16. છોડાવનારો
યહોશુ મોરણા પાછે ઈસરાએલી લોક પોરમેહેરા આગના નાંય માનતા આતા, એને ચ્યા બાકી રીઅલા કનાની લોકહાન બાઆ નાંય કાડ્યા એને પોરમેહેરા નિયમાં પાલન નાંય કોઅયા. ઈસરાએલી લોકહાય પોરમેહેરા આરાધના કોઅના બોદલે કનાન દેશા દેવહા આરાધના કોઅયી. ઈસરાએલી લોકહા રાજા નાંય આતો, યાહાટી દરેક માઅહું ચ્યાહાન જીં હોમજાય તીં કોઅતે આતે.
ઈસરાએલી લોકહાય પોરમેહેરા આગના નાંય માની યાહાટી પોરમેહેરાય ચ્યાહાન દુશ્માનાહાન ચ્યાહાંવોય જીત દેવાડી. એને ચ્યાહાન દંડ દેનો. યા દુશ્મન ઈસરાએલી લોકહા વસ્તુહુલ ચોરીન લેય જાય એને ચ્યાહા મિળકાત નાશ કોઅતા એને બોજ જાંઅહાન માઆય ટાકતા આતા. બોજ વોરહા લોગું પોરમેહેરા નાંય માન્યા પાછે ચ્યા ચ્યાહા દુશ્માનાહા દાબાણમાય રોઅના પાછે ઈસરાએલી લોકહાય પોસ્તાવો કોઅયો એને ચ્યાહા છુટકાહાટી પોરમેહેરાલ વિનંતી કોઅયી.
તોવે પોરમેહેરાય ચ્યાહાન દુશ્માનાહા આથામાઅને બોચાવાંહાટી છોડાવનારો દોવાડ્યો. એને ચ્યાહા દેશાલ શાંતિ મિળી. બાકી ચ્યાપાછે લોક પોરમેહેરાલ પાછા વિહરાય ગિયા એને પાછી મૂર્તિપૂજા કોઅરા લાગ્યા. યાહાટી પોરમેહેર મીદ્યાની લોકહાન ચ્યાહાવોય લેય યેનો કા ચ્યાહાન આરવે.
મિદ્યાની લોકહાય ઈસરાએલી લોકહા બોદી પાક હાત વોરહા લોગું લેય ગિયા. ઈસરાએલી લોક બોજ ગાબરાય ગિયા યાહાટી ચ્યા ગુફાહામાય દોબી રોતા આતા, જેથી મિદ્યાની લોક ચ્યાહાન હોદી નાંય હોકે. છેલ્લે ચ્યાહાય છુટકારાહાટી પોરમેહેરાલ વિનંતી કોઅયી.
યોક દિહી ગીદોન નાવાં યોક ઈસરાએલી માઅહું દોબીન ગોંવ મોળતો આતો જેથી મિદ્યાની ચ્યા ચોરી નાંય કોઅય લેય જાય. તોવે પોરમેહેરા દુતાય યેયન ગીદોનાલ આખ્યા, “પરાક્રમી શુરવીર, પોરમેહેર તો આરે હેય. જો એને ઈસરાએલી લોકહાન મિદ્યાની લોકહા આથામાઅને છોડાવ.”
ગીદોના આબહાપાય યોક વેદી આતી, જી મૂર્તિહી કોય બાઆલી આતી. પોરમેહેરાય ગીદોનાલ આખ્યા, કા ચ્યે વેદીલ પાડી ટાક. બાકી ગીદોનાલ લોકહા બિખ આતી યાહાટી ચ્યેય રાત પોડાં દેની. ચ્યાપાછે ચ્યાય ચ્યે વેદીલ પાડી ટાકી એને ચ્યે ટુકડા કોઅય દેના. ચ્યાય ચ્યા જગ્યા બાજુમાય જાં મૂર્તિકોઅરે અર્પણ ચોડવુતે આતે તાં ચ્યાય નોવી વેદી બાંદી.
