40. ૪૦. ઈસુને કુરોસ પોર ટાંગી દેવામાં આયો

40. ૪૦. ઈસુને કુરોસ પોર ટાંગી દેવામાં આયો — illustration 1

ઈસુને વિતાળ્યા પસેણ, ધગળા તિનાને કુરોસ પોર ટાંગવા સેટા લીજયા.ચે ઈસુ પાહે જિના પોર ઈસુને મારવાના હોતા ચુ કુરોસ હકલાડ્યો.

40. ૪૦. ઈસુને કુરોસ પોર ટાંગી દેવામાં આયો — illustration 2

ધગળા ઈસુને “ખોપરી“ નામની જગાએ લીજયા ને ચે તિનાના હાથુ ને પોગુને કુરોસ પોર ખિલા ઠોકીકને ટાંગી દેધો.તે હોદે ઈસુ કહયુ,“ હે બાહ તિનુને માફ કર, કાહા કી ચે કો કરે ચુ ની જાણતા,પિલાત હુકેમ કર્યો કી તિનાના મુડા પોર “ યહૂદીયોનો રાજો“ લખલુ,ગુનો માથે પાળલુ લગાળે.

40. ૪૦. ઈસુને કુરોસ પોર ટાંગી દેવામાં આયો — illustration 3

ધગળા ઈસુના સાખલા લેધે સીઠયુ ઉસાલે. જેર ચે એહલુ કર્યુ તેર ઈયે વાત પુરી હોવી:“ચે માહા ને માહા માહરા સાખલા ભાગ કરી લેધા, ને માહરા ઝંબ્બા લેધે ચે સીઠયુ ઉચાલી.“

40. ૪૦. ઈસુને કુરોસ પોર ટાંગી દેવામાં આયો — illustration 4

ઈસુને બે સોરટાની વસમાં કુરોસ પોર ટાંગી દેધો.તિનામનો એક સાળી કરતલો, પુન બીજો કહયુ,“કો તુ ઈસવરથો હોદે ની બીહતો ? આપણુ તે ગુનહાવાલા હોયા, પુન ઈયુ માણેહ ગુનહા વગેરનો હોયો.પસી ચુ ઈસુને કહયુ,“ દિયા કરિકને,તહુ તોહરા રાજમાં આવો તેર મને યાદ કરજી. ઈસુ તિનાને જપાબ આપ્યો,“આજે તુ માહરી હાંતે પારાદેહમાં હોવહી.“

40. ૪૦. ઈસુને કુરોસ પોર ટાંગી દેવામાં આયો — illustration 5

યહુદી પુજારા ને બીજા માણહુ જે ટોલામાં હોતા ચે ઈસુને વિતાળતલા.ને ચે ઈસુને કહયુ,“ દેખ તુ ઈસવરનો પોર્યો હોય તે કુરોસ પોરથો ઉતરી આવ ને તુ આફાને બસાવ. પછી હમુ તાર પોર ભરહો કરહુ.“

40. ૪૦. ઈસુને કુરોસ પોર ટાંગી દેવામાં આયો — illustration 6

તેર બહપોરની ટેમે બધે અંધારુ હોય જેલુ. બહપોરથી 3.00 વાજ્યે લગી અંધારુ રિયુ.

40. ૪૦. ઈસુને કુરોસ પોર ટાંગી દેવામાં આયો — illustration 7

ઈસુ જોરથી આયળીકને કહયુ," બધુ પુરુ હોય જયુ,"હે બાહ મેં માહરો આત્મા તાહરા હાથમાં હોપુ. તેર ચુ મુડુ નમાવીકને આફાનો જીવ સોડી દેધો. જેર ચુ મરી જેલો તેર એક ધરતીકંમ હોયો. મંદિરનો મોટો પડધો કી જે માણહુ ઈસવરની હાજરીથી અલેગ કરતલો ચુ ઉપોરથી નીચે બે ભાગ હોય જયો.

40. ૪૦. ઈસુને કુરોસ પોર ટાંગી દેવામાં આયો — illustration 8

આફાના મરેણથી ઈસુ માણહુને ઈસવર પાહે આવા લેધે રોહો ઉઘળી દેધો. જે ધગળો ઈસુની રખવાલી કરતલો ચુ બધુ ભાલ્યુ ને કહયુ, “હાસુદ ચુ ગુનાવગેરનો ને ઈસવરનો પોર્યો હોતો."

40. ૪૦. ઈસુને કુરોસ પોર ટાંગી દેવામાં આયો — illustration 9

તેર યૂસફ ને નીકોદેમસ નામના બે યહૂદીયો કી ચે ભરહો કરતલા કી ઈસુદ ખ્રિસ્ત હોયો, ચુ પિલાત પાહે ઈસુની લાસ માંગી. ને ચે તિનાની લાસ સાખલાથી વિટાળીકને ભીગ બણાયકને કબરમાં રાખ્યુ.પસેણ ચે કબેર બંધ કરવા કરીકને એક મોટલો સપરોહળો ગવળાય દેધો.

બાયબલનો એક વાતરો: માથ્થી 27:27-61; માર્ક 15:16-47; લૂક 23:26-56; યોહાન 19:17-42

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).