31. ૩૧. ઇસુ પાંયુપે ચાલેહે
પાંચ હજાર લોકુહુને માંડો ખાવાવ્યા બાદ, ઇસુહુ પોતા ચેલાહાને ઉળીમે જાંઅ ખાતુરે આખ્યો. ઇસુહુ તીયાહાને સમુદ્ર તીયુ વેલ જાંઅ ખાતુરે આખ્યો પેન તોઅ પોતે થોડાક સમયુ માટે તીહીજ રોકાય ગીયો. તાંહા ચેલા જાતા રીયા આને ઇસુહુ તીયુ ગોરદીલે વિદાય કેયી કા તે પોતા કોઅ જાતા રેઅ. ઈયા બાદ ઇસુ પ્રાર્થના કેરા ખાતુરે એક ડોગુપે જાતો રીયો. તીહી તોઅ એખલોજ આથો, આને તીયાહા ખુબ વાઅ લોગુ પ્રાર્થના કેયી.
તીયા સમયુલે, ચેલા પોતા ઉળીલે ચાટલા ઠોકતા આગલા જાતલા, પેન વારો તીયા વિરુધ ચાલતલો. ખુબુજ રાત ગીયી તેબી તે ખાલી સમુદ્ર વોચ્ચેજ આથા.
તીયા સમયુલે ઇસુહુ પ્રાર્થના કેરા બંદ કેયી આને પોતા ચેલા પાહી ફાચે જાંઅ શુરુ કેયો. તોઅ ઉળી વેળા જાંઅ ખાતુરે પાંયુ ઉપે ચાલા લાગી.
તાંહા ચેલાહા તીયાલે હેયો, તે ખુબુજ બીઅ ગીયા કાહાકા તીયાહા વિચારલો કા તોઅ એગોહો પુથ હાય. ઇસુ જાંતલો કા તે બીઅ ગીયાહા, ઈયા ખાતુરે તીયાહાને બોમબ્લીને આખ્યો, “બીયાહા માઅ, ઓ આંય હાય!”
તાંહા પિત્તરુહુ ઇસુલે આખ્યો, “ઓ પ્રભુ, કાદાચ ઓ તુ હાય તા માને બી પાંયુપે ચાલીને તોઅ પાહી આવા આદેશ આપે.” ઇસુહુ પિત્તરુલે આખ્યો, “આવે.”
તાંહા પિત્તર ઉળીપેને ઉતી ગીયો આને ઇસુ પાહી જાંઅ ખાતુરે પાંયુ ઉપે ચાલા શુરુ કેયો, પેન થોડેજ દુર જાયને, તીયાહા પોતા દોંઆ ઇસુ વેલેને ફીરવી લેધ્યા આને ડોબા વેલે હેરા આને તુફાની વારાલે હેરા શુરુ કી દેદો.
તાંહા પિત્તર બીઅ ગીયો આને પાંયુમે બુડા લાગ્યો. તોઅ બોમ્બલ્યો, “ઓ પ્રભુ માને વાચાવ!” ઇસુહુ તીયાજ સમયુલે પોતા આથ લંબાવીને તીયાલે તીઅ લેદો. તાંહા તીયાહા પિત્તરુલે આખ્યો, “તોઅ વિશ્વાસ ખુબુજ ઓછો હાય! તુલે સુરક્ષિત રાખા ખાતુરે તુયુહુ માપે વિશ્વાસ કાહા નાહ કેયો?”
તાંહા ઇસુ આને પિત્તર ઉળીપે ચોળી ગીયા, આને તુરુત વારો બંદ વી ગીયો. પાંય શાંત વી ગીયો. ચેલાહા ચકિત વીને ઇસુ આગલા ઘુટણે ટેકી દેદે. તીયાહા ઇસુ આરાધના કેયી આને તીયાલે આખ્યો, “ખરેખર તુ પરમેહેરુ પોયરો હાય.”
માથ્થી અધ્યાય 14:22-૩૩; માર્ક 6:45-52; યોહન્ના 6:16-21 ને એક બાયબલુ વાર્તા
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).