બીજે દિહી લોકહાય દેખ્યાં, કા કાદાય તેરી વેદીલ તોડી ટાકલી હેય, એને ચ્યેલ નુકસાન કોઅલા હેય, તોવે લોક ખીજવાય ગિયા. ચ્યા ગીદોના ગોઓ ચ્યાલ માઆય ટાકાં ગિયા, બાકી ગીદોના આબહાય ચ્યાહાન આખ્યા, કાહા તુમા તુમે દેવાલ બોચાવાં કોશિશ કોઅય રીયહા? જો તો પોરમેહેર હેય તે ચ્યાલ પોતપોતાનાં સાંબાલ કોઅરા દા.” ચ્યા એહેકેન આખના લીદે લોકહાય ગીદોનાલ નાંય માઆય ટાક્યો.
ચ્યાપાછે પાછી મિદ્યાની લોક ઈસરાએલી લોકહાન લુટાં પાછા યેના. ચ્યા ઓલા બોદા આતા કા ચ્યા ગોણી નાંય હોકે. ગીદોનાય ઈસરાએલી લોકહાન ચ્યાહા હુંબુર લોડાહાટી બેગા કોંઅયા. ગીદોનાય પોરમેહેરાલ બેન ચિન્હ દેખાડા આખ્યા, જેથી ચ્યાહાન ખાતરી ઓઅય કા પોરમેહેર ચ્યાલ ઈસરાએલી લોકહાન બોચાવાંહાટી ઉપયોગ કોઅરી.
પેલ્લા ચિન્હ, ગીદોનાય ફાડકા લેયન ચ્યાય બાઆ જમીનીવોય થોવ્યાં, એને પોરમેહેરાલ આખ્યા કા હાકાળેહે યા ફાડકાવોય જાકળા પોડે એને જમીનીવોય નાંય પોડે. પોરમેહેરાય તેહેકેન કોઅયા. બીજે રાતી, ચ્યાય પોરમેહેરાલ આખ્યા કા જમીનીવોય જાકળા પોડા જોજે બાકી ફાડકાવોય નાંય પોડા જોજે. એને પોરમેહેરાય તી બી કોઅયા. યા બેન ચિન્હાકોય ગીદોનાલ ખાતરી કોઆડી કા પોરમેહેર ઈસરાએલી લોકહાન મિદ્યાની લોકહા આથામાઅને બોચાવાં માગહે.
32,000 ઈસરાએલી સૈનિક ગીદોનાપાય યેના, બાકી પોરમેહેરાય ચ્યાલ આખ્યા કા ચ્યા બો બોદા હેય. યાહાટી ગીદોનાય 22,000 લોક જ્યા લોડાઈથી બીઅતા આતા ચ્યાહાન પાછા ગોઓ દોવાડ્યા. પોરમેહેરાય આખ્યા કા આજુ બી માઅહે વોદારી હેય. યાહાટી ગીદોનાય 300 સૈનિકાહાલ છોડીન બોદહાલ ગોઓ દોવાડી દેના.
ચ્યે રાતી પોરમેહેરાય ગીદોનાલ આખ્યા, “નીચે મિદ્યાની લોકહા પોડાવામાય જો એને જોવે તું તાં જાયચ્યા જી કાય આખી તી વોનાજે તોવે વોદારી ગાબરાયેહે માં.” યાહાટી ચ્યે રાતી ગીદોન પોડાવામાય ગિયો એને યોક મિદ્યાની સૈનિકાય ચ્યા આર્યાલ ચ્યાય જી હોપના દેખ્યા ચ્યા બારામાય આખતા વોનાયો. ચ્યા માઅહા આર્યાય આખ્યા, “યા હોપના મતલબ હેય કા ગીદોના સેના મિદ્યાની લોકહા સેનાલ આરવી દી.” જોવે ગીદોન ઈ વોનાયો તોવે ચ્યાય પોરમેહેરા સ્તુતિ કોઅયી.
ચ્યાપાછે તો ચ્યા સૈનિકાહાપાય પાછો ગીયો એને ચ્યાહાન ચ્યાય રણશિગડા, વેંડલા એને દિવા દેના. ચ્યા મિદ્યાની સૈનિક જાં હૂતલા આતા ચ્યા પોડાવાલ ગેરી લેદા. ગીદોના 300 સૈનિકાહાપાય વેંડલાહામાય દિવા આતા જેથી મિદ્યાની સૈનિક ચ્યા દિવહા ઉજવાડો દેખી નાંય હોક્યા.
