16. ૧૬. સુંડાવા વાળો

16. ૧૬. સુંડાવા વાળો — illustration 1

યહોશૂ નેં મરવા બાદ ઇસરાએંલ ન મનખં પરમેશ્વર ની આજ્ઞા પાળતં નેં હેંતં, અનેં હેંનવેં બાકી રેં જાએંલં કનાની મનખં નેં નહાડ નેં દેંદં, અનેં પરમેશ્વર નું નિયમ નેં પાળ્યુ. ઇસરાએંલ ન મનખવેં પ્રભુ પરમેશ્વર નેં ભજવા ને બદલે કનાન દેશ ન મનખં ન દેંવતં ની ભક્તિ કરવા મંડ્ય. ઇસરાએંલ ન મનખં નો રાજા કુઈ નેં હેંતો એંતરે હારુ દરેક જણ હેંનને ઝી તાજું લાગ્યુ વેયુ કરતં.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 2

ઇસરાએંલ ન મનખવેં પરમેશ્વર ની આજ્ઞા નેં પાળી એંતરે હારુ પરમેશ્વરેં હેંનં ન વેરજ્ય નેં હેંનં ઇપેર જીત આલી અનેં હેંનનેં સજ્યા આલી. ઈયા વેરી ઇસરાએંલ ન મનખં ની વસ્તુ લુટ લેં જાતા અનેં હેંનની મિલકત નેં નાશ કર નાખતા અનેં ઘણં માર નાખતા. ઘણં વરહં તક પરમેશ્વર ની આજ્ઞા નેં પાળવા બાદ અનેં હેંનં ન વેરજ્ય થી દબાએંલં રેંવા બાદ ઇસરાએંલ ન મનખવેં પસ્તાવો કર્યો અનેં હેંનના સુટકારા હારુ પરમેશ્વર થી અરજ કરી.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 3

તર પરમેશ્વરેં હેંનનેં વેરજ્ય ના હાથ મહ બસાવા હારુ સુંડાવનાર મુંકલ્યા અનેં હેંનના દેશ મ શાંતિ લાયો. પુંણ હેંનેં બાદ મનખં પાસં પરમેશ્વર નેં ભુલેંજ્ય અનેં ફેંર પાસં મૂર્તિ પૂજા કરવા મંડ્ય. એંતરે હારુ પરમેશ્વર મિધ્ધાની જાતિ વાળં નેં હેંનં ઇપેર લાયો એંતરે કે વેયા હેંનનેં હરાવ દે.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 4

મિધ્ધાની જાતિ વાળં ઇસરાએંલ ન મનખં ની બદ્દી ફસલ હાત વરસ તક વાદેં લેંજ્ય. ઇસરાએંલ ન મનખં હેંનં થી ઘણં સમકેંજ્ય હેંતં, વેય ગફાલં મ હતાએં રેંતં હેંતં ઝેંનેં થી મિધ્ધાની જાતિ વાળં હેંનનેં જુંએં નેં સકે. સેંલ્લે વેય હેંનના સુટકારા હારુ પરમેશ્વર નેં પુંકારવા મંડ્ય.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 5

એક દાડો ગીદ્દોન નામ નો ઇસ્રાએંલ નો એક માણસ હતાએંનેં ગું માહળતો હેંતો, ઝેંનેં થી મિધ્ધાની જાતિ વાળં લુટ નેં સકે. તર પરમેશ્વર ને દૂતેં આવેંનેં ગીદ્દોન નેં કેંદું,“હે પરાક્રમી પેલવાન, પરમેશ્વર તારી હાતેં હે. તું જા અનેં ઇસરાએંલ ન મનખં નેં મિધ્ધાની જાતિ વાળં થી સુંડવ.”

16. ૧૬. સુંડાવા વાળો — illustration 6

ગીદ્દોન ના બા કન એક વેદી હીતી ઝી મૂર્તિજ્ય થી ભરીલી હીતી. પરમેશ્વરેં ગીદ્દોન નેં કેંદું કે હીની વેદી નેં ભાગેં નાખ. પુંણ ગીદ્દોન મનખં થી સમકતો હેંતો એંતરે હારુ હેંને રાત થાવા તક વાટ જુવી, હેંનેં બાદ હેંને હીની વેદી નેં ભાગેં નેં હેંના ટુકડા કર નાખ્યા. હેંને હીની જગ્યા મ એક મૂર્તિ ઝાં ભુંગ સડાવા મ આવતો હેંતો, તાં હેંનેં પરમેશ્વર હારુ નવી વેદી બણાવી અનેં હેંનેં ઇપેર પરમેશ્વર હારુ ભુંગ સડાયો.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 7

