19. ૧૯. ભવિષ્યવક્તા

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 1

ઇસરાએંલ ના પુરા ઈતિહાસ મ પરમેશ્વરેં ભવિષ્યવક્તં મુંકલ્યા. ભવિષ્યવક્તા પરમેશ્વર કન થી હમિસાર હામળતા અનેં વેયા મનખં નેં કેંતા હેંતા.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 2

અહાબ ઝર ઇસરાએંલ દેશ નો રાજા હેંતો હેંના ટાએંમ મ એલિય્યાહ ભવિષ્યવક્તા હેંતો. અહાબ રાજા દુષ્ટ માણસ હેંતો. હેંને બાલ નામ ના એક ઝૂઠા દેવ ની પૂજા કરવા હારુ મનખં નેં કેંદું.એંતરે હારુ એલિય્યાહવેં અહાબ રાજા નેં કેંદું કે હૂં ઝર તક નેં કું તર તક ઇસરાએંલ મ નેં તે પાણેં કે થાર હુદી નેં પડે. ઈની વાત હારુ અહાબ રાજા ઘણો ગુસ્સે થાએંજ્યો.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 3

અહાબ એલિય્યાહ નેં માર નાખવા સાહતો હેંતો, એંતરે હારુ એલિય્યાહ ખાળ કનેં જ્યો ઝાં પરમેશ્વરેં હેંનેં જાવા હારુ કેંદું હેંતું. તાં એક કાગડો રુંજ દાડુ હાંજ અનેં હવેંર એલિય્યાહ નેં ખાવા હારુ રુંટો અનેં માહ લેંનેં આવતો હેંતો. અહાબ રાજા અનેં હીની સેનાવેં એલિય્યાહ નેં માર નાખવા હારુ ઘણો જુયો પુંણ એલિય્યાહ હેંનનેં નેં જડ્યો. કાળ એંતરો ખતરનાક હેંતો કે સેંલ્લે હીની ખાળ નું પાણેં હુકાએંજ્યુ.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 4

એંતરે હારુ એલિય્યાહ નજીક ના દેશ મ જાતોરિયો. હેંના દેશ મ એક ગરીબ રાંડી બાઈ અનેં હેંનો એક સુંરો બે બેંટં હેંતં. કાળ ને લેંદે હેંનં કનેં ખાવા ની કમી હીતી. તે હુંદું હેંનવેં એલિય્યાહ નેં ખાવા નું ખવાડ્યુ એંતરે હારુ પરમેશ્વરેં હેંનનેં આશિર્વાદ આલ્યો અનેં હેંનના ઘેર મ ડબ્બા નો થુંડોક લુંઠ અનેં ડબલી મ થુંડુંક તેંલ હેંતું વેયુ નેં મટ્યુ. હેંના પૂરા કાળ મ હેંનં કન ખાવાનું નેં મટ્યુ., એલિય્યાહ અમુક વરહં તક તાંસ રિયો.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 5

હડા તાંણ વર પસી પરમેશ્વરેં એલિય્યાહ નેં ફેંર પાસું ઇસરાએંલ મ જાએંનેં અહાબ રાજા નેં મળવા હારુ કેંદું, કેંમકે પરમેશ્વર હાવુ પાસો વરહાત પાડવા નો હેંતો. અહાબ રાજાવેં ઝર એલિય્યાહ નેં ભાળ્યો, તે હેંને એલિય્યાહ નેં કેંદું, “આહા તું હે મુસીબત ઇબી કરવા વાળો!” એલિય્યાહવેં હેંનેં કેંદું,“તું મુસીબત ઇબી કરવા વાળો હે!” તમેં યહોવા ની આજ્ઞા નો નકાર કર્યો, અનેં બાલ દેવતા ની પૂજા કરી હે. હાવુ તું ઇસરાએંલ ન બદ્દ માણસં નેં અનેં બાલ દેવતા ન 450 ભવિષ્યવાણી કરવા વાળં નેં કરમેલ ડુંગોર ઇપેર લેંનેં આવ.”

