17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 1

શાઉલ ઈઝ્રાયલણે પેલ્લો રાજા હોતનો. લોકો ઈચ્છા રાખતેને તેવો જ તો ઊચો ને દેખાવડો હોતનો. શાઉલ જીયા શરૂઆતણે વરહામાં ઈઝ્રાયલ પાર રાજ કરતોનો તીયા તો હારો રાજા હોતનો. ફણ તિયાપૂઠી તો ખરાબ માણહો બની ગો જીયે દેવણી આજ્ઞા ની માની. એટલે દેવે અલગ માણાહાણે પસંદ કદો જો એક દિહી તિયાણે જાગા પાર રાજ કરી.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 2

દેવે જુવાન ઈઝ્રાયલી જીયાણે નામ દાઉદ હોત્ન તિયાણે શાઉલ પૂઠી રાજા તરીકે પસંદ કદો. દાઉદ બેથલેહેમ ગામણે ઘેટે પાલનારો હોતનો. એકવાર દાઉદ તિયાણે બાહા ઘેટે ચરાવતોનો, તિયાં દાઉદે, ઘેટા પાર હુમલો કરનાર સિંહ ને રીંછ બેહેવણે મારી નાખશા. દાઉદ નમ્ર ને ન્યાયી માણહો હોતનો, જો દેવ પાર વિશ્વાસ કરતોનો ને તિયાણે આજ્ઞા પાલતોનો.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 3

દાઉદ મહાન સૈનિક ને આગેવાન બંન્નો. જીયા દાઉદ આજુ તે જુવાનું જ હોતનો, તીયા તીયે ગોલ્યાથ નામણા મોટા યોધ્ધા હામે વિડાયો. ગોલ્યાથ તાલીમ પામીનો સૈનિક હોતનો. બ જ બલવાન ને તીન મીટર ઊચો હોતનો. ફણ દેવે દાઉદણે ગોલ્યાથણે મારવામાં ને ઈઝ્રાયલણે બચાવણે મદદ કદી. તિયાપૂઠી દાઉદે ઈઝ્રાયલણા શત્રુ પાર વિજય મેલીવ્યો, તિયાણે નેદે લોકોએ તિયાણે પ્રશંસા કદી.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 4

દાઉદ ફાગુ લોકોહોય પ્રેમ હેદીને શાઉલણે ઈર્ષા હોવી. શાઉલ તિયાણે મારી નાખણે ઘણીવાર પ્રયત્નો કદો એટલે દાઉદ દપી ગો. એક દિહી શાઉલ દાઉદણે મારી નાખણે હેદતોનો. શાઉલ તીયે જ ગુફામાં ગો જીયે દાઉદ શાઉલથી દપીને રતનો ફણ શાઉલે તિયાણે કાઈની હેદજો. દાઉદ શાઉલણે ઘણે મેરે હોતનો ને તિયાણે મારી અખતોનો ફણ તીયે હેવ્અ કાઈની કદ્અ. તિયાણે બદલે દાઉદે શાઉલણે ડગલાણી કોર કાપી નેદી ઈં સાબિત કરને હારું કા રાજા બનણે હારું તો કદાચ તિયાણે મારી અખતોનો.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 5

છેન્ને, શાઉલ યુદ્ધમાં મરણ પાંમ્નો ને દાઉદ ઈઝ્રાયલણે રાજા બંન્નો. તો હારો રાજા હોતનો ને લોકોહોંય તો ગમતોનો. દેવે દાઉદણે આશીર્વાદિત કદો ને તિયાણે સફળ બનાવિયો. દાઉદ ઘણે યુદ્ધ લયળો ને દેવે ઈઝ્રાયલણે શત્રુહીય હરાવણે દાઉદણે મદદ કદી. દાઉદે યરૂશાલેમ શહેરણે જીતી નેદ્અ ને તિયાણે ઈઝ્રાયલ દેશણે રાજધાની બનાવી. દાઉદણે શાસનમાં ઈઝ્રાયલ દેશ શક્તિશાલી ને સમૃદ્ધ બંન્નો.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 6

દાઉદ એક ફક્તિસ્થાન બાંધણે માગતોનો, જીયે બદે ઈઝ્રાયલી દેવણે આરાદના કરી અખાત ને તિયાણે અર્પણો ચળાવી અખાત. ૪૦૦ વરહે હુદી લોકો મૂસાએ બનાવીના મુલાકાત મંડપમાં દેવણે આરાદના કરતેને ને તિયાણે અર્પણ ચળાવતેને.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 7

