10. ૧૦. દહ મરકી
મૂસા ને હારુન, ફારુન પાંહીં પહોંચા ને તિણાહાય ક ય કા, “ઈઝ્રાયલીહીય દેવ કતો હા કા, મારે માણાહાય જાવા દે!”ફારુને તિણાહાય ઉનાય્અ કાઈની. ઈઝ્રાયલીહીય છોડવાણે બદલે તીયે તિણે પાંહાય વદારે ફારી મજુરી કરાવી.
ફારુન માણાહાય જાવા દેણે નકારતો રયો એટલે દેવે મિસર પાહાય દહ ભયંકર મરકી મોકની. એ બદી મરકીથી દેવ ફારુનણે દેખાયળ્અ કા તો ફારુન કરતા ને મિસરને બદા દેવાહાય કરતા વદારે શક્તિશાળી હા.
દેવે નાઈલ નદીણે નોઈમાં ફેરવી દેદી, ફણ તહવ બી ફારુને ઈઝ્રાયલીહીય જાવા ની દેદે.
દેવે આખા મિસર પાહાય દેડકા મૂકીન્ના. ફારુને મૂસાણે દેડકા દૂર કરવાણી વિનતી કદી. બદા દેડકા મરી ગયા પૂઠી બી ફારુને પોતાણે હદય કઠાણ રાખ્શ ને ઈઝ્રાયલીહીય મિસરમાંથી જાવા ની દેદે.
એટલે દેવે જૂવડાહીંય મરકી મૂકીન્ની. તિયાપૂઠી માખળાહાંય મરકી મૂકીન્ની. ફારુને મૂસા ને હારુનણે હાદીને ક ય કા, “જો તુમે એ મરકીહીંય રોકાહા તીયા હાઈ ઈઝ્રાયલીહીય મિસરામાંથી જાવા દેહી.”જીયા મૂસાએ પ્રાર્થના કદી તીયા દેવે મિસરમાંથી માખળાહાય દૂર કદે. ફણ ફારુને પોતાણે હદય હઠીલ્અ કદ્અ, ને માણાહાય જાવા કાયની દેદે.
તિયાપૂઠી દેવે મિસરીહીંય બદે ડોબાહાંય માંદે પાયળે ને તી મરને લાગે. ફણ ફારુનણે હદય હઠીલ્અ બંન્ન ને તીયે ઈઝ્રાયલીહીય જાવા કાયની દેદે.
તીયા દેવે મૂસાણે ફારુન આગાલ હવામાં ભૂંબરો ઉડાળણે ક ય. જીયા તીયે તેહે કદ્અ તીયા મિસરીહીંય પાર દુ:ખદાયક ગુંમડા ઊબરી આવા, ફણ ઈઝ્રાયલીહીંય કાઈની હોવ્અ. દેવે ફારુનણે હૃદય હઠીલ્અ કદ્અ ને ફારુને ઈઝ્રાયલીહીંય જાવા કાયની દેદે.
તિયાપૂઠી દેવે કરા મૂકીન્ના, જિયાથી મિસરહીંય બદો પાક ને જી કોઈ બાર નીકલે તિણાહાય નાશ કદો. ફારુને મૂસા ને હારૂનણે હાદીને ક ય કા, “મયે પાપ કદ્અ હા, તુમે જાય અખતે હા.”એટલે મૂસાએ પ્રાર્થના કદી ને આકાશમાંથી કરા પડવાણા બંદ હોવા.
ફણ ફારુને પાચ્છ પાપ કદ્અ ને પોતાણે હૃદય કઠણ કદ્અ, ને તીયે ઈઝ્રાયલીહીંય જાવા કાયની દેદે.
એટલે દેવે મિસર પાહાય તીડા મૂકીન્ના. કરાથી જો પાક બચી ગનો તો એ તીડા ખાઈ ગયા.
તિયાપૂઠી દેવે અંધકાર મૂકીન્નો, જી તીન દિહી હુદી રય્અ. તી અતર બદ્અ. આંદારઅ હોત્ન કા મિસરી માણહે પોતાણે ઘર બી કાયની છોડી અખશે. ફણ ઈઝ્રાયલી જીયે રતને તીયે હુજાલ હોત્ન.
એ નવ મરકી પૂઠી બી, ફરુન ઈઝ્રાયલીહીંય છોડવાણે નકારતોનો. આયુ ફારુન ઉનાતનો કાઈની, એટલે દેવે એક છેન્ની મરકી મૂકીનવાણી યોજના કદી. તે ફારુનણે મન બદલી નાખી.
બાઈબલની વાર્તાનિર્ગમન 5-10
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).