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 6

ઝર વેયા બદ્દા કરમેલ ડુંગોર ઇપેર આવેંજ્યા તર એલિય્યાહવેં હેંનનેં કેંદું,“કેંરં તક તમું બે મન વાળં રેંહો? અગર બાલ દેવતા હે તે હીની પૂજા કરો! અનેં અગર યહોવા પરમેશ્વર હે તે હેંનેં ભજો!”

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 7

તર એલિય્યાહવેં બાલ દેવતા ન ભવિષ્યવક્તં નેં કેંદું,“એક વાસેંડો મારો અનેં હેંનેં હારુ વેદી તિયાર કરો, પુંણ હીની વેદી મ આગ નેં બાળતા વેહ. હૂં હુંદો હેંમેંસ કરેં. ઝી ઈની વેદી મ આગ પાડે વેયોસ હાસો પરમેશ્વર હે. એંતરે હારુ બાલ દેવતા ન ભવિષ્યવક્તવેં વેદી તિયાર કરી પુંણ આગ નેં બાળી.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 8

તર બાલ દેવતા ન ભવિષ્યવક્તવેં બાલ દેવતા હાતેં પ્રાર્થના કરી કે,“હે બાલ, હમારું હામળ.” હીવી રિતી હેંનવેં આખો દાડો પ્રાર્થના કરી અનેં પુંકાર પાડતા રિયા અનેં પુંતાના શરીર મ સકુવેં વાએં-વાએં નેં ઘા પાડ દેંદા, પુંણ કઈ જવાબ નેં મળ્યો. અનેં કઈ યે આગ નેં પાડી. બાલ દેવતા ન ભવિષ્યવક્તવેં હેંનેં થી પ્રાર્થના કરવા મ લગભગ આખો દાડો કાડ નાખ્યો. સેંલ્લે હેંનવેં પ્રાર્થના કરવી બંદ કર દીદી.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 9

હેંનેં બાદ હાંજ ના ટાએંમ મ એલિય્યાહવેં વેદી તિયાર કરી. હેંનેં બાદ હેંનેં મનખં નેં કેંદું કે ઈની વેદી ઇપેર એંતરું બદું પાણેં રેંડો કે એંનેં ઇપેર ઝી માહ અનેં લાખડં હે વેયુ બદ્દું પલળેં જાવું જુગે, એંતરે હારુ હેંનવેં બાર માટલં ભરેંનેં પાણેં રેંડ્યુ.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 10

હેંનેં બાદ એલિય્યાહવેં એંમ પ્રાર્થના કરી,“હે યહોવા, ઇબ્રાહેંમ, ઇસાગ અનેં યાકૂબ ના પરમેશ્વર, હમનેં વતાડ કે તું ઇસરાએંલ પરમેશ્વર હે અનેં હૂં તારો સેંવક હે. મનેં જવાબ આલ ઝેંનેં થી આ મનખં જાણેં સકે કે તું હાસો પરમેશ્વર હે.”

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 11

હેંમ કેંતં હાતેં તરતેંસ આકાશ મહી આગ ઉતરી અનેં માહ, લાખડં, ભાઠા, ગાર અનેં પાણેં ઝી કઈ હીની વેદી મ અનેં હેંનેં આજુ-બાજુ હેંતું વેયુ બદ્દું બાળેં નાખ્યુ. ઝર મનખવેં આ બદ્દું ભાળ્યુ, તે વેય નિસં નમેંનેં કેંવા મંડ્ય,“યહોવાસ પરમેશ્વર હે! યહોવાસ પરમેશ્વર હે!”

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 12

તર એલિય્યાહવેં કેંદું,“બાલ ના એક ઇયે ભવિષ્યવક્તા નેં નાહવા નહેં દેંતા વેહ!” એંતરે હારુ મનખવેં બાલ ન બદ્દ ભવિષ્યવક્તં નેં હાદા અનેં વેંહા થી થુંડેક સિટી લેં જાએંનેં મારેં નાખ્યા.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 13

હેંનેં બાદ એલિય્યાહવેં અહાબ રાજા નેં કેંદું,“ તું ઘેર નાહેંજા. કેંમકે વરહાત આવેં રિયો હે.” તરતેંસ કાળં વાદળં આય અનેં વરહાત સલુ થાએંજ્યો અનેં જબર વરહાત પડ્યો. યહોવા પરમેશ્વરેં કાળ મટાડ દેંદો અનેં સાબિત કર દેંદું કે ઈયોસ હાસો પરમેશ્વર હે.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 14

