13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 1

પરમેશ્વરેં ઇસરાએંલ ન મનખવેં લાલ દરજ્યો પાર કર્યા બાદ, હેંનનેં ઉજોડ જગ્યા મ સિને નામ ના ડુંગોર મએં લેંજ્યો. આ વેયોસ ડુંગોર હેંતો ઝાં મૂસે બળતું ઝાડ ભાળ્યુ હેંતું. મનખવેં ડુંગોર નેં નિસં રેંવા હારુ પુંતાના તંબુ તાણ્યા.

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 2

પરમેશ્વરેં મૂસા અનેં ઇસરાએંલ ન મનખં નેં કેંદું,“તમું મારી આજ્ઞા અનેં મારા કરાર પાળહો તે તમું મારું ખાસ ધન, યાજકં નું રાજ્ય અનેં પવિત્ર દેશ થહો.”

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 3

તાંણ દાડં બાદ, ઝર મનખવેં પુંતાનેં આત્મિક રિતી તિયાર કર્ય. તર પરમેશ્વર સિનૈ ડુંગોર ની ટેકરી ઇપેર ઉતર્યો તર ગાજવા ની, વિજળાઈ, ગલુંણા અનેં રણસિંગડા ની જુંર ની આવાજ થાઈ. તર ખાલી મૂસો ડુંગોર ઇપેર જ્યો કેંમકે ખાલી હેંનેંસ ડુંગોર ઇપેર જાવા ની પર્વંગી હીતી.

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 4

તર પરમેશ્વરેં હેંનેં હાતેં કરાર કર્યો અનેં કેંદું,“હૂં યહોવા તમારો પરમેશ્વર હે, ઝી તમનેં મિસ્ર દેશ ની ગુલામી મહો સુંડવેં લાયો.” બીજં દેવી-દેંવતં નેં નહેં ભજો.

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 5

“તમું મૂર્તિ બણાવતં નેં વેહ, અનેં હીની ભક્તિ નેં કરતં વેહ. કેંમકે હૂં યહોવા, તમારો એકેંસ પરમેશ્વર હે.) બેકાર મ મારું નામ લેંતં નેં વેહ. અઠવાડજ્યા નો પેલ્લો દાડો પવિત્ર માનજો. એંતરે તમું સો દાડા તે તમારં બદ્દ કામ કરજો અનેં હાતમમો દાડો તામારી હારુ આરમ નો અનેં મનેં ઇયાદ કરવા નો દાડો હે.”

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 6

“તમારં આઈ-બા નેં માન આલો. કેંનેં યે માર નેં દડવું. સિનાળવું નેં કરવું. સુંરી નેં કરવી. ઝૂઠું નેં બુંલવું. તમારા પાડોશી ની ઘેર વાળી, હેંના ઘેર અનેં હેંનું ઝી કઈ હે હેંનેં ઇપેર આહ નેં રાખવી.”

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 7

હેંનેં બાદ પરમેશ્વરેં આ દસ આજ્ઞા ભાઠા ની પાટી ઇપેર લખી અનેં વેયે મૂસા નેં આલી. પરમેશ્વરેં બીજી ઘણી વિધી અનેં નિયમં હેંનનેં પાળવા હારુ આલ્ય. અગર મનખં પરમેશ્વર ન નિયમં પાળહે તરતે હેંનં હાતેં ઝી વાએંદો હેંને કર્યો હેંતો હેંને પરમણે વેયો હેંનનેં આશિર્વાદ આલહે, અનેં હેંનનું રક્ષણ કરહે. પુંણ અગર વેય નેં પાળે તરતે વેયો હેંનનેં દંડ આલહે.

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 8

પરમેશ્વરેં ઇસરાએંલ ન મનખં નેં એક મુંટો તંબૂ બણાવા હારુ કેંદું, હેંના તંબૂ નેં મુલાકાત વાળો તંબૂ કેંવા મ આયો. હેંના તંબૂ મ બે ગાળા હેંતા, ઝેંનેં વસેં એક મુંટો પડદો નાખવા મ આયો હેંતો. પડદા નેં વાહેડ વાળા ભાગ મ ખાલી મુખી યાજક નેંસ જાવા ની પર્વંગી હીતી, કેંમકે તાં પરમેશ્વર ની હજરી રિતી હીતી.

