27. ૨૭. ફલા સમરૂનીણે વાર્તા
એક દિહી, એક યહૂદી નિયમણે જાનવાવાલો ઈસુણે ચકાસણે તીયા પાહાય આવો ને કય કા, “અનંત જીવન પ્રાપ્ત કરને હારું મારે કાજા કરવાણ?”ઈસુએ જવાબ આપ્ચો કા, “દેવણા નિયમમાં કાજા નખીન હા?”
નિયમણા જાનનેવાલે જવાબ આપ્ચો કા, “દેવણે નિયમ કતો હા કા, તુમારે દેવણે પૂરા હૃદય, પૂરા આત્મા, પૂરા સામર્થ્ય ને પૂરી બુદ્ધિથી પ્રેમ કર. ને જેહે તુમે પોતા પાહાય પ્રેમ રાખતે હા તેહે જુમારે પડોશીણે પ્રેમ કર.”ઈસુએ જવાબ આપ્ચો, “તું હાચો હા! એહે કર ને તું જીવતો રહય.”
ફણ નિયમણે જાનવાવાલો ઈસુણે સાબિત કરને માગતોનો કા તો પ્રામાણિક હા, એટલે પૂછછ કા, “મારે પડોશી કીડ હા?”
ઈસુએ નિયમણા જાનવાવાલાણે જવાબ આપતા એક વાર્તા કદી. “એક યહૂદી માણહ યરુશાલેમથી યરિખો ગામ ફણી મુસાફરી કરતોનો.”
મુસાફરી સમયે રસ્તામાં લૂંટારાહોય એક તોલાએ તીયા ઉપાર હુમલો કદો. તિયણાહાય તિયાણે બદજ લૂટી નેદ ને મરી જવાય તેવો માર માયરો. પૂઠી તે તીનયાથી નાહાય ગયા.
ટૂંક સમયમાં, એક યહૂદી યાજક તીયા રસ્તેથી જાતો હા. જીયાણે લૂંટીને મારવામાં આવીનો તિયાણે જીયા ઈયા ધાર્મિક આગેવાને હેદજો, તીયા તો તિયાણે અવગણના કરીને રસ્તાણે બીજી બાજુથી નાહાય ગો.
થોડીવાર પૂઠી એક લેવી તીયા રસ્તા પાર આવો ( લેવીઓ યહુદીહીય એક જાતી હા જે ફક્તિસ્થાનમાં યાજકોહોય મદદ કરતી હા) લેવીએ બી તીયા ઈજાગ્રસ્ત માણહાણે હેદજ ને રસ્તો ઉડાલીને બીજી બાજુથી નાહાય ગો.
રસ્તા પાહાયથી આવતો બીજો એક સમરૂની હોતનો ( સમરૂનીઓ યહુદીહીય વંશજો હોતના જીયણાહાય બીજા દેશણા લોકો હારી વેવા કદના. સમરૂનીઓ ને યહુદીઓ એકબીજાણે ધિક્કારતાના) જીયા સમરૂનીએ યહુદી માણહાણે હેદજો, ને તિયાણે તીયા પાહાય બ જ દયા આવી. એટલે તીયે તિયાણે સંભાળ નેદી ને તિયાણે ઘા પાર પાટો બાંદજો.
સમરૂની પૂઠી પોતાણે ગેદળા પાર તીયા માણહાણે બેહાડીને રસ્તા ઉપાર આવીના એક ધર્મશાળામાં નેઈ ગો ને તિયાણે કાળજી નેદી.
બીજે દિહી, સમરૂનીણે મુસાફરી કરવાણી જરૂર હોતની. તીયે ધર્મશાળામાં કામ કરતા માણહાણે થોળાક પહયા આપી ને કય, ‘ તિયાણે કાલજી નેજા, ને જો ઈયા કરતા વદારે પહયા ખરચીવા પડે તીયા તે હાઈ પાછા વલતા આવીને આપીહી.’”
પૂઠી ઈસુએ નિયમણા જાનનેવાલાણે પૂછછ ક, “તું કાજા વિચારતો હા? તીન પુરૂષોમાંથી ઈજાગ્રસ્ત માણહાણે હાચો પડોશી કીડો હોતનો?” તીયે જવાબ આપ્ચો કા, “ જો માણહો દયાલુ હોતનો તો.” ઈસુએ કય કા, “ તું જા ને હેવી રીતે જ કર.”
બાઈબલમાંથી એક વર્તા:લૂક ૧૦:૨૫-૩૭
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).