10. ૧૦. દસ મુંસિબતેં
મૂસો અનેં હારુન ફિરોન રાજા કનેં જાએંનેં કેંદું,“ઇસરાએંલ ન મનખં નો પરમેશ્વર કે હે કે, મારં મનખં નેં જાવા દે!” પુંણ ફિરોન રાજાવેં હેંનનું કેંદેંલું નેં હામળ્યુ. અનેં ઇસરાએંલ ન મનખં નેં સુંડવા ને બદલે હેંને હેંનં કનેં વદારે કાઠી મજુરી કરવા હારુ મજબુર કર્ય.
ફિરોન રાજાવેં મનખં નેં જાવા દેંવા નો નકાર લગધર્યો કરતો રિયો, એંતરે હારુ પરમેશ્વરેં મિસ્ર દેશ મ ખતરનાક દસ મુસિબતેં મુંકલજ્યી. ઈની મુસિબતં દુવારા પરમેશ્વરેં ફિરોન રાજા નેં વતાડ્યુ કે વેયો ફિરોન રાજા કરતં અનેં મિસ્ર દેશ ન બદ્દ દેવતં કરતં વતારે તાકતવર હે.
પરમેશ્વરેં પેલ નીલ નદી નેં લુઈ મ બદલેં નાખી, પુંણ ફિરોન રાજાવેં ઇસરાએંલ ન મનખં નેં હઝુ તક જાવા નેં દેંદં.
બીજી વખત પરમેશ્વરેં આખા મિસ્ર દેશ મ ડેટકં મુંકલ્ય. તર ફિરોન રાજાવેં મૂસા હાતેં અરજ કરી કે ડેટકં નહાડ દે. પુંણ બદ્દ ડેટકં મરેં જાવા બાદ ફિરોન રાજાવેં પાસું હૃદય કાઠું કર દેંદું અનેં ઇસરાએંલ ન મનખં નેં મિસ્ર દેશ મહ જાવા નેં દેંદં.
તીજી વખત પરમેશ્વરેં જુવં ની મુસિબત મુંકલી, સોથી વખત હેંને માખં ની મુસિબત મુંકલી. તર ફિરોન રાજાવેં મૂસા અનેં હારુન નેં બુંલાવેંનેં કેંદું કે,“અગર તમું આ મુસિબતેં રુંકહો તે, હૂં ઇસરાએંલ ન મનખં નેં મિસ્ર દેશ મહં જાવા દેં.” ઝર મૂસે પ્રાર્થના કરી તર પરમેશ્વરેં માખેં નહાડ દીદી. પુંણ ફિરોન રાજાવેં પુતાનું હૃદય પાસું કાઠું કર દેંદું અનેં ઇસરાએંલ ન મનખં નેં જાવા નેં દેંદં.
પાંસવી વખત પરમેશ્વરેં મિસ્ર દેશ ન બદ્દ ડગરં-બુંકડં અનેં બદ્દજનાવરં નેં માંદં પાડ દેંદં અનેં વેય મરવા મંડ્ય. તે હુંદું ફિરોન રાજા નું હૃદય કાઠુંસ બણેંલું રિયુ અનેં હેંને ઇસરાએંલ ન મનખં નેં જાવા નેં દેંદં.
તર સઠ્ઠી વખત પરમેશ્વરેં મૂસા નેં વાએંરા મ રખુંડો ઉડાડવા હારુ કેંદું. ઝર હેંને હેંવું કર્યુ તર મિસ્ર દેશ ન મનખં નેં અનેં ડગરં બેય નેં વેંલા પાડવા વાળં ગુંમડં થાય, પુંણ ઇસરાએંલ ન મનખં નેં કઈસ નેં થાયુ. પરમેશ્વરેં ફિરોન રાજા નું હૃદય કાઠું કર દેંદું, અનેં ફિરોન રાજાવેં ઇસરાએંલ ન મનખં નેં જાવા નેં દેંદં.
હાતવી વખત પરમેશ્વરેં આકાશ મહા ફરફ ના ભાઠા પાડ્યા, ઝેંનેં થી મિસ્ર દેશ ની બદ્દી ફસલ અનેં ઝી કુઈ બારતં નકળ્યુ હેંનનેં મટાડ દેંદં. તર ફિરોન રાજાવેં ફેંર મૂસા અનેં હારુન નેં બુંલાવેં નેં કેંદું કે,“મેંહ પાપ કર્યો હે તમું જાએં સકો હે.” એંતરે હારુ મૂસે પ્રાર્થના કરી અનેં મહા ફરફ ના ભાઠા પડવા નું બંદ થાએંજ્યુ.
પુંણ ફિરોન રાજાવેં ફેંર થી પાપ કર્યો અનેં પુતાનું હૃદય કાઠું કર દેંદું. હેંને ઇસરાએંલ ન મનખં નેં જાવા નેં દેંદં.
એંતરે હારુ આઠવી વખત પરમેશ્વરેં મિસ્ર દેશ મ ટીડ મુંકલ્યા. ફરફ ન ભાઠં થી ઝી ફસલ બસેં ગઈ હીતી વેયે ટીડ ખાએં જ્યા.
નમ્મી વખત પરમેશ્વરેં ઇન્દારું કર દેંદું, અનેં વેયુ ઇન્દારું તાંણ દાડં તક રિયુ. વેયુ ઇન્દારું એંવું ખતરનાક હેંતું કે મિસ્ર દેશ ન મનખં ઘેર મહં બારતં નેં નકળેં સક્ય, પુંણ ઝાં ઇસરાએંલ ન મનખં રેંતં હેંતં તાં ઈજવાળું હેંતું.
આ નો મુસિબતં બાદ હુંદો ફિરોન રાજા ઇસરાએંલ ન મનખં નેં જાવા દેંવા નો નકાર કરતો રિયો. હઝુ તક વેયો હામળતો નેં હેંતો. એંતરે હારુ પરમેશ્વરેં એક સિલ્લી મુસિબત મુંસિબત મુંકલવા ની યોજના કરી. હેંનેં થી ફિરોન નું મન બદલાએં જાહે.
બાએંબલ ની વારતા નિર્ગમન 5-10
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).