13. ૧૩. ઈઝ્રાયલી હારી દેવણે કરાર
દેવે ઈઝ્રાયલીહીય લાલ સમુદ્ર પાર કયરા પૂઠી તિણાહાય જંગલમાં સિનાઈ ડોગરા ફણી નેઈ ગો. ઓ તો જ ડોગરો હોતનો જીયાં મૂસાએ હલગીત્અ છાળ્વ હેદીન્અ. લોકોએ ડોગરાણે નીચે પોતાણે તંબુ તાંયણો.
દેવે મૂસાણે ને ઈઝ્રાયલી લોકોહોય ક ય, “ તુમે મારે આજ્ઞાઓ પાલાહાં ને મારે કરાર પાલાહાં તીયા તુમે મારે ખાસ ધન, યાજકણે રાજ્ય ને પવિત્ર દેશ બનાહાં.”
તીન દિહી પૂઠી, જીયા લોકોએ પોતાણે આત્મિક રીતે તિયાર ક દ, તીયા દેવ ગર્જના, વિજ્લ, ધુમાડો ને રણશીંગડાના ઊંચા અવાજો હારી સિનાઈ ડોગરા પાર ઊતીયરો. ખાલી મૂસાણે ડોગરા ઊપાર જાવાણી પરવાનગી હોતની.
તીયા દેવે તિણાહાય કરાર આપ્ચો ને ક ય કા, “ હાંઈ યહોવા તુમારે દેવ હામ, જીયે તુમાહાય મિસરણે ગુલામીમાંથી છોળાવી નાવો, તુમે બીજા દેવોહોંય ફ્જ્તે નખા.
તુમે મૂર્તિ બનાવતે નખા ને તિણે ઉપાસના કરતે નખા, કેહે કા હાંઈ યહોવા આસ્થાવાન દેવ હોમ. મારે નામ અમ્થ ની નેવાણ્અ. સાબ્બાથ દિહીણે પવિત્ર પાલવાણ્અ વિહરાતે નખા. તુમે છ દિહી તુમારે બદ જ કામ કરા, સાતમે દિહી તુમારે ફાગુ આરામણો ને માને યાદ કરવાણો દિહી હા.
તુમારે માતા પિતાણે માન આપા. ખૂન ની કરવાણ્અ. વ્યભિચાર ની કરવાણ્અ. ચોરી ની કરવાણી. જુઠ ની બોનવાણ્અ. તોરે પાડોશીણે પત્ની, તિયાણે ઘર ને તિયાણે જી કાંઈ હોય તિયાણે ઈચ્છા ની રાખવાણી.”
તિયાપૂઠી દેવે એ દહ આજ્ઞા પથરાણે પાટી પાહાય નખ્શી ને તે મૂસાણે આપી. દેવે બીજા ઘણા નિયમો ને વિદિઓ અનુસરણે ફાગુ આપ્ચી. જી લોકો એ નિયમોહોય આધીન રય તીયા લોકોહોય દેવે વચન આપીન્અ તેહે તો તિણાહાય આશિર્વાદિત કરી ને તિણાહાય રક્ષણ કરી. જીયા તી તિયાણે કયન્અ ની માની, તીયા દેવ તિણાહાય દંડ કરી.
દેવે જો મંડપ બનાવણે માગતોને તિયાણે સંપુર્ણ માહિતી તીયે ઈઝ્રાયાલીહીય આપી. તિયાણે મુલાકાત મંડપ કવામાં આવો. તિયાણે બે ઓરડી હોતની, જીયાણે એક મોટા અલગ પળદાથી અલગ કરવામાં આવતન્અ.. પળદા પાછાલ જાવાણી અનુમતી ખાલી મુખ્ય યાજકણે હોતની, કેહે કા તીંયે દેવ રતનો.
જી કોઈ દેવણે નિયમોહોઈ ઉલ્લંઘન કરતેને તી મુલાકાત મંડપ આગાલ એક પ્રાણીણે નાવતેને ને તિયાણે દેવણે બલિદાન કરતેને. યાજક તી પ્રાણીહીય મારી નાખતો ને વેદી પાર બાલતો. જીયા પ્રાણીણે બલિદાન આપવામાં આવતન્અ તિયાણે નૂઈ વ્યક્તિણે પાપણે ઠાંકી દેત્ન ને તીયા વ્યક્તિણે દેવણી નજરમાં શુદ્ધ બનાવ્તન્અ. દેવે મૂસાણે ફાહાવ હારુન ને હારુનણે વંશજોહોય તિયાણે યાજકો બનાવણે ફાગુ પસંદ કદા.
બદા જ લોકોહોંય દેવે નિયમો આપીના કા તીયા એખનાણે જ ફજન કરવાણ્અ ને તિયાણે ખાસ લોક બનાવાણ્અ તીયા ફાગુ તી સહમત હોવે. ફણ તિણાહાય દેવણે આધિન રવાણ જી વચન આપીન્અ. તિયાણે ટૂંક સમય પૂઠી તિણાહાય ભયાનક પાપ ક દ.
મૂસા ઘણા દિહી હુદી દેવ હારી વાતો કરતો સિનાઈ ડોગરા પાહાય રયો. લોકો તિયાણે પાચ્છ વલવાણી વાટ હેદીને કદરાઈ ગયે. એટલે તી હારુન પાહાય હન્અ નેઈને ગયે ને તિણાહાય ફાગુ મૂર્તિ બનાવણે ક ય.
હારુને તિણાહાય ફાગુ હનાણી મૂર્તિ બનાવી ને તિયાણે આકાર વાહાડા જેવો હોતનો. લોકો જંગલી રીતે મૂર્તિણે પૂજા કરને લાગે ને તિયાણે બલિદાન ચઢાવણે લાગે. દેવ તિણાહાય થી બ જ ગુસ્સે હોવો ને તિણાહાય નાશ કરવાણી યોજના બનાવી.
ફણ મૂસાએ તિણાહાય ફાગુ પ્રાર્થના કદી ને દેવે તિયાણે પ્રાર્થના ઊનાયી ને તિણાહાય નાશ કાઈની કદો. જીયા મૂસા ડોગરા પાહાયથી નીચે આવો ને તિયાએ મૂર્તિ હેદજી તીયા તો અતરો ગુસ્સે હોવો કા તીયે તે શીલા જીયા પાહાય દેવે દહ આજ્ઞા નખીની હોતની તે આછટી ને તોડી નાખી.
તીયા મૂસાએ તે મૂર્તિહીય ખાંડીને ફૂક્કો બનાવી દેદો ને તીયા ફૂક્કાણે તીયે પાણીમાં મેલવીને લોકોહોય પીવડાવી દેદો. દેવે લોકો પાહાય મરકી મૂકીન્ની ને તિણેમાણે ઘણે મરી ગયે.
મૂસા બીજી વાર ડોગરા પાહાય ચળી ગો ને દેવણે લોકોહોય માફ કરવાણી પ્રાર્થના કદી. દેવે મૂસાણે ઊનાયને તિણાહાય માફ કદે. મૂસાએ જી શીલાપાટી તોડીણી તીયા જાગાએ બીજી શીલાપાટી પાર દહ આજ્ઞાઓ નખી. તિયાપૂઠી દેવે ઈઝ્રાયલીહીય સિનાઈ ડોગરાથી વચનણે દેશ ફણી આગાલ નેઈ ગો.
બાઈબલની વાર્તાનિર્ગમન 19-34
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).