17. દાઉદા આરે પોરમેહેરા વાયદો

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 1

સાઉલ ઈસરાએલા પેલ્લો રાજા આતો. તો લાંબો એને સુંદર આતો, જેહેકેન ચ્યા લોકહા પોસંદ આતી યોકદમ તેહેકેન. ઈસરાએલાવોય ચ્યા રાજ્ય કોઅના કોલહેક વોરહે સાઉલ યોક હારો રાજા આતો. બાકી પાછે તો યોક ખારાબ માઅહું બોની ગીયો, જ્યાય પોરમેહેરા વાતો નાંય માન્યો, યાહાટી પોરમેહેરાય યોક બીજા માઅહાલ નીવડ્યો જો યોક દિહી સાઉલા જગ્યાવોય રાજા બોને.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 2

પોરમેહેરાય દાઉદ નાવા યોક જુવાન ઈસરાએલી માટડાલ નિવડીન યોક દિહી સાઉલા જગ્યાવોય રાજા બોનાહાટી તિયાર કોઅના શુરુ કોઅયા. દાઉદ બેતલેહેમ ગાવાં યોક બારવાડ આતો. કાહીં સમયા પેલ્લા, દાઉદાય સિંહ એને આછાલાં બેનહયાલ માઆય ટાકયેલ, કાહાકા દાઉદાકોય રાખવાળી કોઅતે સમયે ચ્યા આબહા ગેટહાંવોય ચ્યાહાય હોમલો કોઅલો આતો. દાઉદ યોક નમ્ર એને ન્યાયી માઅહું આતો. ચ્યાયે પોરમેહેરાવોય બોરહો કોઅયો એને ચ્યા વાત માની.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 3

જોવે દાઉદ આમી બી જુવાન માટડોજ આતો, ચ્યાયે હારા-હુબુર ગોલીયાતા વિરૂદ લોડાય કોઅયી. ગોલીયાત યોક બોજ હારો સૈનિક આતો. તો બોજ હુબુર એને લગભગ તીન મીટર લાંબો આતો. બાકી પોરમેહેરાય ગોલીયાતાલ માઅરાહાટી એને ઈસરાએલાલ બોચાવાંહાટી દાઉદા મોદત કોઅયી. ચ્યા પાછે, દાઉદાય ઈસરાએલા દુશ્માનાહાવોય ઘોણી વોખત જીત મિળવી દેની. દાઉદ યોક મોઠો સૈનિક બોની ગીયો, એને ચ્યાયે બોજ લોડાયીહી માય ઈસરાએલી સેના આગેવાની કોઅયી. લોકહાય ચ્યા બોજ વાહવા કોઅયી.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 4

લોકહાય દાઉદાલ ઓલાં પ્રેમ કોઅયા કા સાઉલ ચ્યાઆરે ઓદરાય કોઅરા લાગ્યો. છેલ્લે સાઉલ ચ્યાલ માઆય ટાકાં માગતો આતો, યાહાટી દાઉદ ચ્યાપાઅને એને ચ્યા સૈનિકાહા પાઅને દોબીન જંગલમાય નાહી ગિયો. યોક દિહી, જોવે સાઉલ એને ચ્યા સૈનિક દાઉદાલ હોદતા આતા, તે સાઉલ યોકા ગુફામાય ગિયો. ઈ તીજ ગુફા આતી જ્યેમાય દાઉદ દોબલો આતો, બાકી સાઉલાય ચ્યાલ નાંય દેખ્યો. દાઉદ સાઉલા પાછલા બોજ પાહી ગિયો એને ચ્યા ડોગલા યોક ટુકડો કાપી લેદો. પાછે, જોવે સાઉલ ચ્યે ગુફામાંઅને નિંગ્યો તે દાઉદાય ચ્યાલ બોંબલીન ચ્યા દોઅલા ડોગલા ટુકડાલ દેખાડયા. યે રીતીકોય, સાઉલ જાઆંય ગિયો કા દાઉદાય રાજા બોનાહાટી ચ્યાલ માઆય ટાકાં મોનાય કોઅય દેનલાં હેય.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 5

