22. ૨૨ ભક્તિસ્મ આલવા વાળા યૂહન્ના નું જલમ
ગયા ટાએંમ મ, પરમેશ્વરેં હરગદૂતં અનેં ભવિષ્યવક્તં દુવારા મનખં હાતેં વાત કરી હીતી. પુંણ હેંનેં બાદ 400 વર તક પરમેશ્વરેં હેંનં હાતેં કઈસ વાત નેં કરી. તર પરમેશ્વરેં જકર્યાહ નામ ના ભવિષ્યવક્તા કન એક હરગદૂત મુંકલ્યો. જકર્યાહ અનેં હીની બજ્યેર એલિશાબેથ પરમેશ્વર ન ભક્ત હેંતં, પુંણ હેંનનેં કઈ પરિવાર નેં હેંતો અનેં હાવુ સુંરું થાએં સકે એંવું હુંદું નેં હેંતું, કેંમકે વેય ઘણં ગએંડં થાએંજ્ય હેંતં.
હેંનેં હરગદૂતેં જકર્યાહ નેં કેંદું,“તારી બજ્યેર નેં સુંરો થાહે, હેંનું નામ યૂહન્ના રાખજે. વેયો પવિત્ર આત્મા થી ભરપૂર થાહે અનેં વેયો મસીહ નેં ગરહણ કરવા હારું મનખં નેં તિયાર કરહે!” જકર્યાહવેં કેંદું,“હૂં અનેં મારી બજ્યેર તે ઘણં ગએંડં હે, એંતરે હારુ હમનેં સુંરું થાએં સકે એંમ નહેં. આ થાહે ઈયુ મનેં કીવી રિતી ખબર પડહે?”
હેંનેં હરગદૂતેં જકર્યાહ નેં એંમ હુંદું કેંદું,“તમનેં આ તાજો હમિસાર મુંકલવા હારુ પરમેશ્વરેં મનેં મુંકલ્યો હે. તેં મારી ઇપેર વિશ્વાસ નેં કર્યો એંતરે હારુ ઝરં તક બાળક નું જલમ નેં થાએ તરં તક તું ગુંગો રેંહે.” તરતેંસ જકર્યાહ ગુંગો થાએંજ્યો. પસી પરમેશ્વર નો હરગદૂત જકર્યાહ કન થી જાતોર્યો. હેંનેં બાદ જકર્યાહ ઘેર જ્યો અનેં હીની બજ્યેર બે જીવી થાઈ.
ઝર એલિસાબેથ નેં સો મઈના થાએં જાએંલા હેંતા, તર વેયો હરગદૂત એલિસાબેથ ની સંબંધી મરિયમ નામ સુરી કન ભાળવા જડ્યો. વેયે કુંવારી હીતી અનેં હીની હગાઈ યૂસુફ નામ ના એક માણસ હાતેં થાએં ગઈ હીતી. હરગદૂતેં કેંદું,“તું બે જીવી થાહેં અનેં તું એક સુંરા નેં જણહેં, તું હેંનું નામ ઇસુ પાડજે. વેયો બદ્દ કરતં તાકતવર પરમેશ્વર નો બેંટો વેંહે અનેં જુંગ-જુંગ હુદી રાજ કરહે.”
મરિયમેં પૂસ્યુ,“આ કીવી રિતી થાએં સકે હે, ઝર કે હૂં એક કુંવારી હે?” હરગદૂતેં હેંનેં હમજાડી,“પવિત્ર આત્મા તારી ઇપેર આવહે, અનેં પરમેશ્વર ની સામ્રત તારી ઇપેર પડહે. હેંનેં થી બાળક પવિત્ર વેંહે ઝી પરમેશ્વર નો બેંટો હે.” મરિયમેં હરગદૂત ની વાત ઇપેર વિશ્વાસ કર્યો અનેં વેયે વાત ગરહણ કરી.
હરગદૂતની વાત પસી તરતેંસ મરિયમ એલિસાબેથ નેં મળવા હારુ ગઈ. ઝર એલિસાબેથેં મરિયમ નેં નમસ્તે એંમ કેંત હામળ્યુ તરતેંસ એલિસાબેથ ના પેંટ મ બાળક કૂદવા મંડ્યુ. પરમેશ્વરેં ઝી હિન્ય હારુ કર્યુ હેંનેં હારુ વેયે બે યે જણન્યી ઘણી ખુશ હિત્યી. મરિયમ, એલિસાબેથ કનેં તાંણ મઈનં તક રુંકાઈ અનેં વેયે પાસી ઘેર આવી.
હેંનેં બાદ એલિસાબેથ નેં સુંરો થાયો, અનેં હરગદૂત ના કેંવા પરણે જકર્યાહવેં અનેં એલિસાબેથેં હેંના બાળક નું નામ યૂહન્ના રાખ્યુ. તર પરમેશ્વરેં જકર્યાહ નેં ફેંર પાસો બુંલતો કર દેંદો. જકર્યાહવેં કેંદું,“પરમેશ્વર ની બડાઈ થાએ, કેંમકે વેયો પુંતાનં મનખં નેં ભુલ્યો નહેં! મારા સુંરા તું બદ્દના પરમેશ્વર નો ભવિષ્યવક્તા કેંવાહેં, ઝેંનં મનખં નેં હેંનં ન પાપં ની માફી કીવી રિતી મેંળવવી હેંના બારા મ તું વતાડહેં!”
બાએંબલ ની વારતા લુક 1
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).