9. ૦૯. પરમેશ્વરેં મૂસા નેં બુંલાયો
યૂસૂફ નેં મરવા બાદ હેંનો આખો પરિવાર મિસ્ર દેશ મ રિયો. વેય અનેં હીની પીઢી ન મનખં ઘણં વરહં તક તાંસ રિય, અનેં હેંનો પરિવાર ઘણો વદ્યો, વેય ઇસરાએંલી કેંવાય.
ઘણં વરહં જાવા બાદ, ઇસરાએંલ દેશ ન મનખં ઘણં વદેંજ્ય. હાવુ મિસ્ર દેશ ન મનખં વિહરેંજ્ય હેંતં કે યૂસૂફેં મિસ્ર દેશ ન મનખં ન બાપ-દાદં ની કીવી રિતી મદદ કરી હીતી. વેય ઇસરાએંલ દેશ ન મનખં થકી સમકવા મંડ્ય હેંત. કેંમકે વેય ગણતરી મ ઘણં વદેંજ્ય હેંતં. એંતરે હારુ મિસ્ર દેશ મ હેંના ટાએંમ મ ફિરોન નામ નો રાજા રાજ કરતો હેંતો, હેંને ઇસરાએંલ દેશ ન મનખં નેં મિસ્ર દેશ ન મનખં ન ગુલામ બણાવ દેંદં.
મિસ્ર દેશ ન મનખવેં ઇસરાએંલ ન મનખં ઇપેર બિલ્ડિંગેં અનેં આખં-આખં સેરં બણાવા નો દબાવ નાખ્યો. કાઠી મજુરી કરવા ને લેંદે હેંનની જિન્ગી ખરાબ થાએં ગઈ હીતી. પુંણ હેંનનેં પરમેશ્વરેંએંવો આશિર્વાદ આલ્યો કે હેંનં ન સુંરં વદારે થાય.
ફિરોન રાજાવેં ભાળ્યુ કે ઇસરાએંલ ન મનખં નેં ઘણં સુંરં થાવા મંડ્ય હે, એંતરે હારુ હેંને એંવું હોકમ કર્યુ કે ઇસરાએંલ ન મનખં નેં ઝી સુંરા પેદા થાએ હેંનનેં નીલ નદી મ ફેંકેં દે.
એક ઇસરાએંલ દેશ ની બજ્યેર નેં સુંરો થાયો, હિન્યી અનેં હેંન આદમન્યેં હેંના બાળક નેં બણેં સકે એંતરા ટાએંમ તક હતાડેં મિલ્યો.
ઝર હેંનં આઈ-બા હેંનેં વદાર હતાડેં નેં સક્ય, તર હેંનવેં હેંના બાળક નેં એક ટુંપલી મ મિલ્યુ અનેં નીલ નદી મ ઘા બાજરા નેં વસેં તરતું મેંલ દેંદું. ઝેંનેં થી વેય બાળક નેં બસાવેં સકે. હેંના બાળક ની મુંટી બુંન હેંનેં ભાળતી હીતી કે હેંનું હું થાહે?
ફિરોન રાજા ની સુરજ્યે ઝર હીની ટુપલી નેં ભાળી તે હિન્યી બારતં કાડેંનેં ખોલેંનેં ભાળ્યુ કે હેંનેં મ એક બાળક હે, તે હિન્યી તરત હેંના સુંરા નેં પુંતાના સુંરા જુંગ પાળવા હારુ રાખ લેંદું. હિન્યી ઇસરાએંલ ની એક બજ્યેર નેં ગુંવાળ રાખી કે વેયે હેંના બાળક ની હાળ-હમાળ રાખે.વેયે એંમ નેં જાણતી હીતી કે હિન્યી ઝી બજ્યેર ગુંવાળ રાખી હે વેયે હેંનાસ બાળક ની આઈ હે. ઝર વેયુ બાળક મુંટું થાએંજ્યુ અનેં ધાવવા નું સુંડ દેંદું તર હિન્યી વેયુ બાળક ફિરોન રાજા ની સુરી નેં ફેંર હુંપેં દેંદું, હિન્યી હેંના સુંરા નું નામ મૂસા પાડ્યુ.
