9. ૦૯. દેવે મૂસાણે તેયળો.
યૂસફણે મરણ પૂઠી તિયાણે બદે કુટુંબવાલે મિસરમાં રયે. તી ને તિણાહાય વંશજો ઘણે વરહે હુદી તીયે રયે ને તિણાહાય ઘણે નીચકે હોવે. તી ઈઝ્રાયલી કવાયે.
ઘણી સદીઓ પૂઠી, ઈઝ્રાયલીહીય સંખ્યા ઘણી વદી. મિસરીહીય હવે યુસફે તિણાહાય કેહેં કેહેં મદદ કરીની તી બદ્અ યાદ કાઈની હોત્ન. તી ઈઝ્રાયલીથી બીણે લાગે કેહેં કા તિણાહાય સંખ્યા વદારે હોતની. એટલે મિસરમાં તીયે વખતે જો ફારુન રાજ કરતોનો તીયે ઈઝ્રાયલીહીય મિસરીયોણે ગુલામ બનાવ્યે.
મિસરી લોકોએ ઈઝ્રાયલીહીય પાહાય ઈમારતો ને આખા શહેરો બાંદવાણે દબાણ કદી. કઠાણ મેનાતણે નેદે તિણાહાય જિંદગી બદહાલ બની ગની. ફણ દેવે તિણાહાય આશીર્વાદ આપ્ચો ને તિણાહાય વદારે નીચકે હોવે.
ફારુને હેદજ્અ કા ઈઝ્રાયલીહીય ઘણે નીચકે હા, એટલે તીયે તિણા માણાહાય આદેશ આપ્ચો કા તે ઈઝ્રાયલીહીય દરેક નીચાકણે નાઈલ નદીમાં નાખીને મારી નાખે.
એક ઈઝ્રાયલી ડોહનીએ નીચાકણે જન્મ આપ્ચો. તીયે ને તિયીણે ઘરાવાલાએ તીયા નીચકાણે બની અખે તતરે વદારે સમય હુદી દપાડી રાખ્શ.
જીયા નીચકાણે આહાઈ-બાહા તિયાણે વદારે દપાડી ની અખ્શે, તીયા તિણાહાય તીયા નીચકાણે એક ટોપનીમાં મુક્ચ ને બરુઓહીય વચ્ચે નાઈલ નદીણે હેડે તરતો મુક્ચો. જ્યાંથી તી તિયાણે મૃત્યુથી બચાવી અખાત. તિયીણે મોટી બેણીહીએ તીયા પાર નજર રાખીની કા, તિયાણે કાજા હોવી?
ફારુનણે ડીખરીહીએ ટોપનીણે હેદજીને તીયામાં અંદર હેદ્જ. જીયા તીયે નીચકાણે હેદ્જ કા તરાતૂ જ તીયે તિયાણે પોતાણે ડીખરાહા તરીકે નેઈ નેદો. તીયે ઈઝ્રાયલી ડોહનીણે ફાળે રાખી કા તે નીચકાણે હાચવે ફણ તે ઈં કાઈની જાણતીની કા તે ઈયા નીચકાણે જ આહાય હાશે. જીયા નીચક્અ પુરતા પ્રમાણમાં મોટો હોવઅ તીયા તિયાણે આહાયણે દુધણે જરૂર કાયની હોતની, એટલે તીયે તિયાણે ફારુનણે ડીખરીહી પાંહાય પાછો મુકની આપ્ચો. તીયે તિયાણે નામ મૂસા પાય્ળ.
એક દિહી જીયા મૂસા મોટો હોવો તીયા તીયે હેદ્જ કા એક મિસરી એક ઈઝ્રાયલીણે મારી રયો હા. મૂસાએ તિયાણે સાથી ઈઝ્રાયલીણે બચાવાણો પ્રયત્ન કદો.
જીયા મૂસાએ વિચાયરઅ કા તિયાણે કોઈ કાઈની હેદ્ત તીયા તીયે તીયા મિસરીણે મારી નાખશો ને તિયાણે શરીરણે દાટી દેદ્અ. ફણ મૂસાએ જી કરીન્અ તી કોઈ હેદી ગ.
મૂસાએ જી કરિન્અ તિયાણે ખબાર જીયા ફારુનણે પડી તીયા તો મૂસાણે મારી નાખાવાણો પ્રયત્ન કદો. મૂસા મિસરમાંથી જંગલમાં નાહાય ગો કા જીયે તો ફારુનણા સૈનિકોથી સુરક્ષિત રય અખે.
મૂસા મિસરથી ઘણે દુર જંગલમાં ફરવાડ બનીને રયો. તો તીયે જાગામાં એક ડોહની હારી પન્નાય ગો. તિયાણે બે ડીખરાહા હોવા.
એક દિહી જીયા મૂસા ઘેટે ચારતોનો તીયા તીયે હેદ્જ કા એક છાળ્વ હલગી રય હા. ફણ છાળ્વ બલ્તનઅ કાઈની. મૂસા વદારે હારી રીતે હેદી અખે તીયા ફાગુ તો તિયાણે મેરે ગો. જેવો તો બલતા છાળવા પાહાય પહોંચો, દેવણા અવાજે ક ય કા, “ મૂસા, તોરે ચંપાલે ઉતાર. જિયા જાગા પાર તું ઊબો રાખો હા તે પવિત્ર હા.”
દેવે ક ય કા, “માયે મારે માણાહાય દુઃખ હેદ્જ હા, હાંઈ તૂને ફારુન પાહાય મૂક્નીહી. જીયાથી તું ઈઝ્રાયલીહીય મિસરીયોણે ગુલામીમાંથી બાર નાવી અખે. હાઈ તિણાહાય કનાન દેશ આપીહી, હીયા વિષે માંયે ઈબ્રાહિમણે, ઈસહાકણે ને યાકૂબણે વચન આપીન્અ.”
મૂસાએ પૂચ્છ કા, “જીયા માણહે ઈ જાણને માગીકા માને કીડે મુકીન્નો હા, તીયા મારે કાજા કવાણઅ?”દેવે ક ય કા, “હાંય જો હામ તો હામ.”તિણાહાય કજે કા, “હાંય હામ, તીયે માને મુકીન્નો હાશે.”તિણાહાય ઈં બી કજે કા, “હાંઈ યહોવા હામ, તુમારે પૂર્વજો ઈબ્રાહિમ, ઈસહાક ને યાકૂબણે દેવ, હી મારે સદાકાળને નામ હા.”
મૂસા ફારુન પાહાય જાતા ખાબરાતનો, કેહે કા તો વિચારતોનો કા તો હારી રીતે બોની કાઈની અખતોનો, એટલે દેવે મૂસાણે ફાહાવ હારુનણે તિયાણે મદદ ફાગુ મૂકીન્નો. દેવે મૂસાણે ને હારુનણે ચેતીવ્યા કા ફારુન હઠીલો હોવી.
બાઈબલની વાર્તાનિર્ન 1-4
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).