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 9

હેંના મુલાકાત તંબૂ નેં હામેં એક વેદી બણાવા હારુ કેંદું, એંતરે કે ઝી કુઈ પરમેશ્વર નું નિયમ તુંડે વેયુ મુલાકાત મંડપ અગ્યેડ એક જાનવર લાવેંનેં પરમેશ્વર હારુ ભુંગ કરેં સકે. યાજક હેંના જાનવર નેં મારેંનેં વેદી ઇપેર બાળતો. ઝી જાનવર ભુંગ કરવા મ આવતું હેંતું, હેંનું લુઈ મનખ ના પાપ નેં ઢાકેં દેંતું અનેં હેંના મનખ નેં પરમેશ્વર ની નજર મ પાપ વગર નું ઠરાવતું. પરમેશ્વરેં હારુન અનેં હીની પીઢી ન માણસં નેં યાજક બણાવા હારુ પસંદ કર્યા હેંતા.

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 10

દરેક મનખેં પરમેશ્વરે ઝી નિયમં આલ્ય હેંતં, હેંનું એંખલાનુંસ ભજન કરવું અનેં હેંનં ખાસ મનખં બણવા હારુ વેય બદ્દ સહમત થાય. પુંણ હેંનવેં પરમેશ્વર નેં અધીન રેંવા નો ઝી વાએંદો કર્યો હેંતો, હેંના થુંડાક ટાએંમ બાદ હેંનવેં ખતરનાક પાપ કર્યો.

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 11

ઝર મૂસો ઘણં દાડં તક સિને ડુંગોર ઇપેર પરમેશ્વર હાતેં વાત કરતો રિયો, તર મનખં મૂસા નેં પાસો નિસં આવવા ની વાટ જુંવતં-જુંવત કંટાળેંજ્ય. એંતરે હારુ વેય હારુન કન હુંનું લેંનેં આય અનેં હેંનં હારુ એક મૂર્તિ બણાવા હારુ હેંનેં કેંદું. એંતરે કે વેય પરમેશ્વર નેં સુંડેંનેં હીની ભક્તિ કરેં સકે.

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 12

હારુનેં હેંનં હારુ હેંના હુંના ની મૂર્તિ બણાવી, હેંનો ઘાટ વાસેંડા જુંગ હેંતો. મનખં જંગલી રિતી હીની મૂર્તિ ની પૂજા કરવા મંડ્ય અનેં હેંનેં ભુંગ સડાવા મંડ્ય. પરમેશ્વર હેંનં થી ઘણો રિહ મ આવેંજ્યો અનેં હેંનનો નાશ કરવા ની યોજના બણાવી.

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 13

પુંણ મૂસે હેંનનેં નેં મારવા હારુ અરજ કરી. અનેં પરમેશ્વરેં હીની પ્રાર્થના હામળેંનેં હેંનનેં નાશ નેં કર્ય. ઝર મૂસો ડુંગોર ઇપેર થી નિસં આયો અનેં હેંને મૂર્તિ ભાળી તર વેયો ઘણો રિહ મ આવેંજ્યો, અનેં હેંને પરમેશ્વરેં ઝી દસ આજ્ઞા લખેંનેં ભાઠા ની પાટજ્યી આલજ્યી હીતી વેયે નિસં દકડેંનેં તુંડ દડજ્યી.

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 14

હેંનેં બાદ મૂસે હીની મૂર્તિ નેં હુદી ખાંડેં નેં હેંનો ભુક્કો બણાવ દેંદો, અનેં હેંના ભુક્કા નેં પાણેં મ ઘુંળેંનેં મનખં નેં પાએં દેંદો. પરમેશ્વરેં મનખં મ મરકી મુંકલી અનેં હેંનં મનખં મ ન ઘણં બદં મરેંજ્ય.

13. ૧૩. ઇસરાએંલ ન મનખં હાતેં પરમેશ્વર નો કરાર — illustration 15

મૂસો બીજી વખત ડુંગોર ઇપેર સડેંજ્યો અનેં પરમેશ્વર અગ્યેડ મનખં હારુ પ્રાર્થના કરી. પરમેશ્વરેં મૂસા ની પ્રાર્થના હામળી અનેં મનખં નેં માફ કર દેંદં. મૂસે ઝી આજ્ઞા લખીલી પાટજ્યી તુંડ નાખી હીતી, હીની જગ્યા પરમેશ્વરેં બીજી પાટજ્ય ઇપેર દસ આજ્ઞા લખેં આલી. હેંનેં બાદ પરમેશ્વર ઇસરાએંલ ન મનખં નેં સિને ડુંગોર થી વાએંદા ના દેશ મએં અગ્યેડેં લેંજ્યો.

બાએંબલ ની વારતા નિર્ગમન 19-34

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).