43. ૪૩. મંડળીણે શરૂઆત
જીયા ઈસુ સ્વર્ગમાં પાછો ગો તીયા શિષ્યો ઈસુણે આજ્ઞા પ્રમાણે યારુશાલેમમાં રોકાયા. વિશ્વાસીઓ તીયા હંમેશા પ્રાર્થના કરને હારું ફેગે હોવતેને.
દર વરહે, કાપણીણે ૫૦ દિહી પૂઠી, યહુદી લોકો એક મહત્વણે દિહી માનતેને જીયાણે પચાસમાણો દિહી કવામાં આવતો હા. પચાસમાણે દિહી તો સમય હોતનો જીયા યહૂદી લોકો કાપણીણે તેવાર જેહે ઉજીવતેને. દુનિયાભરતી યહુદી લોકો યરુશાલેમમાં આવીને પચાસમાણો દિહી ઉજીવતેને. ઈયે વરહે પચાસમાણો દિહી ઈસુ સ્વર્ગમાં પાછો ગો તિયાણ લગભગ એક આઠવાય્ળા પૂઠી આવનો.
જીયા બદે વિશ્વાસી એક જાગે ફેગે હોતને, અચાનક જીયા ઘરમાં તી ફેગે હોતને તી એક તોફાની હવા જેવા જીબ બદા જ વિશ્વાસીણે તમ્પા ઉપાર આવી. તી બદે પવિત્ર આત્માથી ભરપૂર હોવે ને તી બદે અન્ય ભાષાઓ બોનણે લાગે.
જીયા યરુશાલેમણે લોકોએ તો અવાજ ઉનાયો તીયા કાજા હોઈ રય હા તી જાણને હારું એક ટોલ્લ ફેગ હોય ગ. જીયા લોકોએ વિશ્વાસીહીય દેવણા અદભૂત કાર્યોણી રજૂઆત કરતા ઉનાય તીયા તિયણાહાય નવાઈ નાગી કા તી એ વાતો પોત પોતાણી ફાષામાં ઉનાતને.
કતરાક લોકોએ શિષ્યો પાર દારૂણા નશામાં હોવાણો દોષ લાગીવ્યો. ફણ પિતરે ઉબા રયને તિયણાહાય કય કા, “ મારે વાત ઉનાયા! લોકો નશામાં કાઈની હા! એ તે ફવિષ્યવાણી પૂરી હોવાણી જે યોએલ પ્રબોદક દ્વારા દેવે ક્યન કા, ‘ છેન્ના દિહામાં, હાઈ મારે આત્મા રેડી દેહે.’
ઈઝ્રાયલણે લોકો, ઈસુ એક માણહો હોતનો જીયે દેવણા સામર્થ્યથી ઘણા જાતણા ચિન્હ ને ચમત્કારો કરીના, જે તુમાહાય હેદજા હા ને જાણતે હા. ફણ તુમાહાય તિયાણે વધસ્તંભે જડી દેદો.
ને ઈસુ મરણ પામ્નો, ફણ દેવે તિયાણે મરીનામાંથી જીવતો કરી દેદો. એતે ફવિષ્યવાણી પૂરી હોવાણી વાત હા જે કતી હા કા, ‘ તું તોરે પવિત્રણે કબરમાં હળવા ની દેય.’ આમે એ વાતણે સાક્ષી હામ કા દેવે ઈસુણે પાછો જીવતો કદો હા.
હમી ઈસુ દેવણે જમણી બેઠો હા. ને જેવી રીતે તીયે વચન આપી ન તીયા પ્રમાણે તીયે પવિત્ર આત્માણે મૂકીન્નો હા. જે વસ્તુઓ હમી તુમે હેદતે ને ઉનાય રયે હા, તે પવિત્ર આત્માણે નેદે હા.
તુમાહાય આજે ઈસુણે વધસ્તંભ પાર જડી દેદો. ફણ એ વાત ચોક્કસ હા કા દેવે જ ઈસુણે પ્રભુ ને મસીહા બનાવ્યો હા.”
જે વાતો પિતરે કદ, તે વાતો ઉનાયને બદે ગંભીરાતાથી પ્રભાવિત હોવે. એટલે તિયણાહાય પિતર ને બીજા પ્રેરિતોહોય પૂછછ, “ કા આમારે કાજા કરવા જુજે?”
પિતરે તિયણાહાય જવાબ આપ્ચો કા, “ દરેકે પોતાણે મન બદીલવા જુજે ને ઈસુ ખ્રિસ્તણે નામથી બાપ્તિસ્માં નેવા જુજે જીયાથી તુમારે પાપ માફ હોય અખે. ને તો તુમાહાય પવિત્ર આત્માણે દાન બી આપી.”
પિતરે જી કય તીયા પાર ૩૦૦૦ લોકોએ વિશ્વાસ કદો ને તે ઈસુણે શિષ્યો બની ગયા. તિયણાહાય બાપ્તિસ્માં નેદ ને યરુશાલેમણે મંડળીણે સદસ્ય બની ગયા.
શિષ્યો હંમેશા પ્રેરિતોહોય શિક્ષણણે ઉનાતના, ને હારીજ સમય વિતાવતાના, હારીજ ખાવાણ કરતાના ને હારીજ પ્રાર્થના કરતાના. તે હારીજ મંડળીમાં દેવણે સ્તુતિ કરતાના ને જી કાઈ તિયણાહાય પાહાય હોત્ન તી એકબીજા હારી વેહેચી નેતના તે બદેજ એકબીજાણે દયાન રાખતેને. રોજેજ ઘણે લોકો વિશ્વાસી બનતેને.
બાઇબલની એકવાર્તા :પ્રરિતોનાં કૃત્યો ૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).