46. ૪૬. પાઉલ ખ્રિસ્તી બનતો હા
શાઉલ એક જુવાન માણહો હોતનો જો લોકોણે ડગલે હાચીવતોનો જીયણાહાય સ્તેફ્નણે મારી નાખીનો તો ઈસુ ખ્રિસ્ત પાર વિશ્વાસ કાઈની કરતો ને એટલે તો વિશ્વાસીહીય સતાવતોનો. તો યારુશાલેમણા ઘર – ઘરમાં જાયને ડોહન્ની, ને માટળા બદહાય બંદી બનાવતોનો જીયાથી તિયણાહાય બંદીખાનામાં પૂરી અખે. પ્રમુખ યાજકે શાઉલણે રજા આપ્ચી કા તો ખ્રિસ્તી લોકોહોય બંદી બનાવણે હારું દમસ્કમાં જાય ને તિયણાહાય પાછો યરુશાલેમમાં નેઈ આવે.
જીયા શાઉલ દમસ્કસણા રસ્તા પાર હોતનો તીયા આકાશમાંથી તેજ પ્રકાશ તિયાણે ચારે બાજુ ચમકીયો ને તો નીચે પડી ગો. શાઉલે કોઈકણે કતા ઉનાય કા, “ શાઉલ, શાઉલ! તું માને કેહે સતાવતો હા?” શાઉલે પૂછછ કા, “ પ્રભુ તું કીડો હા?” ઈસુએ જવાબ આપ્ચો કા, “ હાઈ ઈસુ હામ. તું માને સતાવતો હા!”
જીયા શાઉલ ઉઠઠો તીયા તો હેદી કાઈની અખતોનો. તિયાણે મિત્રોએ તિયાણે દમસ્કસ ફણી નેઈ ગયા. શાઉલે તીન દિહી હુદી કાઈ ખાદદ કા પીદદ કાઈની.
દમસ્કસમાં અનાન્ય નામણો એક શિષ્ય હોતનો. દેવે તિયાણે કય કા, “ જીયા ઘરમાં શાઉલ રોકાયો હા તીયા જા. તીયા પાર તોરે હાથ મૂક કા જીયાથી તો પાછો હેદતો હોય જાય.” ફણ અનાન્યાએ કય કા, “ પ્રભુ, ઈયા માણહાએ વિશ્વાસીહીય કેવી રીતે સતાવ્યે હા તીયા વિશે માયે ઉનાય હા.” દેવે તિયાણે જવાબ આપ્ચો કા, “ જા! માયે તિયાણે પસંદ કદો હા કા તો યહુદીહીય ને બીજી જાતિહીય મારે નામ જાણાવે. તો મારે નામણે નેદે બ જ દુ:ખ ઉઠાવી.”
એટલે અનાન્યા શાઉલ પાહાય ગો, તીયા પાહાય પોતાણે હાથ મૂક્ચ્ચો ને કય કા, “ આવતી વખતે ઈસુ જો તોરે રસ્તામાં તુને પ્રગટ હોવનો, તીયે માને તોરે પાહાય મૂકીન્નો હા. જીયાથી તું પોતાણે દ્રષ્ટી પાછી મેલવી અખે ને પવિત્ર આત્માથી ભરપુર હોઈ અખે. શાઉલ તરાતું જ પાછો દેખાતો હોય ગો ને અનાન્યાએ તિયાણે બાપ્તિસ્માં આપ્ચ. પૂઠી તીયે ખાવાણ કદ ને તિયાણે શક્તિ પાછી આવી ગોય.
તીયા સમય, શાઉલ દમસ્કમાં રતે યહૂદીહીય પ્રચાર કરને લાગો કા, “ ઈસુ દેવણે પુત્ર હા!” યહૂદીલોકોહોય નવાઈ પામી ગયે કા જો માણહો વિશ્વાસીહીય નાશ કરને પ્રયત્ન કરતોનો તીયે બી હવે ઈસુ પાર વિશ્વાસ કરી નેદો હા. શાઉલ યહૂદીહીય આગળ ઈ સાબિત કરતોનો કા ઈસુ જ ખ્રિસ્ત હા.
ઘણા દિહી પૂઠી, યહૂદીઓએ શાઉલણે મારી નાખવાણી યોજના બનાવી. તિયણાહાય નગરણે બારા પાહાય લોકોહોય નજર રાખણે હારું મુકીન્ના જીયાથી તિયાણે મારી નાખવામાં આવે. ફણ શાઉલે એ યોજના વિશે ઉનાય નેદદ. ને તિયાણા મિત્રએ તિયાણે બચી જાણે હારું મદદ કદી. એક રાતે તિયણાહાય તિયાણે ટોપનામાં બેહાડીને કોટ ઉપારથી ઉતારી મૂક્ચો. દમસ્કસથી નીકલીને તરત તીયે ઈસુણે પ્રચાર કરવાણ ચાનું રાખ્શ.
શાઉલ શિષ્યોહીય મિલ્લે હારું યરુશાલેમમાં ગો ફણ તે તિયાથી ખાબરાયના હોતના. પૂઠી બર્નાબાસ નામણે એક વિશ્વાસી શાઉલણે પ્રેરિતો પાહાય નેઈ ગો ને તિયણાહાય કય કા શાઉલે દમસ્કસમાં કેવી રીતે હિંમતથી પ્રચાર કરીનો. ને તીયા પૂઠી, શિષ્યોએ શાઉલણે સ્વીકાર કરી નેદો.
ક્તારેક વિશ્વાસી જી યરુશાલેમણી સતાવણીથી દૂર નાહાય ગને. તી દૂર અંત્યોખ નગરમાં નાહાય ગયા ને તીયા ઈસુણે સુવાર્તાણે પ્રચાર કદો. અંત્યોખમાં વદારે લોકો યહૂદી કાઈની હોતને, ફણ પેલ્લી વાર તિયણેમાણે ઘણે લોકો વિશ્વાસી બની ગયે. બાર્નાબાસ ને શાઉલ ઈ નવા વિશ્વાસી પાહાય ગયા જીયાથી તે ઈસુણે વિશે વદારે ઈખવી અખે ને ખ્રિસ્તી સમુદાયણે મજબૂત કરી અખે. અંત્યોખમાં પેલ્લા વિશ્વાસી લોકો “ ખ્રિસ્તી” ક્વાયના.
એક દિહી, જીયા અંત્યોખણા બદા ખ્રિસ્તી લોકો ઉપવાસ ને પ્રાર્થના કરતાના, તીયા પવિત્ર આત્માએ તિયણાહાય કય કા, “ બાર્નાબાસ ને શાઉલણે મારે કામ કરને હારું અલગ કરા જીયા ફાગુ માયે તિયણાહાય હાદજા હા.” તીયા અંત્યોખણી મંડળીએ બાર્નાબાસ ને શાઉલ ફાગુ પ્રાર્થના કદી તિયણે પાર પોતાણે હાથ મૂક્ચો. તીયા તિયણાહાય બીજી જાગાએ ઈસુણે સુવાર્તા પ્રચાર કરને હારું મોકીન્ના. બાર્નાબાસ ને શાઉલે ખણી બદી જાતિણા લોકોહોય ઈસુણે સુવાર્તા ઉનાવી ને ખણા લોકોહોય ઈસુ પાર વિશ્વાસ કદો.
બાઇબલની એક વાર્તાઃ પ્રેરિતોનાં કૃત્યો ૮ઃ૩; ૯ઃ૧-૩૧; ૧૧ઃ૧૯-૨૬; ૧૩ઃ૧-૩
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).