6. પોરમેહેર ઇસાકા કોઅરે સુવિધા કોઅહે

6. પોરમેહેર ઇસાકા કોઅરે સુવિધા કોઅહે — illustration 1

જોવે અબ્રાહામ બોજ ડાયો ઓય ગિયો, તોવે ચ્યા પોહો ઈસાક યોક માટડા ઉમરે ઓઅય ગીઅલો આતો. યાહાટી અબ્રાહામાય ચ્યા યોક સેવકાલ ચ્યા પોહો ઈસાકાકોઅરે ચ્યા દેશામાઅને યોક દોનારી લિયાંહાટી દોવાડ્યો, જાં ચ્યા જાતલે રોતે આતે.

6. પોરમેહેર ઇસાકા કોઅરે સુવિધા કોઅહે — illustration 2

જાં અબ્રાહામા જાતલે રોતે આતે ચ્યા દેશામાય જાઅના યોક લાંબી મુસાફરી પાછે પોરમેહેરાય ચ્યા સેવકાલ રીપકા આરે મિળાવ્યા. તી અબ્રાહામા બાહા પોહા પોહી આતી.

6. પોરમેહેર ઇસાકા કોઅરે સુવિધા કોઅહે — illustration 3

રીપકા ચ્યે પરિવારાલ છોડીન ચ્યા સેવકા આરે પાછા જાંહાટી માની ગિયી. જાહેકેન ચ્યે પોઅચ્યે ઈસાકાય ચ્યેઆરે વોરાડ કોઅય લેદા.

6. પોરમેહેર ઇસાકા કોઅરે સુવિધા કોઅહે — illustration 4

યોક લાંબા સમયા પાછે, અબ્રાહામ મોઅય ગિયો. તોવે પોરમેહેરાય અબ્રાહામા પોહો ઈસાકાલ, અબ્રાહામા હાતે કોઅલા કરારા લીદે બોરકાત દેની, ચ્યા કરારામાય પોરમેહેરાય યોક વાયદો કોઅલો આતો કા અબ્રાહામા ગોણી નાંય પોડે ઓલે વંશજ ઓઅરી. બાકી ઈસાકા દોનારી રીપકા પોહે નાંય જાયે.

6. પોરમેહેર ઇસાકા કોઅરે સુવિધા કોઅહે — illustration 5

ઈસાકાય રિપકાહાટી પ્રાર્થના કોઅયી, એને પોરમેહેરાય ચ્યાલ જુડવા પોહહા મોયના રોયના તિયાર કોઅયાં. જ્યે સમયે ચ્યે પોહે રીપકા બુકામાયજ આતે ચ્યે યોકબીજાઆરે જુલાયાં લાગ્યે, યાહાટી જીં કાય ઓઅય રિઅલાં આતાં, રીપકાકાય તી પોરમેહેરાલ આખી દેના.

6. પોરમેહેર ઇસાકા કોઅરે સુવિધા કોઅહે — illustration 6

પોરમેહેરાય રીપકાલ આખ્યા, “તું બેન પોહહાલ જન્મ દેહે. ચ્યાહા વંશજ બેન અલગ-અલગ જાત્યો બોની. ચ્યે યોક બીજાઆરે લોડી. બાકી મોઠા પોહાથી ઉત્પન્ન ઓઅનારી જાતીલ હાના પોહાથી ઉત્પન્ન ઓઅનારી જાતી આગના માના પોડી.”

6. પોરમેહેર ઇસાકા કોઅરે સુવિધા કોઅહે — illustration 7

જોવે રિપકા પોહહા જન્મો જાયો, તે મોઠો પોહો લાલ એને બુરાળો આતો, એને ચ્યાહાય ચ્યા નાવ એસાવ થોવ્યાં. તોવે હાનો પોહો એસાવા પાગા પાટલી દોઈન જમ્યો, એને ચ્યાહાય ચ્યા નાવ યાકુબ થોવ્યાં.

ઉત્પતિ અધ્યાય 24:1- 25: 26 માઅને યોક બાઈબલા વાર્તા

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).