20. ૨૦. બંદીવાસ એન પાછા ફરવુ
ઈઝ્રાયલના રજ્ય ને યહુદાના રાજ્ય ઈ બેવાહી પરમેશ્વર વિરુધ્ધ પાપ કયરા. તીયાહા પરમેશ્વરે જો કરાર સિનાઈ પાર ઓફેલો હતો. તો તોડી લાયખો. લોકો પસ્તાવો કરે ને ફીરીથી. તાણી ભક્તિ કરે ઈ વિષે ચેતવણી ઓફુ પરમેશ્વરે તાણા પ્રબોધકા દવડો પુણ તીયાહી માયના નાય.
માટે પરમેશ્વરે બેવ રાજયોહા તીયાહા દુશ્મનો દ્રરા તીયાહો નાશ કરુની અનુમતી ઓયફી. આશુરના સામ્રાજ્ય જી શક્તિશાળી હતો ને ઘાતકી રાષ્ટ્ર હતા. તેણે ઈઝ્રાયલના રાજ્યનો નાશ કર્યો. આશૂરના સૈન્યહી ઈઝ્રાયલ રાજ્યના ઘણાલોકોહા મારી લાયખે. બધીજ માલ મિકત તીયાહી લેય ગુવા ને દેશા બાળી મુયકો.
આશુરના લોકો બધાજ આગવાનો, ધનવાન લોકો ને જે લોકો કુશળ કારીગર હતા તીયા બધાહા ભેગા કરીને તીયાહી આશુર લેય ગુવા. ફકત ગરીબ ઈઝ્રાયલીઓ જીયાહા મારીલાખવામાં આમને નાય તીયેજ ઈઝ્રાયલના રાજ્યમાં રય ગુવે.
તે પાઠી આશુરીઓ વિદેશીઓને ઈઝ્રાયલના રાજ્ય જાહતા. તા રવ હારુ લામના વિદેશી ઓહી નાશ કરેલા શહેર ફીરીથી બાયધા ને ઈઝ્રાયલીઓ હાથે લગન કયરા કા જીયે તા રય ગોયલે હતે. ઈઝ્રાયલના જે વંશજો વિદેશીઓહા લગન કરેલા હતા. તીયાહી સમરૂનીયો આખાય ને.
યહુદા રાજ્યને લોકોહી હેયરા કા પરમેશ્વરની આરાધના ને અજ્ઞાપાલ નાય કરતા ઈઝ્રાયલ રાજ્યના લોકોહી કહીક શિક્ષા કરેલી. તો છતા પુણ તીયાહી મુર્તિપૂજા કરુના ને કનાનીઓના દેવાયી ઊપાસના કરુના ચાલુ રાયખુ પરમેશ્વરે તીયાહા ચેતવુ હારુ પ્રબોધકા દવડો પુણ તીયાહી તાણા નાય આયકા.
આશુરે ઈઝ્રાયલના રાજ્યનો નાશ કયરો તાણા ૧૦૦ વરી પાઠી. પરમેશ્વરે નબુખાદનેસ્સાર જો બાબિલનો રજા હતો તીયા યહુદા રાજ્ય ઊપાર લડાઈ કરુ દવડો. બાબિલ શક્તિશાળી સામ્રાજ્ય હતા. યહુદા ના રાજાએ નબુખાદનેસ્શાર રાજા ના ગુલામ બનુના કબુલ કયરા ને તીયા દર વરી ધણા રૂપિયા ઓફુના નક્કી કયરા.
પુણ થોડેક વરી પાઠી યહુદિયાના રાજાએ નુબખાદનેસ્સાર વિરુધ્ધ બળવો કયરો. માટે બાલિલે પાછા આવીને યહુદિયાના રાજ્ય ઊપાર હુમલો કયરો. તીયાહી યરૂશાલેમના શહેર કબજે કરી લેધા. ભક્તિસ્થાનનો નાશ કર્યો ને શહેર ને ભક્તિસ્થાનનો સર્વ ખજાનો લુંટી લેધો.
પહુદિયાના રાજા તાણા બળવાની શિક્ષા ઓફુ હારુ નબુખાદનેસ્સાર રાજાયા સૈનિકો રાજાયા પોહા તેણે હામે મારી લાયખો ને તે પાઠી તીયા આંધળો કરી લાયખો. તે પાઠી તીયે રાજા બાબિલના બંદિવાસમાં મરુ હારુ લેય ગુવા
નબુખાદનેસ્સાર ને તાણા સૈન્ય યહુદિયાના રાજ્યના બધા લોકોહા બાબિલ લેય ગુવા. જીયે સૌથી ગરીબ હતે. તીયાહાજ વાળીમાં ખેતી કરુ હારુ રવ દેધે.ઓ તો સમય હતો કા જેમા પરમેશ્વરને લોકો વચનનો દેશ છોડીને બંદિવાસમાં જાવ લાગ હારુ દબાણ કરવામાં આમના.
જો કા પરમેશ્વર તાણા લોકોહા તીયાહે પાપા માટે શિક્ષા કયરી કા તીયાહા બંદિવાસમાં દવાડમાં આવે. પુણ તો તીયાહા અથવા પોતાયે વચન ભુલને નાય. પરમેશ્વરે તીયાહે ઊપાર દેખરેખ રાખુના તથા પોતાયા પ્રબોધકો મારફતે તીયાહે હાથે બોલુના ચાલુ રાયખા. તેણે વચન આયફા કા સિતેર વરી પાઠી. તીયાહી વચનના દેશમાં ફીરીથી પાછે આવી.
સિત્તેર વરી પાઠી. કોરેશ જો પર્શિયાનો રાજા હતો તેણે બાબિલા હારવા ને પર્શિયાના સામ્રાજયએ બાબિલના સામ્રાજ્યના સ્થાન લેધા. ઈઝ્રાયલીઓ હવે યહુદીઓ આખાય થતે ને તેમાને ઘણે લોકોહી પોતાય જીવન બાબિલમાં પસાર કયરા તીયાહા ઘણા ઓછા અહા ડોહા યહુદિયા દેશ યાદ હતો.
પર્શિયન સામ્રાજય યા શક્તિશાળી રાજ્ય હતા. પુણ તીયાહી જીતેલી પ્રજા પ્રત્યે તીયાહી દયાળુ હતે. કોરેશ પર્શિયાનો રાજા બનનો તીયા પાઠી તરત તેણે આદેશ ઓયફો કા જે યહુદીઓ યહુદિયાપાછા માગે થુય તીયાહી પર્શિયા છોડીને યહુદિયા જાય શકે. તેણે ભક્તિસ્થાનના પુન બાંધકામ કશુ હારુ નાણા પુણ ઓયફા માટે બંદિવાસમાં સિત્તેર વરી પાઠી. યહુદીઓ એક નાનલા જુથ યહુદિયાના પરૂશાલેમ શહેરમાં પાછા ફીરના.
જેર લોકો યરૂશાલેમમા પાછે ફીરને. તીયાહી ભક્તિસ્થાન શહેર ફીરતે કોટ બાયધો. જોકા હજુ પુણ દુસરે લોકો દ્ર્રારા તીયાહે ઊયાર અમલ ચાલવાય થતો ફિરીથી તીયાહી વચનના દેશમા રવ લાગને ને ભક્તિસ્થનમાં આરાધના કરુ લાગને.
બાઈબલમાંથી એક વાર્તા: 2 રાજઓ 17; 24-25; 2 કાળવ્રત્તાંત 36; એઝરા 1-10; નહેમ્યાહ 1-13
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).