કોલહાક સમયા પાછે, સાઉલ લોડાયમાય મોઅય ગિયો, એને દાઉદ ઈસરાએલા રાજા બોની ગિયો. તો યોક હારો રાજા આતો, એને લોકહાય ચ્યાવોય પ્રેમ કોઅયા. પોરમેહેરાય દાઉદાલ બોરકાતદાર કોઅયો એને ચ્યાલ સફળ બોનાવ્યો. દાઉદ ઘોણ્યો લોડાય લોડ્યો, એને પોરમેહેરાય ઈસરાએલી લોકહા દુશ્માનાહાલ આરવી દાંહાટી ચ્યાહા મોદત કોઅયી. દાઉદાય યારુશાલેમ શેહેરાલ જીતીન ચ્યાલ ચ્યા રાજધાની બોનાવી, જાં તો રિયો એને રાજ્ય કોઅયા. દાઉદ ચાળહી વોરહે લોગું રાજા રિયો. ચ્યે સમયે, ઈસરાએલ તાકતવાળાં એને ધની બોની ગિયા.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 6

દાઉદ યોક મંદિર બોનાવાં માગતો આતો જાં બોદા ઈસરાએલી લોક પોરમેહેરા આરાધના કોઅય હોકે, એને ચ્યાહાટી બલિદાન ચોડવી હોકે. લગભગ 400 વોરહા લોગું, ચ્યા લોક મુસા બોનાવલા મિલાપવાળા તંબુમાય પોરમેહરા આરાધના કોઅય રિઅલા આતા, એને ચ્યાહાટી બલિદાન ચોડવુતા આતા.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 7

બાકી તાં નાતાન નાવા યોક ભવિષ્યવક્તા આતો. પોરમેહેરાય ચ્યાલ દાઉદાલ ઈ આખાં દોવાડ્યો, “તુંયે બોજ લોડાય લોડલ્યો હેય, યાહાટી તું મા કોઅરે યા મંદિરાલ નાંય બોનાવેહે. તો પોહો યાલ બોનાવી. તેબી, આંય તુલ બોજ બોરકાતદાર કોઅહી. તો યોક વંશ સદામાટે મા લોકહાવોય રાજા રુપામાય રાજ્ય કોઅરી.” સદામાટે રાજ્ય કોઅનારો તો દાઉદા યોખલોયોક વંશ ખ્રિસ્ત આતો. ખ્રિસ્તાલ પોરમેહેરાય નીવડુંલો જન આતો, જો દુનિયા લોકહાન ચ્યાહા પાપહાપાઅને બોચાવેહે.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 8

જોવે દાઉદ નાતાના ખોબાર વોનાયો તે ચ્યાયે પોરમેહેરા ધન્યવાદ કોઅયાં, એને ચ્યા સ્તુતિ કોઅયી. પોરમેહેર ચ્યા પ્રતિષ્ઠા વોદાડી રીઅલો આતો, એને ચ્યાલ બોજ બોરકાત દેય રીઅલો આતો. જરૂર, દાઉદ નાંય જાંઅતો આતો કા પોરમેહેર યે વાતહેલ કોવે કોઅરી. તો સમય આમાં જાઅજેહે કા ઈસરાએલી લોકહાન યોક લાંબા સમયા લોગું, લગભગ 1,૦૦૦ વોરહા લોગું ખ્રિસ્તા યેઅના વાટ જોવાં પોડી.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 9

દાઉદાય કાહીં વોરહા લોગું ન્યાયીપણાકોય ચ્યા લોકહાવોય રાજ્ય કોઅયા. ચ્યાયે બોજ વિશ્વાસયોગ્યતાકોય પોરમેહેરા વાતો માન્યો એને પોરમેહેરાય ચ્યાલ બોરકાતદાર કોઅયો. ચ્યાય ચ્યા જીવના છેલ્લે પોરમેહેરા વિરૂદ ભયાનક પાપ કોઅલાં આતા.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 10

