28. ૨૮. જુવાન ધનવાન અધિકારી
એક દિહી, એક ધનવાન જુવાન અદિકારીએ ઈસુ પાહાય આવીને પૂછછ કા, “ ઉતમ ઉપદેશક, અંનત જીવન પ્રાપ્ત કરને હારું મારે કાજા કરવાણ?” ઈસુએ તિયાણે કય, “ તું કેહે માને ઉતમ કતો હા? ખાલી એકુજ હા જો ઉતમ હા, ને તો દેવ હા. ફણ જો તું અનંત જીવન મેલીવણો માંગતો હોય તીયા દેવણે નિયમોહોય પાલ.”
તીયે પૂછછ, “ કાણી આજ્ઞા મારે પાલવા જુજે?” ઈસુએ જવાબ આપ્ચો, “ ખૂન ની કરવાણ. વ્યભિચાર ની કરવાણ. ચોરી ની કરવાણી. જૂઠ ની બોનવાણ. તોરે પિતા ને માતાણે સનમાન કર ને તોરે પાડોશીણે પોતાણે જેહે પ્રેમ કર.”
ફણ જુવાને કય કા, “ હાઈ બાળક હોતનો તિયારથી એ બદી આજ્ઞાઓ પાલતો હામ. હાઈ આજુ બી કાજા કર જીયાથી માને અનંત જીવન મિલે.” ઈસુએ તિયાણે હેદજો ને તિયાણે પ્રેમ કદો.
ઈસુએ જવાબ આપ્ચો, “ જો તું સંપૂર્ણ હોવા માગતો હોય તીયા, પૂઠી જા ને જી કાઈ તોરે પાહાય હા તી બદ વેચીને, ત પહિયા ગરીબોહોય આપી દે, ને તુને સ્વર્ગમાં ખજાનો મિલી. પૂઠી આવ ને મારે પાછાલ ચાન.”
જુવાન માણહે, જીયા ઈસુએ જી કય તી ઉનાય, તીયા તો બ જ નિરાશ હોય ગો, કેહે કા તો બ જ ધનવાન હોતનો ને બદી વસ્તુઓણે છોડણે કાઈની માગતોનો. તો પાછો ફીરીને ઈસુ પાહાયથી નાહાય ગો.
પૂઠી ઈસુએ તિયણા શિષ્યોહોય કય કા, “ ધનવાન લોકોહોય દેવણા રાજ્યમાં પ્રવેશ કરવાણ બ જ મુશ્કેલ હા! હ, એક ધનવાન માણહાણે દેવણા રાજ્યમાં પ્રવેશ કરવા કરતા એક ઊટણે હુયણા નાકામાંથી પસાર હોવાણ હેલ હા.”
જીયા શિષ્યોએ ઈસુએ જી ક્યન તી ઉનાય તીયા તિયણાહાય આઘાત નાગો ને કય કા, “ તીયા પૂઠી કીડ તારણ પામી અખી?”
ઈસુએ શિષ્યોહીય ફણી હેદજ ને કય કા, “ લોકોહો ફાગુ અશક્ય હા, ફણ દેવ માટે બદીજ વસ્તુઓ શક્ય હા.”
પિતરે ઈસુણે કય કા, “ આમે બદ છોડીને તોરે પાછાલ આવા હામ. આમાહાય કાજા ઈનામ મિલી?”
ઈસુએ જવાબ આપ્ચો કા, “ બદે જ વ્યક્તિ જી મારે ફાગુ પોતાણે ઘરો, ફાહાવ, બેહણી, બાપાણે, આહાયણે, નીચકાહાય ને મિલકત છોડી દેય, તી ૧૦૦ ગણ વદારે મેળવી ને તિયણાહાય અનંત જીવન બી મિલી. ફણ ઘણે લોકો જી પેલ્લે હા તી છેલ્લે હોવી, ને ઘણે જી છેલ્લે હા તી પેલ્લા હોવી.”
બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧૯:૧૬-૩૦; માર્ક૧૦:૧૭-૩૧; લૂક ૧૮:૧૮-૩૦
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).