30. ૩૦. ઇસુ પાંચ હાજાર લોકુહુને માંડો ખાવાવેહે
ઇસુ પોતા પ્રેરિતુહુને પ્રચાર કેરા ખાતુરે આને લોકુહુને શિક્ષણ આપા ખાતુરે અલગ-અલગ ગાવુમે મોકલ્યા. જાંહા તે વોલ્યા જીહી ઇસુ આથો તા તીયાહા ઇસુલે આખ્યો કા તીયાહા કાય કેલો તાંહા ઇસુહુ તીયાહાને સમુદ્ર મેરી તીયુ વેલે તીયા આરી એક શાંત જાગામે જાયને થોડોક સમય આરામ કેરા ખાતુરે હાધ્યા. તાંહા તે એક ઉળીમે બોહી ગીયા આને સમુદ્ર તીયુ વેલે જાતા રીયા.
પેન તીહી ખુબુજ એહેડા લોક આથા જીયાહા ઇસુલે આને તીયા ચેલાહાને ઉળીમે જાતા હેલા. એ લોક તીયાસે આગલા બીજી વેલે જાંઅ ખાતુરે સમુદ્ર મેરી-મેરીપે પાગ દંડી માહરી ગીયા. તાંહા જાંહા ઇસુ આને ચેલા પોચ્યા તા લોકુ એક મોડી ગોરદી તીયા વાટ જોવતી પેલ્લાનેજ તીહી આથી.
તીયુ ગોરદીમે બાયા આને હાને પોયરે ગણતરી વગર પાંચ હાજાર કેતા વાદારે આદમીજ આથા. ઇસુહુ તીયા લોકુપે દયા આલી. ઇસુ માટે તે લોક ભારવાળુ ઘેટા સમાન આથા. ઈયા ખાતુરે ઇસુહુ તીયાહાને શિક્ષણ આપ્યો આને તીયાં વોચ્ચે જે લોક બીમાર આથા તીયાહાને હારા કેયા.
વાતી વેલ્યા સમયુલે, ચેલાહા ઇસુલે આખ્યો, “આમી વાતો વી ગીયોહો આને આસપાસ એગો શેહેર બી નાહ. ઈયા લોકુહુને વિદા કેઅ કા તે જાયને કાયક ખાવુલો લી લેઅ.”
પેન ઇસુહુ ચેલાહાને આખ્યો, “તુમુહુ તીયાહાને ખાવુલો માટે કાંવીહી આપા!” તીયાહા જવાબ દેદો, “આમુહુ એહેકી કેહેકી કી સેક્તાહા? આમાપે ખાલી પાંચ માંડા આને બેન હાને માસે હાય.”
ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો કા તે ગોરદીલે ચારાપે પચાસ-પચાસુ ટુકળીમે બોહા ખાતુરે આખા.
તાંહા ઇસુહુ પાંચ માંડા આને બેન માસે લીને હોરગાવેલે હેયો, આને તીયા માંડા માટે પરમેહેરુ ધન્યવાદ આપ્યો.
ફાચે ઇસુહુ માંડા આને માસા ટુકળા કેયા. તીયાહા લોકુહુને આપા ખાતુરે પોતા ચેલાહાને ટુકળા આપી દેદા. ચેલાહા માંડાલે વાટતા રીયા, આને તોઅ કીદીહીજ પુરો નાહ વીયો! તે બાદા લોક ખાયને તૃપ્ત વી ગીયા.
તીયા બાદ, ચેલાહા તીયા માંડાલે એકઠો કેયો જીયાલે કેડાહાજ ખાદો નાહ આને તોઅ માંડો બારા સિબલે પોરા માટે પુરતો આથો! તોઅ બાદો માંડો તીયા પાંચ માંડા આને માસાકી આલ્લો.
માથ્થી અધ્યાય 14:13-21; માર્ક 6:31-44; લુક 9:10-17; યોહુન્ના 6:5-15 મેને બાયબલ વાર્તા
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).