17. ૧૭. પરમેશ્વર નો દાઉદ રાજા હાતેં કરાર
ઇસરાએંલ ન મનખં નો પેલ્લો રાજા શાઉલ હેંતો, મનખં ની ઝેંવા રાજા ની અસ્યા હીતી હેંવોસ વેયો ઉંસો અનેં દેંખાવડો હેંતો. શાઉલ રાજાવેં ઝર ઇસરાએંલ ન મનખં ઇપેર રાજ કરવા ની સરુવાત કરી તર વેયો ઘણો તાજો રાજા હેંતો. પુંણ હેંનેં બાદ વેયો ભુંડો માણસ બણેંજ્યો ઝેંને પરમેશ્વર ની આજ્ઞા નેં માની. એંતરે હારુ પરમેશ્વરેં એક બીજા માણસ નેં પસંદ કર્યો, ઝી શાઉલ રાજા ની જગ્યા રાજા બણહે.
પરમેશ્વરેં ઇસરાએંલ ના એક જુંવન માણસ નેં શાઉલ રાજા પસી રાજા બણવા હારુ પસંદ કર્યો ઝેંનું નામ દાઉદ હેંતું. વેયો બેતલહેમ ગામ મ ઘેંઠં નો ગુંવાળ હેંતો. ઝર દાઉદ હેંના બા ન ઘેંઠં સારતો હેંતો, તર હેંને ઘેંઠં નેં ખાવા હેંનં ઇપેર હારુ દોડવા વાળા સિંહ નેં અનેં ભાલૂ નેં બેય નેં ઇયે માર નાખ્યા હેંતા. દાઉદ ભુંળો અનેં ધર્મી માણસ હેંતો, ઝી પરમેશ્વર ઇપેર વિશ્વાસ કરતો અનેં હીની આજ્ઞા પાળતો હેંતો.
દાઉદ ઝર જુંવનેંસ માણસ હેંતો, તર વેયો ગોલિયાત નામ ના એક મુંટા પેલવાન હાતેં લડ્યો. ગોલિયાત લડાઈ ની બદ્દી તાલીમ મેંળવેલો સેનિક હેંતો, વેયો ઘણો તાકતવર અનેં તાંણ મિટર ઉંસો હેંતો. પુંણ પરમેશ્વરેં ઇસરાએંલ ન મનખં નેં બસાવા હારુ અનેં ગોલિયાત નેં મારવા મ દાઉદ ની મદદ કરી. હેંનેં બાદ દાઉંદેં ઇસરાએંલ ન વેરજ્ય ઇપેર ઘણી વાર જીત મેંળવી. દાઉદ એક મહાન સેનિક બણેંજ્યો અનેં ઘણી બદ્દી લડાજ્ય મ હેંને ઇસરાએંલ ની સેના ની અગવાઈ કરી. ઝેંને લેંદે મનખવેં દાઉદ ની વાહ-વાહી કરી.
દાઉદ હારુ મનખં નો પ્રેમ ભાળેંનેં શાઉલ રાજા દાઉદ ઇપેર બળવા મંડ્યો. સેંલ્લે શાઉલેં હેંનેં માર નાખવા હારુ ઘણી વાર કોશિશ કરી, એંતરે હારુ દાઉદ, શાઉલ અનેં હેંનં સેનિકં થી હતાવા હારુ જંગલ મ નાહેં સુટ્યો. એક દાડો શાઉલ દાઉદ નેં માર નાખવા હારુ જુંવતો હેંતો, તર શાઉલ હિનીસ ગફાલ મ ભરાયો ઝાં દાઉદ હતાએંનેં રેંતો હેંતો, પુંણ શાઉલ નેં ભળવા નેં જડ્યો. દાઉદ શાઉલ નેં ટીકેસ હેંતો, વેયો શાઉલ નેં માર હુંદો નાખતો, પુંણ દાઉદેં હેંમ નેં કર્યુ. હેંને બદલે હેંને શાઉલ ના સિસરા ની કુંર કાપેં લીદી. બાદ મ, ઝર શાઉલ ગફાલ મહો નક્ળ્યો તે દઉંદેં સિસાએંનેં શાઉલ ના સિસરા નો ટુકડો હેંનેં વતાડ્યો. ઈવી રિતી શાઉલ જાણેંજ્યો કે દાઉદ રાજા બણવા હારુ મનેં મારેં હુંદો સક્તો હેંતો પુંણ હેંને હેંમ નેં કર્યુ.