તોવે ગીદોના સૈનિકાહાય યોકહાતે વેંડલા ફોડી ટાક્યા એને અચનાક દિવહા ઉજવાડો ચોમકા લાગ્યો. ચ્યાય ચ્યા રણશિગડા ફૂક્યાં, એને ઉચો આવાજ કોઅયો “યહોવા એને ગીદોના તલવાર.”
પોરમેહેરાય મિદ્યાન્યાહાલ ગુચવાણ માય ટાકી દેના, યાહાટી ચ્યાહાય યોકબીજાલ માઆય ટાકાં એને હોમલો કોઅના શુરવાત કોઅય દેની. તારાત બાકીને ઈસરાએલી લોક ચ્યાહા ગોઅમેને હાદવામાય યેના, જેથી ચ્યા મિદ્યાની લોકહા પાછલા પોડે. ચ્યાહાય ચ્યાહાંમાઅને બો બોદા માઆય ટાક્યા. એને બાકહયાન ઈસરાએલી લોકહા જગ્યામાઅને નાહાડી દેના એને ચ્યાહા પાછલા પોડ્યા. 120,000 મિદ્યાની લોકહાન ચ્યે દિહી માઅયા. પોરમેહેરાય ઈસરાએલાલ બોચાવ્યા.
લોક ગીદોનાલ ચ્યાહા રાજા બોનાવાં માગતા આતા. ગીદોનાય ચ્યાહાન તેહેકેન નાંય કોઅરા દેના, બાકી ચ્યાય ચ્યાહાન હોના જો કુંડળો ચ્યાહાય મિદ્યાની લોકહા પાઅને લી યેનલા તો લીયાં આખ્યા. લોકહાય ગીદોનાલ બો બોદાં હોના દેના.
તોવે ગીદોનાય ચ્યા હોના ઉપયોગ ખાસ પ્રકારા ડોગલે જ્યે યાજક પોવતાહા ચ્યે બોનાવાં આખ્યે. બાકી લોકહાય ચ્યાલ મૂર્તિ હારકા ભક્તિ કોઅના શુરુ કોઅયાં. યાહાટી પોરમેહેરાય પાછી ઈસરાએલી લોકહાન દંડ દેનો કાહાકા ચ્યા મૂર્તિ ભક્તિ કોઅતા લાગ્યા. પોરમેહેરાય ચ્યાહા દુશ્માનાહાલ આરવાં પોરવાનગી દેની. એને છેલ્લે પાછી પોરમેહેરા મોદત માગી, એને પોરમેહેરાય ચ્યાહાન છોડાવનારા તરીકે બીજા કાદાલ દોવાડી દેનો.
ઈ વાત વારંવાર બોનતી રીયી. ઈસરાએલી લોક પાપ કોઅતા રિયા, પોરમેહેર ચ્યાહાન દંડ દેતો રિયો, ચ્યા પસ્તાવો કોઅતા રિયા એને પોરમેહેર ચ્યાહાન છોડાવનારો દોવાડતો રિયો. બો વોરહા લોગું, પોરમેહેરાય ઈસરાએલી લોકહાન ચ્યાહા દુશ્માનાહા આથામાઅને છોડવાહાટી છોડવુંનારો દોવાડતો રિયો.
છેલ્લે, લોકહાય પોરમેહેરાપાય રાજા માગ્યો જેહેકેન બીજા દેશા હેય તેહેકેન. ચ્યા ઊંચા એને હુબુર રાજા માગતો આતા જો ચ્યાહાન લોડાયીમાય આગેવાની કોએ. પોરમેહેરાલ ચ્યાહા વિનંતી નાય ગોમી, બાકી ચ્યાહાય જેહેકેન રાજા માંગ કોઅયી તેહેકેન ચ્યાહાન રાજાન દેનો.
ન્યાયાધીશો 1-3:6-8 માઅને યોક બાઈબલા વાર્તા.
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).