યોક દિહી દાઉદાય ચ્યા મેહેલામાઅને બાઆ ડોકાવ્યા એને સુંદર થેઅયીલ આંગાળતાં દેખ્યાં. તો ચ્યેલ નાંય જાંઅતો આતો, બાકી ચ્યાય ખોબાર કોઅય લેદાં કા ચ્યે નાવ બતશેબા હેય.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 11

ચ્યા નોજાર ઓટાવી લેઅનાં કોઅતા, દાઉદાય ચ્યેલ ચ્યાપાય લિયાંહાટી કાદાલ તેરુ દોવાડ્યાં. તો ચ્યે આરે હૂતો એને ચ્યેલ પાછા ગોઓ દોવાડી દેના. વાયજ સમયા પાછે બતશેબાય ઈ આખીન દાઉદાપાય ખોબાર દોવાડી કા તી મોયના હેય.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 12

બતશેબા દોનારો ઉરીય્યા નાવા યોક માઅહું આતો. તો દાઉદા હારો સૈનિકાહા માઅને યોક આતો. ચ્યે સમયે તો લોડાય કોઅરાહાટી બાઆ ગીઅલો આતો. દાઉદાય લોડાયી માઅને પાછો હાદી લેદો, ચ્યાલ ચ્યા દોનારી આરે રાં આખ્યા. બાકી બીજા સૈનિક લોડાયીમાય આતા યાહાટી ઉરીય્યાય ગોઓ જાં મોનાય કોઅય દેના. છેલ્લે દાઉદાય ઉરીય્યાલ પાછા લોડાયીમાય દોવાડી દેનો. એને સૈનિકાહા મુખ્યાલ ચ્યાલ લોડાયીમાય ઓહડા જગ્યાવોય થોવાં આખ્યા જાં દુશ્માન બોદહાથી તાકાતવાળા રોય જેથી તો માઆય ટાકલો જાય. તે એહેકેન જાયા કા ઉરીય્યા લોડાયમાય મોઅય ગિયો.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 13

ઉરીય્યા લોડાયીમાય મોઅય જાયનાં પાછે દાઉદાય બતશેબા આરે વોરાડ કોઅય લેદાં. પાછે, ચ્યે દાઉદા પોહાલ જન્મો દેનો. દાઉદાય જી કાય કોંઅયા ચ્યાકોય પોરમેહેર બોજ ખીજવાય ગીયો, યાહાટી ચ્યાય નાતાન ભવિષ્યવક્તાલ દાઉદાપાય ઈ આખાં દોવાડ્યો કા ચ્યા પાપ કોલહાં ખારાબ હેય. દાઉદાય ચ્યા પાપહા લીદે પોસ્તાવો કોઅયો એને પોરમેહેરાય ચ્યાલ માફ કોઅય દેના. ચ્યા બાકીને જીવનમાય, ચ્યા કઠીન સમયામાય બી દાઉદ પોરમેહેરા પાછલા-પાછલા ચાલ્યો એને ચ્યા વાતો માન્યો.

17. દાઉદા આરે પોરમેહેરા વાયદો — illustration 14

બાકી દાઉદા પોહો મોઅય ગિયો. યે રીતે પોરમેહેરાય દાઉદાલ દંડ દેનો. ચ્યા અલાવા, દાઉદા મોઅના લોગું, ચ્યા પરિવારા કાહી લોકહાય ચ્યા વિરૂદ લોડાય કોઅયી, એને દાઉદા તાકાત વોછી ઓઅય ગીઅલી આતી. બાકી પોરમેહેર વિશ્વાસયોગ્ય આતો એને આમી બી ચ્યાયે તી કોઅયા જી ચ્યાયે દાઉદાઆરે કોઅના વાયદો કોઅલો આતો કા તો કોઅરી, ભલે દાઉદાય ચ્યા અનાદર કોઅલો આતો. પાછે, દાઉદા એને બતશેબા બીજા પોહાં જાયાં, એને ચ્યાહાય ચ્યા નાવ સુલેમાન થોવ્યાં.

1 શમુવેલ અધ્યાય 10; 15-19; 24; 31; 2 શમુવેલ 5; 7; 11-12 માઅને યોક બાઈબલા વાર્તા.

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).