થુંડક દાડં શાઉલ રાજા લડાઈ મ મરેંજ્યો અનેં દાઉદ ઇસરાએંલ નો રાજા બણ્યો. વેયો તાજો રાજા હેંતો અનેં મનખં હેંનેં સાહતં હેંતં. પરમેશ્વરેં દાઉદ નેં આશિર્વાદિત કર્યો અનેં હેંનેં સફળ બણાયો. દાઉદ રાજાવેં ઘણી લડાજ્યી લડી અનેં પરમેશ્વરેં ઇસરાએંલ ન વેરજ્ય નેં હરાવા મ હીની મદદ કરી. દાઉદ રાજાવેં યરુશલેમ સેર જીત લેંદું અનેં હેંનેં રાજધાની બણાવી. દાઉદ સાળીસ વર તક રાજા બણેંનેં રિયો અનેં હેંના ટાએંમ મ ઇસરાએંલ તાકતવર અનેં ધનવાન દેશ બણેંજ્યુ.
દાઉદ રાજા એક પરમેશ્વર નું મંદિર બણાવા માંગતો હેંતો, ઝાં ઇસરાએંલ ન બદ્દ મનખં પરમેશ્વર ની આરાધના કરેં સકે, અનેં હેંનેં અર્પણ સડાવેં સકે. લગભગ 400 વર તક તે મનખં મૂસા ના બણાવેંલા મુલાકાત મંડપ મ પરમેશ્વર ની આરાધના કરેં રિય હેંતં અનેં હેંનેં અર્પણ સડાવેં રિય હેંતં.
પુંણ તાં નાતાના નામ નો એક ભવિષ્યવક્તા હેંતો. પરમેશ્વરેં હેંનેં દાઉદ રાજા નેં એંમકેંવા મુંકલ્યો, “તેં ઘણી બડી લડાજ્યી લડજ્યી હે એંતરે હારુ તું મારી હારુ મંદિર બણાવેં નેં સકે, પુંણ તારો સુંરો બણાવહે. તે હુંદો હૂં તનેં ઘણો આશિર્વાદિત કરેં. તારી પીઢી મહો એક કાએંમ મારં મનખં ઇપેર રાજા ના રૂપ મ રાજ કરહે.” દાઉદ રાજા ની પીઢી નો એંકેંસ ઝી કે જુંગ-જુંગ હુદી રાજ કરહે વેયો તે મસીહ હે. મસીહ તે પરમેશ્વર નો પસંદ કરેંલો એંવો એક જણ હે, ઝી દુન્ય ન મનખં નેં હેંનના પાપ થી સુંડાવહે.
ઝર દઉંદેં આ વાણી હામળી તે હેંને તરતેંસ પરમેશ્વર નું ધનેવાદ કર્યુ અનેં હીની સ્તુતિ કરી. કેંમકે પરમેશ્વરેં દાઉદ રાજા નેં ઘણું માન આલ્યુ હેંતું અનેં ઘણા બદા આશિર્વાદ આલ્યા હેંતા. દાઉદ નેં ખબર નેં હીતી કે આ બદ્દી વાતેં પરમેશ્વર કેંરક કરહે. પુંણ આ બદ્દું થાવા હારુ મસીહ નેં આવવા ના બારા મ ઇસરાએંલ ન મનખં નેં ઘણા લાંબા ટાએંમ તક વાટ જુવી પડહે, લગભગ 1000 વર હુદી.
દાઉદ રાજાવેં હાસ થી અનેં વિશ્વાસપણા થી ઘણં વરહં તક રાજ કર્યુ. અનેં પરમેશ્વરેં હેંનેં આશિર્વાદ આલ્યો. પુંણ હેંને જીવન ના સેંલ્લા ટાએંમ મ હેંને પરમેશ્વર ના વિરુધ મ ઘણો ગજબ નો પાપ કર્યો.
