38. ૩૮. ઈસુ હારી વિશ્વાસઘાત
દર વરહી યહુદી પાસ્ખાપર્વ ઉજીવતેને. દેવે કેવી રીતે ઘણી સદીઓ પેલ્લા તિયણાહાય પુર્વજોહોય મિસર દેશણે ગુલામીમાંથી છોડાવી ને તીયા વિશે પર્વ હોતન. ઈસુએ સાર્વજનિક રૂપે જીયા પોતાણે પેલ્લો પ્રચાર ને શિક્ષણ ને શરૂઆત કદની તિયાણે લગભગ તીન વરહા પૂઠી ઈસુએ પોતાણે શિષ્યોહોય કય કા તો યારુશાલેમ શહેરમાં તિયણાહારી ઓ પર્વ ઉજીવણે માંગતો હાશે. ઈયા તિયાણે મારી નાખવામાં આવી.
ઈસુણે એક શિષ્યણે નામ યહુદા હોતન. શિષ્યોહોય પયહાણે થેલીણે જવાબદારી યહુદાણે હોતની. ફણ તિયાણે પયહા હારી પ્રેમ હોતનો. તો હંમેશા થેલીમાંથી પયહાણે ચોરી કરતોનો. ઈસુને તિયાણે શિષ્યો યારુશાલેમ શહેરમાં પહોચ્ચા પૂઠી યહુદા યહુદીહીય યાજક પાહી ગો. ને પયહાણે બદલે ઈસુણે તિયણાહાય હાથે ધરાવવાણો પ્રસ્તાવ મૂક્ચો. તો જાનતોનો કા યહુદી યાજ્કો ઈસુણે મસીહ તરીકે માનતાના કાઈની ને તે ઈસુણે મારવાણી યુક્તિ કરી રયા હા.
યહુદી યાજ્કો જે મહાયાજ્કો દ્વારા દોરાતના, તિયણાહાય ઈસુણે થરને હારું યહુદાણે ત્રીસ ચાંદીણા સિક્કા આપ્ચા. પ્રબોદકોએ જેહે પ્રબોદ કદનો તેહેજ બન્ન. યહુદા રાજી હોય ગો. પયહા નેદા ને નાહી ગો. ને ઈસુણે થરાવણે તક હેદણે લાગો.
યારુશાલેમમાં ઈસુએ પોતાણા શિષ્યોહારી પાસ્ખાપર્વ ઉજીવ્ય. રોટલી નેદી ને તોડી ને તિયણાહાય કય કા, “ ઈયા માંથી ખાયા. ઈ મારે શરીર હા જી તુમારે માટે આપવામાં આવ્વ હા. મારે યાદમાં ઈ ક્યરા કરા.” ઈયે રીતે ઈસુએ કય કા તિયાણે શરીર તીણે માટે બલિદાન કરવામાં આવી.
પૂઠી ઈસુએ ગલાશ નેદો ને કય કા, “ ઈયા માંથી પિયા. ઈ નવા કરારણે મારે નૂઈ હા, જી પાપોહોય માફી માટે વેવડાવામાં આવી. તી મારે યાદમાં ક્યરા કરા.”
તીયા ઈસુએ પોતાણા શિષ્યોહોય કય કા, “ તુમારે માંથી કોઈક માને થરાવી.” શિષ્યો નવાઈ પામી ગયા, ને પૂછણે લાગા કા તો કીડો હા જો એવ કામ કરી. ઈસુએ કય કા, “ માય જીયાણે ઓ રોટલીણે ટુકડો આપતો હામ તો જ મારે વિશ્વાસઘાત કરી.” પૂઠી તીયે રોટલીણે ટુકડો યહુદાણે આપ્ચો.
રોટલી નેદા પૂઠી, શેતાન યહુદામાં પેઠો. યહુદા તીયા થી નાહી ગો. જેથી તો ઈસુણે થરાવણે યહુદીયાજકોહોય મદદ કરે. તી રાતણે સમય હોતનો.
ખાવાણ ખાદા પૂઠી, ઈસુ ને તિયાણે શિષ્યો જેતુન પર્વત પાર ગયા. ઈસુએ કય કા, “ આજે રાતીણા તુમે બધા માને છોડી દેહા. એવા નખીનાણ હાશે કા, ‘ હાઈ પાળકણે મારહી ને ઘેટે વિખેરાય જાય.’
