9. ૦૯. પરમેશ્વરે મુસા હાયદો
યૂસહના મરણ પાઠી તાણે બઘે સગાવાહાલે મીસરમાં રનેલે તીયાહી ને તીયાહા વંશજો હી ઘણે વર્ષો હુધી તા રને ત્યાહે ઘણે પોહે ઊને તીયાહી ઈઝ્રાયેલીઓ આખવામા આમને.
ઘણી સદીઓ પાઠી ઈઝ્રાયલીઓહી સંખ્યા ઘણી વધની મિસરીઓહા હવે યુસફ અથવા તેણ તીયાહા કહીક રીતે મદદ કરેલી તી તીયાહા યાદ રનેલા નાય તીયાહી ઈઝ્રાયલીઓથી બીવ લાગને કારણ કા તીયા હી સંખ્યા બો હતી તેથી મિસરમાં તીજ વખતે જો ફારુન રાજા રાજ કરે થતો તેણે ઈઝ્રાયલીઓહા મીસરીઓના ગુલામો બનાયવે
મિસરી ઓ ઈઝ્રાયલી ઊપાર ઈમારતો ને આખા શહેર બાધુ હારુ દબાણ કયરા કાઠણ મહેનતને લીધે તીયાહી જિંદગી બેહાલ બની ગોય પુણ પરમેશ્વરે તીયાહા આશીર્વાદ ઓયફો ને તીયાહા વધારે પોહે ઊને
ફારૂને હેયરા કા ઈઝ્રાયલીઓ ને વધારે પોહે આહે માટે તેણે તેણા લોકાહા આદેશ ઓયફો કા ઈઝ્રયલી દરેક નર પોહાહા નાઈલ નયમાં ઊડી લાખીને મારી લાખે.
એક ઈઝ્રાયલી ડોહાડીએ નર પોહા જનમ ઓયફો તેણીએ નેતેણા પતિએ તે પોહા બની શકે તેહો દબાડી રાયખો
જેર પોહાયે આપબાહ તીયા બો દી દબાડી રાખી શકને નાય તેર તીયાહી એક ટોપલીમાં થયવો ને બરુઓ વચ્ચે નાઈલ નય કિનારે તરતો થયવો જથી તીયાહી ત્યા મરણથી બચાવી શકે તાણી મોટી બણી તીયા ઊપર રાખે થતી કા તાણ કા ઊવી
ફારુનની પોહીયે ટોપલીયે હેયરી ને તાણે અંદર હેયરા જ્યાર તીયે હેયરા કા તરત તીયે તેણો પોહા તરીકે લેયલેધો તીયે ઈઝ્રાયલી ડોહાડીયે ભાડે રાયખી કાતી પોહાઈ સંભાળ રાખે તી ઈ જાણે નાય થતી કા તી પોહાઈ માય હતી જેર પોહા નાય થતી જેર પોહા થોડાક પ્રમાણમાં મોટા ઊના જેર તીયા હવે માયની દુધની જરૂર નાય હતી તીયા ફારુનની પોહાયે પાછી દવડી દેધી જેણે તાણા નામ મુસા પાયડા
એક દી જેર મુસા મોટૉ ઊયગોયલો હતો તેર તેણે હેયરા કા એક મીસરી ઈઝ્રાયેલીયા લગવી રનેલો હતો મુસાએ તીયા સાથી ઈઝ્રાયલીયા બચવુનો પ્રત્યન કયરો
જેર મુસાએ વિચાયરા કાઈ તીયા એરી રનેલા નાય તેરે તેણે મિસરીયા મારી લાયખો ને તાણા શરીર દાટી મુસાએ જી કરેલા તી કોઈક હેરી ગુવા
મુસાએ જી કયરા તાણી ખબર ફારુના ઊની તેર તેણે મુસા મારી લાખુનો પ્રયત્યન કયરો મુસા મિસરમાંથી અરણ્યમાં નાહી છુટ્નો કા જા તો ફાસનના સૈનિકાથી સુરક્ષિત રય શકે
મુસા મિસરથી ઘણે દુર અહા અરણ્યમાં ભરવાડ બનીને રનો તો તી જગ્યામાં એક ડોહાડી હાથે વેવા કયરા ને તીયા બે પોહા ઊના
એક દી જેર મુસા ઘેટે ચારે થતો તેર તેણે હેયરા કા એક ઝાડવા હળગી રનેલા હ્તા આય પુણ ઝાડવા ભસ્મ ઉવે થતા નાય મુસા વધુ હાજી રીતે તીયા હેરી શકાય તીયા માટે તો તીયા પાહે ગો જહો તો હળગતા ઝાડવા પાહે ગો પરમેશ્વરના અવાજે આયખા મૂસા તુણે ચપલ કાઢ જી જગા પાર તુ ઊભી રનેલો આય તી પવિત્ર આય
પરમેશ્વરે આયખા મે માણા લોકોહા પીડાપાપીડાઓ હેરી મે તુવા ફારુન પાહે દવડી જેથી તુ ઈઝાયેલી ઓને મિસરની બહાર લાવી શકે. મે તુમા કનાન દેશ ઓફી એ વિષે મે ઈબ્રાહિમાં ઈસહાકા ને યાફુબા વચન ઓફેલા હાતા
મુસાએ પુયછા જો લોકો જાણુ માગી કા મા કુણે દવડો તો માણે કા આખુના પરમેશ્વરે આયખા મે જો આય તો આય તીયાહા આખકા મે આય તેણે માં દવાયડો તીયાહા ઈ પુણ આખીકા મે યહોવા આય તુમણા પુર્વજો ઈબ્રાહિમ ઈસહાક ને યાકુબાયો પરમેશ્વર ઈ માણા સદાકાળના નામાહે.
મુસા ફારુન પાહે જાવલાગ ઘાભરાય થતો કારણ કા તો વિચારે થતો કા મે હાજી રીતે બોલી શકતો નથી માટે પરમેશ્વરે મુસાના ભાઈ હારુના તાણી મદદ માટે દવડો પરમેશ્વરે મુસા ને હારુના ચેતયવા કા ફારુન હાટીલો બની.
બાઈબલની વાર્તા નિર્ગમન: 1-4
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).