એક દાડો ઝર દાઉદ રાજા ના સેનિક લડાઈ કરવા હારુ બાર જાએંલા હેંતા, તર હેંને પુંતાના મેળ ઇપેર રેંનેં એક રૂપાળી બજ્યેર નેં ઉંગળતં ભાળી, હીની બજ્યેર નું નામ બેતશેબા હેંતું.
નજર ફેંરવ લેંવા ને બદલે, દઉંદેં હીની બજ્યેર નેં બુંલાવવા હારુ કેંનેંક નેં મુંકલ્યો. વેયો હેંનેં હાતેં હુઈજ્યો, અનેં પસે હેંનેં હેંન ઘેર પાસી મુંકલ દીદી. થુંડોક ટાએંમ જાવા બાદ વેયે બજ્યેર દાઉદ રાજાનેં કેં મુંકલે હે કે વેયે બે જીવી હે.
બેતશેબા નો આદમી ઝેંનું નામ ઉરિય્યાહ હેંતું, વેયો દાઉદ રાજા નો ખાસ સેનિક હેંતો. દઉંદેં ઉરિય્યાહ નેં લડાઈ મહો બુંલાયો અનેં હેંનેં કેંદું કે વેયો પુંતાની બજ્યેર કન જાએ. પુંણ બીજા સેનિક લડાઈ મ વેહ અનેં હૂં ઘેર જું એંમ કરેંનેં ઉરિય્યાહવેં ઘેર જાવા ની ના પાડ દીદી. એંતરે હારુ દઉંદેં ઉરિય્યાહ નેં લડાઈ મ પાસો મુંકલ્યો અનેં સેના ના અધિકારી નેં કેંવાડાયુ કે હેંનેં ઝાં વેરજ્ય નો વદાર હુંમલો થાતો વેહ તાં અગ્યે રાખજે, એંતરે કે હેંનેં માર નાખવા મ આવે. તે એંવું થાયુ કે ઉરિય્યાહ નેં લડાઈ મ માર દડવા મ આયો..
ઉરિય્યાહ નેં લડાઈ મ મરવા બાદ દાઉદ રાજાવેં બેતશેબા હાતેં લગન કર્યુ. હેંનેં બાદ હીની બજ્યેર નેં દાઉદ નો સુંરો થાયો. દાઉદ રાજાવેં ઝી કર્યુ હેંતું હેંના બારા મ પરમેશ્વર ઘણો ગુસ્સા મ હેંતો, એંતરે હારુ હેંને નાતાન ભવિષ્યવક્તા નેં દાઉદ રાજા કન મુંકલ્યો, એંમ કેંવા હારુ કે હેંને કેંવો મુંટો પાપ કર્યો હેંતો. દાઉદ રાજાવેં હેંના પાપ નો પસ્તાવો કર્યો અનેં પરમેશ્વરેં હેંનેં માફ કર દેંદો. બાકી ના જીવન ના ટાએંમ મ દાઉદ રાજા પરમેશ્વર નેં વાહે સાલ્યો અનેં હીની આજ્ઞા પાળી.
દાઉદ રાજા ના પાપ ના દંડ ના રુપ મ હેંનું બાળક મરેંજ્યુ. દાઉદ રાજા નેં મરવા તક હેંના પરિવાર ન અમુક મનખવેં હેંનેં વિરુદ્ધ મ લડાઈ લડી અનેં દાઉદ રાજા ની સામ્રત નબળી પડેં ગઈ. ઝી કે દાઉદેં પરમેશ્વર ના વાએંદા હાતેં વિશ્વાસ ઘાત કર્યો, પુંણ પરમેશ્વર હેંનં વાએંદં મ વિશ્વાસુ હેંતો હેંનેં બાદ દાઉદ અનેં બેતશેબા નો બીજો એક સુંરો થાયો અનેં હેંનવેં હેંનું નામ સુલેમાન પાડ્યુ.
બાએંબલ ની વારતા 1 શમુએલ 10:15-19; 24,31. 2 શમુએલ 5,7,11-12
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).