એક દાડો મૂસો ઝર મુંટો થાએંજ્યો તર હેંને ભાળ્યુ કે મિસ્ર દેશ નો એક માણસ ઇસરાએંલ ના માણસ નેં મારેં રિયો હેંતો. હેંના ટાએંમ મ મૂસે હેંના હાત વાળા ઇસરાએંલ ના માણસ નેં બસાવા ની કોશિશ કરી.
ઝર મૂસાવેં ભાળ્યુ કે કુઈ હેંનેં ભાળતું નહેં તે હેંને મિસ્ર દેશ ના માણસ નેં માર દડ્યો, અનેં હીની લાશ ડાટ દીદી. પુંણ ઝી કઈ મૂસે કર્યુ હેંતું વેયુ બદ્દું કેંનેંકેં ભાળ્યુ હેંતું.
મૂસે ઝી કર્યુ હેંતું હેંના બારા મ ફિરોન રાજા નેં હુદી ખબર પડેં ગઈ તર હેંને મૂસા નેં માર નાખવા ની કોશિશ કરી. પુંણ મૂસો મિસ્ર દેશ મહો રણ વિસ્તાર મ નાહેંજ્યો કે વેયો ફિરોન રાજા ન સેનિકં થી બસેં સકે.
વેયો મિસ્ર દેશ થી ઘણે સિટી એંવા રણ વિસ્તાર મ ભરવાડ બણેંનેં રિયો. હેંને હીની જગ્યા મ એક સુરી હાતેં લગન કર લેંદું અનેં હેંનેં બે સુંરા થાયા.
એક દાડો ઝર મૂસો ઘેંઠં સારતો હેંતો, તર હેંને ભાળ્યુ કે એક ઝાડ હળગે હે પુંણ વેયુ બળેંનેં મટતું નહે. તર મૂસો હેંનેં હઝુ અસલ ભાળવા હારુ હેંનેં ટીકે જ્યો, ઝેંવો વેયો ઝાડ નેં ટીકે જ્યો તર પરમેશ્વરેં મૂસા નેં કેંદું, “મૂસા તારા સંપલ કાડ નાખ. કેંમકે ઝી જગ્યા મ તું ઇબો હે વેયે જગ્યા પવિત્ર હે.”
ફેંર પરમેશ્વરેં કેંદું,“મેંહ મારં મનખં ની પીડા ભાળી હે, એંતરે હારુ હૂં તનેં ફિરોન રાજા કનેં મુંકલેં. એંતરે કે તું તાં જાએંનેં ઇસરાએંલ દેશ ન મનખં નેં મિસ્ર દેશ ની ગુલામી થી સુંડવેં લાવજે. હૂં હેંનનેં રેંવા હારુ કનાન દેશ આલેં. કેંમકે મેંહ એંના બારા મ ઇબ્રાહેંમ, ઇસાગ અનેં યાકૂબ હાતેં વાએંદો કર્યો હેંતો.”
મૂસે પૂસ્યુ,“મનખં એંમ જાણવા હારુ મનેં પૂસહે કે તનેં કેંનેં મુંકલ્યો હે, તે હૂં હું કેં?” પરમેશ્વરેં કેંદું,“હૂં ઝી હે તી હે.” હેંનનેં એંમ કેંજે કે હૂં હે હેંને મનેં મુંકલ્યો હે. હેંનનેં એંમ હુંદો કેંજે કે, “ હૂં યહોવા હે. તમારં બાપ-દાદં ઇબ્રાહેંમ, ઇસાગ અનેં યાકૂબ નો પરમેશ્વર. આ મારું જુંગેં-જુંગ નું નામ હે.”
મૂસો ફિરોન રાજા કન જાવા હારુ સમકતો હેંતો, કેંમકે વેયો વિસારતો હેંતો કે હૂં તે અસલ બુંલેં હુંદો નહેં સકતો. એંતરે હારુ પરમેશ્વરેં મૂસા ના ભાઈ હારુન નેં હુંદો હેંનેં મદદ કરવા હારુ હેંનેં હાતેં મુંકલ્યો. પરમેશ્વરેં મૂસા નેં અનેં હારુન નેં એંમ સેતવની હુદી આલી કે ફિરોન રાજા હટ કરવા વાળો હે.
બાએંબલ ની વારતા નિર્ગમન 1-4
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).