પિતરે જવાબ આપ્ચો કા, “ તુને બધા છોડી દેય ફણ હાઈ તુને કોઈ દિહી ની છોડડ.” તીયા ઈસુએ પિતરણે કય કા, “ શેતાન તોરે કબજો નેણે ઈચ્છતો હા ફણ પિતર મયે તોરે માટે પ્રાર્થના કદી કા તોરે વિશ્વાસ ખૂટે ની. તો બી આજે કુકળાણે બોન્ના પેલ્લા તું માને ઓલખીતો કાઈની હેવી રીતે તીન વાર તું મારે નકાર કરેહે.”
પિતરે ઈસુણે કય કા, “ જો મારે મરવ પડે તો બી માય તોરે નકાર ની કર.” બધા શિષ્યોહોય એ જ વાત કદી.
પૂઠી ઈસુ પોતાણે શિષ્યો હારી ગેથશેમાં નામે એક જાગે ગો. ઈસુએ પોતાણે શિષ્યોહોય કય કા, “ પ્રાર્થના કરા કા તુમે પરીક્ષણમાં ની પડાત.” પૂઠી ઈસુ પ્રાર્થના કરને નાહી ગો. ઈસુએ પોતાણા શિષ્યોહોય કય કા, “ પ્રાર્થના કરા કા તુમે પરિક્ષણમાં ની પડાત.” પૂઠી ઈસુ પ્રાર્થના કરને નાહી ગો.
ઈસુએ તીન વાર પ્રાર્થના કદી કા, “ મારે બાહા, જો શક્ય હોય તો, ઓ દુ:ખણે પ્યાલો પીવડાવતો નખે. ફણ લોકોહોય પાપોણે માફી માટે બીજો કોઈ માર્ગ ની હોય તીયા પૂઠી તોરે ઈચ્છા પ્રમાણે હોવા દે. ઈસુ ઘણો દુ:ખમાં હોતનો ને તિયાણે પરસેવો નૂઈણા ટીપા જેવો પડતોનો. દેવે તિયાણે શક્તિ આપણે એક દૂતણે મુકિન્નો.
દર વખાતે પ્રાર્થના કરીને ઉઠઠા પૂઠી તો પોતાણે શિષ્યો પાહી આવો તીયા તે હુવતાના. જીયા તો ત્રીજી વખાત આવો તીયા તીયે કય કા, “ ઉઠા! માને થરવા વાલા આવી પહોચ્ચા હા.”
યહુદા પોતાણે હારી યહુદીયાજ્કો, સિપાઈઓ ને એક મોટા ટોળાણે નેઈને આવી પાહોચ્ચો. તીયે પાહી તલવાર ને હોટા હોતના. યહુદા ઈસુણે પાહી આવો ને કય કા, “ સલામ ગુરુજી!” ને તીયે ચુંબન કદ. યહુદી યાજકો માટે તે એક નિશાની હોતની કા તે કીડાણે થરાત. તીયા ઈસુએ કય કા, “ તું માને ચુંબન કરીને થરાવણે માગતો હા?”
જેવ સિપાઈહોય ઈસુણે થયરો, પિતરે પોતાણે તલવાર કાઢી ને મહાયાજકણા એક નોકરણે કાન કાપી નાખશો. ઈસુએ કય કા, “ પોતાણે તલવાર દુર કર. માય મારે રક્ષા કરવા માટે પિતાણે વિનંતી કરીને દુતોહોય ફોજ માંગાવી આખ્તો હામ. ફણ મારે પિતાણે આજ્ઞા માનવી જુજે.” પૂઠી ઈસુએ તીયા માણહાણે કાન હારો કદો. જીયા ઈસુ બંદી બન્નો તીયા બધા શિષ્યો તિયાણે છોડીને નાહી છુટટા.
બાઇબલની એક વાર્તાઃમાથ્થી ૨૬ઃ૧૪-૫૬; માર્ક ૧૪ઃ૧૦-૫૦; લૂક ૨૨ઃ૧-૫૩; યોહાન ૧૨ઃ૬; ૧૮ઃ૧-૧૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).