32. ૩૨. ઈસુ ભુતળું સોહટેલા માંણેહને ને માંદલી બયેરને વરુ કરે
એક દાહળે ઈસુ ને તીનાના પૂઠેર્યા હુળીમાં બહીકને દરિયાની પેલી પાહ એક વિસ્તારમાં જયા. સાહાં ગદરાનીના માણહુ રહતલાં.
દેર ચે દરિયાની પેલી પાહ પોહત્યા તેર એક ભુતળો સોહટેલો માણેહ રપટીને તીનુ પાહે આયો.
હિયુ માણેહ એતરો તાકેતવાલો હોતો કી કોઈ તીનાને કાબુમાં લાવી ની હકતલુ. માણહુ તીનાને હાથે ને પોગે સાકેલે હોદે બાંનતલાં. પુન ચુ તીનુને તોડી નાખતલો.
ચુ માણેહ તીના વિસ્તારની કબેરેમાં રહતલો. ચુ માણેહ રાત દાહળો આયળ્યા કરતલો. ચુ સાખલાં ની પેહેરતલો. સપોળાથી પોતાને સુનતલો.
ચુ માણેહ ઈસુ પાહે આયો તેર તીના અગોલ ઘુટણે પડી જયો. ઈસુ તીના ભુતળાને કહયુ “ ઈના માણેહમાંથો નીકેલ.”
ભુતળો સોહટેલો માણેહ જોરથી આયળ્યો “મોટા ઈસવરના પોર્યા ઈસુ તુ માહરી પાહેથો કો ધારે? દિયા કરીકને મને વેલ્હા ની પાળવા.” ઈસુ ભુતળાને પુસ્યુ “તાહરુ નામ કો?” ચુ કહયુ “માહરુ નામ લહકેર સે. કાહા કી હમુ ઘણા બધા સે.” (લહકેરમાં હજારે ધગળાં રેહે.)
ભુતળો ઈસુને કાલાવાલા કરી કી “દિયા કરીકને હમુને ઈના વિસ્તારમાંથા ની કાઢવા.” સાહાં થળુમ ડુંગોર પોર ભુંડળાંનુ એક ટોળું સરતલુ. તીને ભુતળાં ઈસુને કાલાવાલા કરી કી “હમુને ભુંડળાંના ટોળામાં મોકલી દે.” ઈસુ કહયુ “ જોવ.”
ભુતળાં તીના માણેહમાંથા નીકલીકને ભુડળામાં ભરાય જયાં. ભુડળાં ડુંગોર પોરથાં નીસાં રપટીક આયાં ને દરિયામાં ડુબાય જયાં. તીના ટોળામાં લગભગ ૨000 ભુડળા હોતાં.
જયે ભુંડળાંની ભાલદેખ કરતલા ચે જયું હોય જયુ ચું બધુ ભાલ્યુ. ચે હેહેરમાં જયા ને જયે ભેગાયા તીનુને ઈસુ કર્યુ ચું કહી દેધુ. પસેણ માણહું હેહેરમાંથા આવીકને ભુતળો સોહટેલો માણેહને ભાલ્યો. ચુ માણેહ સાખલાં પેહરીકને સાનતીથી બહી રહલો ને એક વારલા માણેહ જેહલો વેવાર કરતલો.
માણહું ઘણાં બીહણી જયા ને ઈસુને સાહાંથો જતો રહવા કહયુ. તીને ઈસુ હુડીમાં બહયો ને જવાની તીયારી કરી. જીના માણેહમાં પેહલો ભુતળો હોતો ચુ માણેહ ઈસુ ભેગો જવા કાલાવાલા કરી.
પુન ઈસુ તીનાને કહયુ “ની તુ ઘોર જા ને ઈસવર તાહરી લેધે કર્યું ચે વાત તાહરા ભાયબંધુને ને કુટુમને કેહ કી ચુ કકીહીં તાહરી પોર દિયા કરી.”
ચુ માણેહ સાહાંથો જતો રહયો ને ઈસુ તીના લેધે જયુ કામ કર્યું ચુ બધાને કહી દેધુ. જયેં તીનાની વાત હાંમલી ચેં વિચાર કરતાં હોય જયાં.
ઈસુ દરિયાની પેલી પાહ જયો તેર સાહાં એક મોટું ટોળું તીનાની ચારેમેર ભેગુ વલ્યુ ને તીના પોર પડાપડી કરતલુ. ટોળામાં એક બયેર હોતી. તીનીને બાર વરેહથી પખાલો હોતો. ચે દાક્તરને ઘણા પચ્ચા ખરસી નાસ્યા કી ચે વારુ હોય જાય પુન તીનીની હાલેત વધાર ખરાબ હોય જેય.
ચે હાંમેલલુ કી ઈસુ ઘણાં માંદલાં માણહુંને વારુ કર્યાં ને ચે વિચાર્યું “મને ભરહો સે કી મે તીનાના સાખલાંને અડેહ તે મે હોદે વારુ હોય જાહ.” તીને ચે ઈસુ પસોલ આવીકને સાખલાંને અડી. ચે હહીં કર્યું તેર પખાલો મટી જયો.
ઈસુ તરેત જાણી લેધુ કી તીનામાંથી તાકેત નીકલી. તીને ચુ પાસો ફિરીકને ભાલ્યુ ને પુસ્યુ “મને કોઈ અડકયુ?”
પુઠેર્યા જપાબ આપ્યો “તાહરી ચારેમેર ઘણાં માણહું સે ને કાહા પુસે કી મને કોઈ હાથ લગાળ્યો. “ ચે બીહતી ને થથરતી ઈસુ અગોલ ઘુટણે પડી. પસેણ ચે તીનાને કહી દેધુ કી ચે કર્યું ને ચે વારુ હોય જેય. ઈસુ તીનીને કહયુ “તાહરો ભરહો તને વારુ કરી. શાંતિથી જા.”
બાઈબલનો વાતરો.-માથી ૮ : ૨૮-૩૪ , ૯ : ૨૦-૨૨ , માર્ક ૫ : ૧-૨૦ ,, લુક ૮ : ૨૬-૨૯, ૮ : ૪૨-૪૮
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).