26. ઈસુ ચ્યા સેવકાઈ શુરુવાત કોઅહે.
સૈતાના પોરીક્ષા મોનાઈ કોઅય દેઅના પાછે, ઇસુ પાછો ગાલીલ વિસ્તારમાય યેનો. ઈ તીજ જગ્યા હેય જાં તો રોતો આતો. પવિત્ર આત્મા ચ્યાલ બોજ સામર્થ્ય દેય રીઅલા આતાં. એને ઈસુ યોક જગ્યાહીને બીજી જગ્યાવોય ગિયો, એને લોકહાન શિક્ષણ દેના. બોદહાય ચ્યા બારામાય હાર્યો વાતો આખ્યો.
ઈસુ નાજરેત ગાવામાય ગિયો. ઈ તીં ગાંવ આતાં, જાં તો ચ્યા બાળપનામાય રોતો આતો. સાબ્બાથા દિહી, તો આરાધના કોઅના જગ્યાવોય ગિયો. આગેવાનહાય ચ્યાલ યશાયા ભવિષ્યવક્તા સંદેશા યોક ચોપડી દેની. ચ્યાહા મોરજી આતી કા તો ચ્યામાઅને વાંચે. છેલ્લે ઈસુય ચ્યે ચોપડીલ ઉગાડીન ચ્યા યોક ભાગ લોકહાહાટી વાચ્યો.
ઈસુય વાચ્યાં, “પોરમેહેરાય માન ચ્યા આત્મા દેનલાં હેય, જે થી આંય ગોરબાહાન હારી ખોબારે પ્રચાર કોઅય હોકું. ચ્યાયે માન યાહાટી દોવાડલો હેય કા કૈદ્યાહાલ છુટો કોઉં, આંદળાહાલ પાછા એઅતા બોનાડી દાંવ, એને ચ્યાહાન છુટકારો દાંવ, જ્યાહાન બીજા લોક સીક દેય રીઅલા હેય. ઓ તો સમય હેય જોવે પોરમેહેર આપહાવોય દોયાળો રોય, એને આપહે મોદાત કોઅરી.”
પાછે ઈસુ બોહી ગિયો. બોદા લોક ચ્યાલ ઘ્યાન દેયન એએય રીઅલા આતા. ચ્યા જાંઅતા આતા કા પવિત્રશાસ્ત્રા જો ભાગ ચ્યાયે આમી વાચલો આતો, તો ખ્રિસ્તા બારામાય આતો. ઈસુય આખ્યા, “જો વાતો માયે આમી તુમહેહાટી વાચલ્યો હેય, ચ્યો યે સમયે ઓઅય રીઅલ્યો હેય.” બોદા નોવાય પામી ગિયા. ચ્યાહાય આખ્યા, “કાય ઓ યુસુફા પોહો નાંય હેય?”
તોવે ઈસુય આખ્યા, “ઈ હાચ્ચા હેય કા લોક કોઅહાજ ઓહડા ભવિષ્યવક્તાલ કોવેજ સ્વીકાર નાંય કોએત, જો ચ્યાહાજ ગાવામાય હાનેને મોઠો ઓઅલો હેય. એલિયા ભવિષ્યવક્તા સમયામાય બી, ઈસરાએલમાય બોજ વિધવા આત્યો. બાકી જોવે સાડે તીન વોરહા લોગું પાઆય નાંય પોડ્યો, તે પોરમેહેરાય એલીયાલ કાદી બીજા દેશા વિધવાપાય દોવાડ્યા.”
ઈસુય આખતો રિયો, “એલીશા ભવિષ્યવક્તા સમયામાય, ઈસરાએલમાય બોજ લોક ચામડી રોગાકોય પીળાલા આતા. બાકી એલીશાય ચ્યાહામાઅને કાદાલુજ હારાં નાંય કોઅયાં. ચ્યાયે કેવળ ઈસરાએલા દુશ્માનાહા સૈનિકાહા મુખ્ય નામાનાલ હારો કોઅયો.” બાકી જ્યા લોક ઈસુલ વોનાય રીઅલા આતા ચ્યા યહૂદી આતા. યાહાટી જોવે ચ્યાહાય ચ્યાલ ઈ આખતા વોનાયા, તે ચ્યા ચ્યાવોય ખીજવાય ગિયા.
નાસરેત ગાવાં લોકહાય ઈસુલ દોંય પાડ્યો, એને ચ્યાલ આરાધના કોઅના જગ્યા વોઅને ગોહલીન બાઆ લેય ગિયા. ચ્યા ચ્યાલ માઆય ટાકાંહાટી નીચે ટાકી દાહાટી યોકા ખોલકાડા શેંડીવોય લેય ગિયા. બાકી ઈસુ ગિરદીમાઅને નિંગી ગિયો, એને નાસરેત ગાંવ છોડીન જાતો રિયો.
પાછે ઈસુ બોદા ગાલીલા વિસ્તારમાય ગિયો, એને લોકહા મોઠો ટોળો ચ્યાપાય યેનો. ચ્યા ઓહડા બોજ લોકહાન લેયન યેના, જ્યાં બિમાર એને પાંગળયા આતા. ચ્યાહામાઅને કોલહાક દેખી, ચાલી, વોનાય એને બોલી નાંય હોકતા આતા, એને ઈસુય ચ્યાહાન હારાં કોઅયાં.
ચ્યાહા સિવાય, બોજ ઓહડા લોક ઈસુપાય લેય યેના, જ્યાહાંમાય ખારાબ આત્મા આતાં. ઈસુય ખારાબ આત્માહાલ ચ્યાહામાઅને નિંગી જાંઅના આદેશ દેનો. ચ્યે ખારાબ આત્મે બોંબલ્યે, “તું પોરમેહેરા પોહો હેય!” ટોળામાઅને લોક નોવાય પામી ગિયા, એને ચ્યાહાય પોરમેહેરા સ્તુતિ કોઅયી.
પાછે ઈસુય બાર માટડાહાન નીવડ્યા, જ્યાહાન ચ્યાયે પ્રેષિત આખ્યા. ચ્યા પ્રેષિતાહાય ચ્યા આરે મુસાફરી કોઅયી, એને ચ્યાપાઅને શિક્ષણ લેદા.
માથ્થી અધ્યાય 4:12-25; માર્ક 1:14-15, 35-39; 3:13-21; લુક 4:14-30, 38-44 માઅને યોક બાઈબલા વાર્તા.
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).