બીજે દાડે હવેંર મ મનખવેં ભાળ્યુ કે કેંનેંકેં વેદી ભાગેં નાખી હે અનેં નાશ કર દડી હે તર વેય ઘણં ગુસ્સે થાએંજ્ય. વેય ગીદ્દોન નેં માર નાખવા હારુ હેંન ઘેર જ્ય, પુંણ ગીદ્દોન ને બએં હેંનનેં કેંદું,“હુંકા હારુ તમું તમારા દેવ નેં બસાવા ની કોશિશ કરો હે? અગર વેયો પુંતે ઈશ્વર હે તે હેંનેં પુંતાનો બસાવ પુંતે કરવા દો.” હેંને એંમ કેંદું એંતરે હારુ હેંનવેં ગીદ્દોન નેં કોએંન માર્યો.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 8

તર મિધ્ધાની જાતિ વાળં મનખં ફેંર પાસં ઇસરાએંલ ન મનખં નેં લુટવા હારુ આય. વેય એંતરં બદં હેંતં કે હેંનની ગણતરી હુદી નેં થાએં સકે. ગીદ્દોનેં ઇસરાએંલ ન માણસં નેં હેંનં હાતેં લડવા હારુ ભેંગા કર્યા. ગીદ્દોનેં પરમેશ્વર કન બે નિશાની માંગી, ઝેંનેં થી હેંનેં ખાતરી થાએ કે પરમેશ્વર હેંનેં દુવારા ઇસરાએંલ ન મનખં નેં બસાવહે.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 9

પેલ્લી નિશાની, ગીદ્દોનેં કપડું લેંનેં બારત ભુંએં મેંલ દેંદું, અનેં પરમેશ્વર નેં કેંદું,“હવેંર મ એંના કપડા ઇપેરેંસ થાર પડવી જુગે અનેં જમીન ઇપેર નેં પડવી જુગે.” પરમેશ્વરેં હેંમેંસ કર્યુ. બીજી રાતેં હેંને પરમેશ્વર નેં બીજી નિશાની હારુ કેંદું,“જમીન પલળવી જુગે પુંણ કપડું નેં પલળવું જુગે.” પરમેશ્વરેં હેંમ હુંદું કર્યુ. આ બે નિશાન્ય થકી ગીદ્દોન નેં ખાતરી થાએં ગઈ, કે પરમેશ્વર ઇસરાએંલ ન મનખં નેં મિધ્ધાની જાતિ વાળં મનખં ના હાથ મ થી હાસેં સુંડવવા માંગે હે.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 10

તર ગિદ્દોનેં સેનિકં નેં પુંતાનેં કન બુંલાયા અનેં 3200૦ માણસ આયા. પુંણ ગીદ્દોન નેં પરમેશ્વરેં કેંદું કે આ તે ઘણા બદા હે. એંતરે હારુ ગીદ્દોનેં ઝી લડાઈ થી સમકતા હેંતા, એંવં 22000 સેનિકં નેં પાસા મુંકલ દેંદા. ફેંર પરમેશ્વરેં ગીદ્દોન નેં કેંદું કે હઝુ હુંદા વદાર માણસ હે. એંતરે હારુ ગીદ્દોનેં 300 સેનિકં નેં સુંડેંનેં બીજં બદ્દનેં પાસા મુંકલ દેંદા.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 11

હીની રાતેં પરમેશ્વરેં ગીદ્દોન નેં કેંદું,“ મિધ્ધાની મનખં ના પડાવ મ જા અનેં ઝર વેય ઝી કે હે વેયુ તું હામળેં નેં તું વદારે સમકતો નેં વેહ.” એંતરે હારુ ગીદ્દોન હીની રાતેં હેંનના પડાવ મ જ્યો. તાં હેંને એક મિધ્ધાની સેનિક નેં હેંના દોસદાર થી ઝી હેંને હામણું ભાળ્યુ હેંતું હેંના બારા મ એંમ વાત કરતં હામળ્યુ. હેંને એંમ કેંદું,“એંના હામણા નો અરથ એંમ હે કે ગીદ્દોન ની સેના હમારી મિધ્ધાની સેના નેં હરાવ દેંહે.” ઝર ગીદ્દોનેં આ હામળ્યુ તર હેંને પરમેશ્વર ની સ્તુતિ કરી.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 12

