20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 1

ઇસરાએંલ અનેં યહૂદા બે યે રાજ્ય ન મનખવેં પરમેશ્વર ના વિરુધ મ પાપ કર્યો. પરમેશ્વરેં સિને ડુંગોર ઇપેર ઝી કરાર કર્યો હેંતો વેયો તુંડેં નાખ્યો. મનખં પસ્તાવો કરે અનેં હીની ભક્તિ કરે હેંના બારા મ સેતવણી આલવા હારુ પરમેશ્વરેં પુંતાનં ભવિષ્યવક્તં નેં મુંકલ્યા પુંણ હેંનવેં ઇયે વાત નેં માની.

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 2

એંતરે હારુ પરમેશ્વરેં બે યે રાજ્ય ન મનખં નેં નાશ કરવા હારુ હેંનં ન વેરજ્ય નેં પર્વંગી આલી. એક બીજુ દેશ હેંતું ઝી ઘણું તાકતવર અનેં ખતરનાક હેંતું. હેંને ઇસરાએંલ ના રાજ નેં નાશ કર્યુ. અસુર રાજા ની સેનાવેં ઇસરાએંલ રાજ્ય ન ઘણં બદં મનખં નેં મારેં નાખ્ય. હેંનની બદ્દી માલ-મિલકત વેયા લેંજ્યા, અનેં હેંના દેશ મ ઘણી બદી જગ્યા નેં બાળેં નાખી.

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 3

અસુર દેશ ના સેનિક ઇસરાએંલ ન બદ્દ આગેવાનં નેં, ધનવાન મનખં નેં અનેં ઝી માણસ ખાસ કારીગર હેંતા, હેંનં બદ્દ નેં ભેંગં કરેંનેં અસુર દેશ મ લેંજ્યા. ઇસરાએંલ ન ખાલી ગરીબ મનખસ જીવતં રેંજ્ય.

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 4

હેંનેં બાદ અસુર ન મનખં બીજા દેશ ન મનખં નેં ઇસરાએંલ દેશ મ વહવા હારુ લાય. હેંનવેં નાશ થાએં જાએંલા સેર નેં ફેંર થકી બણાયુ અનેં ઇસરાએંલ ન મનખં ઝી તાં રેંજ્ય હેંતં હેંનં હાતેં હેંનવેં લગન કર્યુ. ઇસરાએંલ ના ઝી પરિવાર બીજા દેશ વાળં હાતેં લગન કર્યુ હેંતું વેયા સામરી કેંવાયા.

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 5

યહૂદા રાજ્ય ન મનખવેં ભાળ્યુ હેંતું કે ઇસરાએંલ ન મનખવેં પરમેશ્વર ની આરાધના કરવી અનેં હીની આજ્ઞા પાળવી સુંડ દીદી, એંતરે હારુ પરમેશ્વરેં હેંનનેં કેંવો દંડ આલ્યો હે. તે હુંદું હેંનવેં મૂર્તિ પૂજા કરવા નું અનેં કનાન દેશ ન દેવી-દેંવતં નેં માનવા નું નેં સુંડ્યુ. પરમેશ્વરેં હેંનનેં સેતવણી આલવા હારુ ભવિષ્યવક્તં નેં મુંકલ્યા પુંણ હેંનવેં ઇયે હેંનની વાત નેં માની.

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 6

અસુર દેશ ન સેનિકવેં ઇસરાએંલ રાજ્ય નેં નાશ કર્યુ હેંનં 100 વરહં બાદ, પરમેશ્વરેં નબૂકેદનેસર ઝી બેબીલોન દેશ નો રાજા હેંતો, હેંનેં યહૂદા ના રાજ્ય ઇપેર લડાઈ કરવા હારુ મુંકલ્યો. બેબીલોન એક તાકતવર દેશ હેંતું. યહૂદા ના રાજાવેં નબૂકેદનેસર રાજા નો ગુલામ બણવા હારુ કબુલ કર્યુ, અનેં હેંનેં દર વરસેં ઘણા બદા પઇસા આલવા નું નક્કી કર્યુ.

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 7

પુંણ થુંડક વરહં જાવા બાદ, યહૂદિયા ના રાજાવેં નબૂકેદનેસર રાજા નેં વિરુધ બળવો કર્યો. એંતરે હારુ બેબીલોન ની સેનાવેં ફેંર આવેંનેં યહૂદિયા ના રાજ્ય ઇપેર હુંમલો કર દેંદો. હેંનવેં યરુશલેમ સેર કબજે કર લેંદું, પરમેશ્વર ના મંદિર નેં પાડ દેંદું અનેં સેર અનેં મંદિર નો બદ્દો ખજાનો લુટેં લેંદો.