ફણ દેવે નાથાન પ્રબોધકણે ઈયા સંદેશા હારી દાઉદ પાહાય મૂકીન્નો કા, “તું યુદ્ધ કરનાર પુરૂષ હાશે એટલે તોરે મારે ફાગુ ફક્તિસ્થાન ની બાંદવાણ્અ. તોરે ડીખરોહો તી બાંદી. ફણ હાંઈ તુને બ જ આશીર્વાદિત કરીહી. તોરે વંશજોમાણો એક માણહો કાયમ મારે લોકો પાહાંય રાજ કરી! દાઉદણે એકુજ વંશજ કા જો સર્વદા રાજ કરી તો ખ્રિસ્ત હા.” ખ્રિસ્ત તો દેવણે પસંદ કરીનો હેવો એક હા, જો જગતણા લોકોહોય તિણાહાય પાપથી બચાવી.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 8

જીયા દાઉદે એ શબ્દો ઉનાયા, તીયે તરાતુજ દેવણે આભારસ્તુતિ કદી. કેંહેં કા તીયે દાઉદણે બ જ માન આપીન્અ ને બ જ આશીર્વાદો આપીના. દાઉદ કાઈની જાણીતોનો કા દેવ કિયા એ બાબતો કરી. ફણ ઈં બને તીયા ફાગૂ ખ્રિસ્તણે આવવા ફાગુ ઈઝ્રાયલીઓએ ઘણી લાંબી વખાત વાટ હેદવી પડી, ૧૦૦૦ વરહે હુદી.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 9

દાઉદે ન્યાયથી ને વિશ્વાસપણાથી ઘણે વરહે હુદી રાજ કદો ને દેવે તિયાણે આશીર્વાદ આપ્ચો. જો કે તિયાણા જીવનણે અંતમાં તીયે દેવણે વિરુદ્ધ ભયંકર પાપ કદ્અ.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 10

એક દિહી, જીયા દાઉદણે સૈનિકો યુદ્ધ કરને હારું બાર ગયા, તીયા તીયે પોતાણે મહેલ પારથી એક સુંદર સ્ત્રીણે ઉગીલતા હેદજી. તિયીણે નામ બેથશેબા હોત્ન.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 11

નજર ફેરીવાણે બદલે દાઉદે તીયી સ્ત્રીણે હાદણે કોઈકણે મૂક્ન્ન. તો તીયે હારી હુવી ગો ને પૂઠી તિયીણે ઘર પાછી મૂકીની દેદી. થોડા સમય પૂઠી બેથશેબાએ દાઉદણે સંદેશો મૂકીન્નો કા તે ગર્ભવતી હાશે.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 12

બેથશેબાણે પતિ, જીયાણે નામ ઉરીયા હોત્ન, તો દાઉદણે બ જ હારો સૈનિક હોતનો. દાઉદે ઉરીયાણે યુદ્ધમાંથી હાદજો ને તિયાણે ક ય કા, તો પોતાણે ઘરાવાલી પાહાય જાય. ફણ બીજા સૈનિકો યુદ્ધમાં હોય ને હાય ઘર જામ એ વાત ઉરીયાએ નકારી નાખી. એટલે દાઉદે ઉરીયાણે યુદ્ધમાં પાછો મૂકની દેદો ને સેનાપતિણે એંહેં કવળાવ્ય કા તિયાણે જીયે શત્રુઓહોંય વદારે પ્રહાર હોય તીંયે તિયાણે આગાલ રાખજા, જેથી તિયાણે મારી નાખવામાં આવે.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 13

ઉરીયાણે મરણ પૂઠી, દાઉદ બેથશેબા હારી પન્નાયો. તિયાપૂઠી તીયે દાઉદણે ડીખરાહાણે જન્મ આપ્ચો. દાઉદે જી કરીન્અ તીયા વિષે દેવ બ જ ગુસ્સે હોતનો એટલે તીયે નાથન પ્રબોધકણે દાઉદ પાહાય મૂકીન્નો ઈ દેખાડણે કા તીયે કત્ર મોટ્અ પાપ કદ્અ હા. દાઉદે તિયાણે પાપણે પસ્તાવો કદો ને દેવે તિયાણે માફ કદો. બાકીણા જીવનમા દાઉદ દેવણે પાછાલ ચાંન્નો ને આજ્ઞાણે આધીન રયો. તિયાણે મુશ્કેલીણા સમયમાં બી આજ્ઞા પાલીને રયો.

17. ૧૭. દેવણે દાઉદ હારી કરાર — illustration 14

દાઉદણે પાપણે શિક્ષાણે રૂપમાં તિયાણે ડીખરોહો મરણ પાંમ્નો. દાઉદણે જીવન પર્યત તિયાણે પરિવારમાં લડાઈ ચાની ને દાઉદણે સામર્થ નબળ્અ હોવ્અ. જો કા, દાઉદ દેવ પ્રત્યે અવિશ્વાસુ રયો, ફણ દેવે તિયાણે વચન પ્રત્યે વિશ્વાસુ હોતનો. તિયાપૂઠી દાઉદ ને બેથશેબાણે બીજો એક ડીખરોહો હોવો ને તિણાહાય તિયાણે નામ સુલેમાન પાય્ળ.

બાઈબલની વાર્તા1 શમુએલ 10: 15;19, 24, 31, 2 શમુએલ 5, 7, 11-12

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).