હેંનેં બાદ વેયો પુંતાનં સેનિકં કનેં પાસો જ્યો અનેં હેંને હેંનન દરેક નેં એક-એક રણસિંગડું, એક-એક ઘડો અનેં એક-એક દીવો આલ્યો. હેંનવેં ઝાં મિધ્ધાની સેનિક હુતા હેંતા તાં જાએંનેં હેંનનેં ઘેંર લેંદા. ગીદ્દોન ન 300 સેનિકં કનેં ઘડં મ દીવા હેંતા, એંતરે હારુ મિધ્ધાની સેનિક હેંનં ન દીવં ના ઇજવાળા નેં ભાળેં નેં સક્યા હેંતા.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 13

તર ગીદ્દોન ન સેનિકવેં એક હાતેં ઘડા ફુંડ દડ્યા અનેં અપસુક નું દીવં નું ઈજવાળું ભભળવા મંડ્યુ. હેંનવેં પુંત-પુંતાનું ણસિંગડું વગાડ્યુ અનેં જુંર થી સિસાએં નેં કેંદું,“યહોવા અનેં ગીદ્દોન ની તલુવાર!”

16. ૧૬. સુંડાવા વાળો — illustration 14

મિધ્ધાની સેના નેં પરમેશ્વરેં ઘભરાવ દડી, એંતરે હારુ વેયા પુંતેસ એક-બીજા ઇપેર હુંમલો કરેંનેં મારવા મંડ્યા. તર ઇસરાએંલ ની સેના ઝી ઘેરં મ હીતી હેંનેં તરત બુંલાવા મ આવી, એંતરે કે વેયે મિધ્ધાની સેના નેં વાહે થાએંનેં નહાડ દે. હેંનવેં મિધ્ધાની સેના મ ન ઘણં નેં માર નાખ્યા, અનેં બાકી ન નેં ઇસરાએંલ દેશ મહા નહાડેં કાડ્યા. હેંને દાડે 1,20,000 મિધ્ધાની માણસ મરેંજ્યા. પુંણ ઇસરાએંલ ન માણસં નેં પરમેશ્વરેં બસાયા.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 15

મનખં ગીદ્દોન નેં રાજા બણાવા માંગતં હેંતં, પુંણ ગીદ્દોનેં હેંનનેં હેંમ કરવા નેં દેંદું, અનેં હેંને હેંનં કન હુંના ની રકમ માંગી ઝી હેંનવેં મિધ્ધાની મનખં કન થી લુટ લીદી હીતી. હેંનવે ગીદ્દોન નેં ઘણું બદું હુંનું આલ્યુ.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 16

તર ગીદ્દોનેં હેંના હુંના નેં ખાસ પરકાર ન સિસરં બણાય ઝી મુખી યાજક પેરતા હેંતા. પુંણ મનખવેં હેંનેં મૂર્તિ જુંગ ભજવા નું સલું કર દેંદું. એંતરે હારુ પરમેશ્વરેં ફેંર થી હેંનનેં દંડ આલ્યો, કેંમકે વેય મૂર્તિજ્ય નેં ભજતં હેંતં. પરમેશ્વરેં હેંનનેં હરાવવા હારુ હેંનં ન વેરજ્ય નેં પર્વંગી આલી. અનેં સેંલ્લે હેંનવેં ફેંર થી પરમેશ્વર કન થી મદદ માંગવા હારુ પ્રાર્થના કરી. અનેં પરમેશ્વરેં હેંનનો સુંડાવનાર તરિકે બીજા કેંનેંક નેં મુંક્લ્યો.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 17

આ બાબત વારે-ઘડી બણતીસ રી. ઇસરાએંલ ન મનખં પાપ કરતં, પરમેશ્વર હેંનનેં દંડ આલતો, વેય પસ્તાવો કરતં અનેં પરમેશ્વર હેંનનેં સુંડાવવા હારુ સુંડાનાર મુંકલતો. ઘણં વરહં તક પરમેશ્વરેં ઇસરાએંલ ન મનખં નેં હેંનં ન વેરજ્ય ના હાથં મહં સુંડાવવા હારુ સુંડાવનાર મુંકલેં આલ્યા.

16. ૧૬. સુંડાવા વાળો — illustration 18

સેંલ્લે મનખવેં પરમેશ્વર કન રાજા ની માંગ કરી, ઝેંમ બીજં દેશં મ હેંતા. વેય એંવા રાજા ની માંગ કરતં હેંતં કે વેયો ઉંસો અનેં તાકતવર વેહ, ઝી લડાઈ મ હેંનની અગવાઈ કરેં સકે. પરમેશ્વર નેં આ માંગણી નેં ગમી, પુંણ હેંનવેં હેંને ઝેંવા રાજા ની માંગણી કરી હીતી હેંવોસ રાજા હેંનનેં આલ્યો.

બાએંબલ ની વારતા ન્યાયિયો 1-3:8; 1 શમૂએલ 1-10

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).