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 8

યહૂદિયા ના રાજા નેં બળવો કરવા નો દંડ આલવા હારુ નબૂકેદનેસર રાજા ન સેનિકવેં રાજા ના સુંરા નેં હેંનેં હામેંસ માર નાખ્યો અનેં હેંના રાજા નેં આંદળો કર નાખ્યો. હેંનેં બાદ વેયા હેંના રાજા નેં બેબીલોન ના બંદીખાના મ મરવા હારુ લેંજ્યા.

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 9

નબૂકેદનેસર રાજા અનેં હીની સેના યહૂદિયા રાજ્ય નલગભગ બદ્દ મનખં નેં બેબીલોન મ લેંજ્યા, અનેં ઝી હાઉ ગરીબ મનખં હેંતં હેંનનેં ખેતી કરવા હારુ રેંવા દેંદં. આ વેયો ટાએંમ હેંતો ઝેંનેં મ પરમેશ્વર ન મનખં નેં વાએંદા નું દેશ સુંડેંનેં બંદીવાસ મ જાવા હારુ દબાણ કરવા મ આયુ.

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 10

ઝી કે પરમેશ્વરેં પુંતાનં મનખં નેં હેંનં ન પાપં ને લેંદે દંડ આલ્યો કે હેંનનેં બંદીવાસ મ મુંકલવા મ આવે, તે હુંદો પરમેશ્વર હેંનનેં અનેં પુંતાના કરેંલા વાએંદા નેં નહેં ભુલ્યો. પરમેશ્વરેં હેંનં ઇપેર દેંખ-રેંખ રાખવા નું અનેં પુંતાંનં ભવિષ્યવક્તં દુવારા હેંનં હાતેં વાતેં કરવા નું સલુ રાખ્યુ. હેંને વાએંદો કર્યો કે હિત્તર વરસ બાદ હેંનનેં વાએંદા ના દેશ મ પાસો લાવહે.

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 11

હિત્તર વરસ બાદ, કુસ્રુ, ઝી ફારસ દેશ નો રાજા હેંતો, હેંને બેબીલોન દેશ નેં હરાવ દેંદું, અનેં હાવુ બેબીલોન દેશ ની જગ્યા ફારસ દેશ નું રાજ્ય ફેલાએંજ્યુ હેંતું. ઇસરાએંલ ન મનખં હાવુ યહૂદી કેંવાતં હેંતં અનેં હેંનં મ ન ઘણં મનખવેં તે પુતાની પૂરી જીન્ગી બેબીલોન દેશ મ કાડી, હેંનં મ ન ઘણં કમ ડુંહં મનખં નેં યહૂદિયા દેશ ઇયાદ હેંતું.

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 12

ફારસિ દેશ ન મનખં ઘણં તાકતવર હેંતં, પુંણ હેંનં ન જીતીલં મનખં ઇપેર વેય દયા કરતં હેંતં. કુસ્રુ ફારસ દેશ નો રાજા બણ્યો અનેં તરતેંસ હેંને હોકમ કર્યુ કે ઝી યહૂદી મનખં યહૂદિયા પરદેશ મ જાવા માંગતં વેહ વેય ફારસ દેશ સુંડેંનેં યહૂદિયા મ જાએં સકે હે. આં તક કે હેંને પરમેશ્વર ના મંદિર નેં ફેંર થી બણાવા હારુ નાનું હુંદું આલ્યુ! એંતરે હારુ બંદીવાસ ન હિત્તર વરસ બાદ, યહૂદી મનખં નો એક નાનો ટુંળો યહૂદિયા પરદેશ ના યરુશલેમ સેર મ પાસો આયો.

20. ૨૦. બંદીવાસ અનેં પાસું ફરવું — illustration 13

ઝર મનખં યરુશલેમ મ પાસં ફર્ય, તર હેંનવેં પરમેશ્વર નું મંદિર બણાયુ અનેં સેર નેં ફરતો કુંટ હુંદો બણાયો. ફારસ નો રાજા હઝુ તક હેંનં ઇપેર રાજ કરતો હેંતો, પુંણ યહૂદી મનખં વાએંદા ના દેશ મ રેંવા મંડ્ય અનેં મંદિર મ પરમેશ્વર ની આરાધના કરવા મંડ્ય.

બાએંબલ ની વારતા 2 રાજા 17:24-25; 2 ઈતિહાસ 36; એજ્રા 1-10; નહેમ્યાહ 1-13

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).