15. ૧૫. વચનણે દેશ
છેલ્લે સમય આવી પહોંચો કા ઈઝ્રાયલી વચનણે દેશમાં પ્રવેશ કરાત. યહોશુઆએ યરીખો શહેર જી મજબૂત દિવાલોથી સુરક્ષિત હોત્ન તિયામાં બે જાસુસ મૂકીન્ના. તીયે શહેરમાં રાહાબ નામણી એક વેશ્યા રતની જીયે જાસુસણે દપાયળો ને તિયાપૂઠી તિણાહાય નાહાય છુટણે મદદ કદી. તીયે એહે ક દ કેંહેં કા તે દેવ પાર વિશ્વાસ કરતીની. તિણાહાય રાહાબ ને તિયાણે પરિવારણે જીયા તી યરીખોણે નાશ કરી તીયા બચાવવાણ્અ વચન આપ્ચ.
ઈઝ્રાયલીહીય વચનણા દેશમાં પ્રવેશ કરને હારુ યર્દન નદી પાર કરવાણી હોતની. દેવે યહોશુઆણે ક ય કા, “ યાજકોહોંય પેલ્લા જવા દીયા.” જીયા યાજકોહોય પોતાણે પાગ યર્દન નદીમાં મૂકચો કા દક્ષિણ તરફણે પાણી વવાણ્અ બંદ હોય ગ ને ઈઝ્રાયલી નદીણે બીજે પાહાય સુકી ફૂમિ પાર પહોંચે.
યર્દન નદી પાર કયરા પૂઠી, દેવે યહોશુઆણે જાણાવ્ય કા કેંહેં કેંહેં શક્તિશાળી યરીખો શહેર પાર હુમલો કરવાણો. લોકોએ દેવની આજ્ઞા પાલી. જેંહેં દેવે તિણાહાય કરને કય્ન તેંહેં સૈનિકો ને યાજકો યરીખો શહેરણે ફરતે એક દિહીમાં એક વાર એહેં છ દિહી ફિયરા.
તીયા સાતમે દિહી, ઈઝ્રાયાલીહીય શહેર ફરતે સાત વાર ચક્કર માર્યા. જીયા તીં શહેરણે છેલ્લો ચક્કર મારતેને તીયા, યાજકોહોંય રણશીંગડ્અ વાગાય્ળ ને સૈનિકોહોંય ઊંચે અવાજે બૂમ પાડી.
તીયા યરીખોણે દિવાલ પડી ગોઈ! ઈઝ્રાયાલીહીય દેવે જેહેં આજ્ઞા કરીની તેહે શહેરણે બદાહાય નાશ કદો. તિણાહાય રાહાબ ને તિયીણે પરિવારણે બાકી રાખશે. જી ઈઝ્રાયાલીહીય ભાગ બંન્ને. જીયા બીજે લોકો જી કનાનમાં રતને, તિણાહાય જીયા ઉનાય કા ઈઝ્રાયાલીહીય યરીખોણો નાશ કયરો હા તીયા તિણાહાય બીક નાગી કા ઈઝ્રાયલી તિણે પાર બી હુમલો કરી.
દેવે ઈઝ્રાયલીહીંય આજ્ઞા આપીની કા કનાન દેશમાંથી કોઈબી દેશજાતિ હારી સુલેહ ની કરવાણી. ફણ કનાનીહીંય એક દેશજાતિ, જી ગિબયોની કવાતને તિણાહાય યહોશુઆણે જુઠ ક ય કા તી કનાન દેશથી ઘણે દૂર રતેહા. તિણાહાય યહોશુઆણે સુલેહ સંપ કરને ક ય.
યહોશુઆ અથવા ઈઝ્રાયાલીહીંય દેવણે પૂચ્છ કાઈની કા ગિબયોની કાશેણે હાશે. એટલે યહોશુઆએ તિણા હારી શાંતિણે કરાર કદો. ઈઝ્રાયલીઓએ જીયા જાય્ણ કા ગિબયોનીઓએ તિયણાહાય છેતીયરે હાશે તીયા તી બ જ ગુસ્સે હોવે. ફણ તિણા હારી શાંતિણે કરાર રાખશો. કેહે કા તી દેવણે આગાલ વચન હોત્ન. થોળા વખાત પૂઠી કનાન દેશણે બીજી જાતિ અમોરીઓએ ઉનાય કા ગિબયોનીઓએ ઈઝ્રાયાલીહીંય હારી સલાહ કદી હા. એટલે તિણાહાય પોતાણે સૈન્ય ફેગ્અ કદઅ ને તિણાહાય એક સૈન્ય બનાવીને ગિબયોન પાર હુમલો કદો. ગિબયોનીઓએ યહોશુઆ પાહાંય મદદ ફાગુ સંદેશો મૂકીન્નો.
એટલે યહોશુઆએ ઈઝ્રાયલના સૈન્યણે ફેગ્અ કદ્અ. ને તિણાહાય ગિબયોન પહુચણે હારું આખી રાત કુચ કદી. વહેલી હવારે તિણાહાય અમોરી સૈન્યણે નવાઈ નાગાડણે હુમલો કદો.
તીયે દિહી દેવ ઈઝ્રાયલ ફાગુ વિડાયો. તીયે અમોરીહીય નવાઈ નાગે તેવે કરી નાખશે ને તીયે મોટા કરા મૂકીન્ના જીયાથી ઘણે અમોરી મરણ પાંમ્ને.
દેવે સૂર્યણે બી આકાશમાં એક જાગાએ રોકી દેદો, જીયાથી ઈઝ્રાયલીઓ પાહાય અમોરીહીય સંપૂર્ણ પૂરેપૂરુ હરાવવાણો પૂરતો સમય હોય. તીયે દિહી દેવે ઈઝ્રાયલ ફાગુ મોટો વિજય મેલીવ્યો.
દેવે તીયા સૈન્યણે હારીવ્યા પૂઠી, કનાન દેશણે બીજી જાતિઓ બી ફેગી હોઈને ઈઝ્રાયલી પાહાંય હુમલો કરને લાગી. યહોશુઆ ને ઈઝ્રાયલીઓએ તિણા પાર હુમલો કરીને તિણાહાય નાશ કદો.
ઈયા યુદ્ધ પૂઠી, દેવે ઈઝ્રાયલણા બદા જ કુળને વચનણા દેશમાં પોત પોતાણે ફાગ આપ્ચો. તિયાપૂઠી દેવે ઈઝ્રાયલણી સરહદમાં શાંતિ સ્થાપી.
જીયા યહોશુઆ ગડો હોવો તીયા તીયે ઈઝ્રાયલણે બદે લોકોહોંય ફેગે કદે. તીયા યહોશુઆએ દેવે સિનાઈમાં તિયાણે કરારણે માનવાણી જે શરત હોતની તે તિણાહાય યાદ કરાવી. લોકોએ દેવણે વિશ્વાસુ રવાણ ને તિયાણા નિયમોહોંય પાલવાણ્અ વચન આપ્ચ.
બાઈબલની વાર્તાયહોશુઆ 1-24
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).