એલિય્યાહ ભવિષ્યવક્તા નેં બાદ, પરમેશ્વરેં એલિશા નામ ના માણસ નેં પુંતાનો ભવિષ્યવક્તા તરિકે પસંદ કર્યો. એલિશા દુવારા પરમેશ્વરેં ઘણા બદા સમત્કાર કર્યા. એક સમત્કાર નામાન નામ ના માણસ હાતેં થાયો, ઝી દુશ્મની સેના નો આગેવાન હેંતો, હેંનેં સામડી નો ખતરનાક રુંગ હેંતો. હેંનેં એલિશા ના બારા મ હામળ્યુ હેંતું, એંતરે હારું વેયો એલિશા કન આયો અનેં હેંનેં હાતેં અરજ કરી કે મનેં હાજો કર દે. એલિશાવેં નામાન નેં યરદન નદી મ હાત વાર ડુબકી મારવા નું કેંદું.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 15

પેલ તે નામાન ગુસ્સે થાએંજ્યો હેંનેં એલિશા નેં કેંવા પરમણે નેં કર્યુ, કેંમકે હેંનેં આ વાત મૂર્ખાઈ જીવી લાગી. પુંણ હેંને સેંલ્લે મન બદલ્યુ અનેં નદી મ જાએંનેં હાત વાર ડુબકી લગાડી. ઝર સિલ્લી ડુબકી મારેંનેં વેયો પાણેં મહો બાર આયો, તર હીની સામડી પૂરી રિતી થી હાજી થાએં ગઈ હીતી, પરમેશ્વરેં હેંનેં હાજો કર્યો હેંતો.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 16

હીવી રિતી પરમેશ્વરેં ઇસરાએંલ ન મનખં કનેં બીજં ઘણં બદં ભવિષ્યવક્તં નેં મુંકલ્યા. હેંનવેં મનખં નેં વતાડ્યુ કે વેય મૂર્તિ પૂજા નેં કરે અનેં હાસ થી જીવન જીવે અનેં બીજં ઇપેર દયા રાખે. હેંનવેં મનખં નેં સેતવણી હુદી આલી કે અગર તમું ભુન્ડાઈ કરવા નું નેં સુંડો અનેં પરમેશ્વર ની આજ્ઞા પાળવા ની શરુવાત નેં કરો તે પરમેશ્વર તમનેં ગુંનેગાર માનેં નેં દંડ આલહે.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 17

ઘણી વાર મનખં પરમેશ્વર ની આજ્ઞા નેં પાળી. હેંનવેં પરમેશ્વર ન ભવિષ્યવક્તં હાતેં ઘણો ભુંડો વેવાર કર્યો અનેં ઘણક ભવિષ્યવક્તં નેં તે મારેં હુંદા નાખ્યા. એક વખત યિર્મિયાહ ભવિષ્યવક્તા નેં હુકા કુવા મ નાખેં દેંદો અનેં હેંનેં મરેં જાવા હારુ સુંડ દેંદો. વેયો કુવા મના કાદા મ ભરાએંજ્યો, પુંણ રાજા નેં હેંનેં ઇપેર દયા આવી અનેં હેંને પુંતાનં સેનિકં નેં હોકમ કર્યુ કે યિર્મિયાહ નેં મરવા થી પેલ હેંનેં બારતં કાડો.

19. ૧૯. ભવિષ્યવક્તા — illustration 18

ભવિષ્યવક્તવેં પરમેશ્વર ની વાતેં કરવી સલુસ રાખી ભલે મનખં હેંનં હાતેં નફરત કરતં રિય. હેંનવેં મનખં નેં સેતવણી આલી કે અગર વેય પસ્તાવો નેં કરે તે પરમેશ્વર હેંનનેં નાશ કર નાખહે. હેંનવેં મનખં હાતેં ઇયુ વસન હુંદું ઇયાદ કરાયુ કે પરમેશ્વરેં હેંનં કનેં મસીહ નેં મુંકલવા નો વાએંદો હે.

બાએંબલ ની વારતા 1 રાજા 16-18, 2 રાજા 5, યિર્મિયાહ 38

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).