31. ૩૧. ઈસુ પાણી પોર સાલે

31. ૩૧. ઈસુ પાણી પોર સાલે — illustration 1

ઈસુ માણહુંને વલાવતલો તેર ચુ પૂઠેર્યા હુળીમાં બહીકને દરિયાની પેલી પાહ જવા કહયુ પસેણ ઈસુ પ્રાર્થના કરવા ડુંગોર પોર એખલો જયો.સાહાં ઈસુ એતરોદ હોતો ને મોડી રાત લગી પ્રાર્થના કરી.

31. ૩૧. ઈસુ પાણી પોર સાલે — illustration 2

તીની ટેમે પૂઠેર્યા પોતાની હુડીને હલેસા મારતલા પુન ચે મોડી રાત લગી હજુ દરિયાની વસમાં હોતા. ચે ઘણી વેલ્હા કરીકને હુળીને હલેસા મારતલા. કાહા કી વાય તીનુની હામ્બો હોતો.

31. ૩૧. ઈસુ પાણી પોર સાલે — illustration 3

ઈસુ પોતાની પ્રાર્થના પુરી કરીકને પૂઠેર્યા પાહે આયો. ચુ પાણી પોર સાલીકને તીનુની હુળી ઘમી આયો.

31. ૩૧. ઈસુ પાણી પોર સાલે — illustration 4

પૂઠેર્યા ઈસુને ભાલ્યો તેર ગભરાઈ જયા કાહા કી ચે વિચાર્યું કી ચુ ભુતળો હોયો. ઈસુ જાણી જયો કી ચે ગભરાઈ જયા તીને ઈસુ આયળીકને કહયુ "બીહવા ની મે હોયો."

31. ૩૧. ઈસુ પાણી પોર સાલે — illustration 5

તેર પિતર ઈસુને કહયુ “એ પ્રભુ, તુ હોય તે મને હૂકમ કર. મે પાણી પોર સાલીકને તાહરી પાહે આવુ?" ઈસુ પિતરને કહયુ “ આવ."

31. ૩૧. ઈસુ પાણી પોર સાલે — illustration 6

પિતર હુળી પોરથો ઉતરીકને ઈસુ પાહે જવા પાણી પોર સાલ્યો પુન થોલીક વાર પસેણ ચુ ઈસુ પોર નજેર ની રાખી ને સોલ ઘમી ભાલ્યુ.

31. ૩૧. ઈસુ પાણી પોર સાલે — illustration 7

તેર પિતર ગભરાઈ જયો ને પાણીમાં ડુબવા લાગ્યો. ચુ આયળ્યો “પ્રભુ મને બસાવ.” ઈસુ તરેત હાથ લાંબો કરીકને ધરી લેધો. ચુ પિતરને કહયુ “એ ભરહા વગેરના તુ ડગમગ કાહા કર્યું.?”

31. ૩૧. ઈસુ પાણી પોર સાલે — illustration 8

દેર પિતર ને ઈસુ હુળીમાં આયા ને તરેત વાય બંધ હોય જયો ને પાણી ટાઢુ પડી જયુ. પૂઠેર્યા વિચાર કરતાં હોય જયા. ચે ઈસુની આરાધના કરી ને કહયુ “હાસુદ તુ ઈસવરનો પોર્યો સે.”

બાઈબલનો વાતરો.-માથી ૧૪ : ૨૨-૩૩ , માર્ક ૬ : ૪૫-૫૨, યોહન ૬ : ૧૬-૨૧

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).