ્વર એની કે છડાયવારે રીતા બ્યે કોક કે હલાય ડેના.

16. ૧૬. છડાય વારો — illustration 17

હી ગાલ ગડી ગડી થીન્ધી રઈ. એજરાએલીઉ પાપ કેન્ધા વા, પરમેશ્વર ઓની કે સજા કેન્ધા વા, ઉ પસ્તાવો કેન્ધા વા ને પરમેશ્વર ઓની કે છડાય વારો હલાઇન્ધા વા. ગચ મદે વરે સુધી, પરમેશ્વર એજરાએલીએ કે એની જે ધોસ્મણે જે હથ મેં નું છડાય લા છડાયવારો હલાય ડેના.

16. ૧૬. છડાય વારો — illustration 18

છેલી ભાકી ઉ પરમેશ્વર વટે રાજા મંગે જીં બ્યે ડેસ વટે વા તીં. ઈ ઉંચો ને મજભુત રાજા મંગધા વા જકો એની કે લડાઈ મેં આગેવાની ડીએ. પરમેશ્વર કે એની જી હી વીનતી પસંધ ન આવઈ, પણ ઉ જીં રાજા મંગ્યા વા તીં ઈ એની કે રાજા ડેના

બાઈબલ જી વારતા ન્યાયાધીસો ૧-૩:૬-૮

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).