25. ૨૫. શેતાનથી ઈસુણે પરીક્ષણ
બાપ્તિસ્માં નેદા પૂઠી પવિત્ર આત્મા ઈસુણે જંગલમાં નેય ગો, જીયા તીયે ચાલીહી દિહી ને ચાલીહી રાત ઉપવાસ કદો. શેતાન ઈસુ પાહાય આવો ને ઈસુ પાપ કરે તીયા ફાગુ ઈસુણે પરીક્ષણ કદ.
શેતાને ઈસુણે પરીક્ષણ કરતા કય કા, “ જો તું દેવણે દીકરો હોય તીયા તું ઈયા પથ્થરાહાય ક કા તે રોટની બની જાય જીયાથી તું ખાઈ અખે!”
ઈસુએ જવાબ આપ્ચો કા, “ દેવણા વચનમાં નખીન હાશે કા, માણહ ખાલી રોટનીથી કાઈની ફણ દેવણે મૂવામાથી નીક્લીના બદાજ વચનથી જીવતો હા.”
પૂઠી શેતાન ઈસુણે મંદિરણે સૌથી ઉચા જાગા પાહાય નેઈ ગો, ને કય કા, “જો તું દેવણે દીકરો હોય તીયા નીચે કુદી પડ, કેહે કા નખીન હા કા, દેવ પોતાણે દૂતોહોય આજ્ઞા આપી તિયાણે હાથોમાં ઉઠાવી નેણે હારું જીયાથી તોરે પાગ પથ્થરા પાર ની આથળાય.”
ફણ દેવે શેતાનણે પવિત્રશાસ્ત્રમાંથી જવાબ આપતા કય કા, “ દેવે વચનમાં આજ્ઞા આપી હા કા, તું તુમારે દેવણે પરીક્ષણ ની કરવાણ.”
પૂઠી શેતાને ઈસુણે પૃથ્વીણા બદા રાજ્યો ને તિયાણે ભવ્યતા દેખાયાળી ને કય કા, “તું પગે પડીને મારે ભજન કરહે તીયા એ બડી વસ્તુઓ હાઈ તુને આપીહી.”
ઈસુએ જવાબ આપ્ચો કા, “ જો શેતાન મારે પાહાયથી નાહાય જા! દેવણા વચનોમાં દેવે તિયાણે લોકોહોય આજ્ઞા આપી હા કા, પ્રભુ તોરે દેવણે ભજન કર ને તિયાણે સેવા કર.”
શેતાન તિયાણે છોળીને નાહાય ગો, કેહે કા ઈસુ તિયાણે પરીક્ષણોથી બદલાયો કાઈની. દૂતોએ ઈસુ પાહાય આવીને તિયાણે સંભાળ નેદી.
બાઈબલમાંથી એક વાર્તા:માથ્થી 4:1-11; માર્ક 1:12-13; લૂક 4:1-13
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).