23. ૨૩. ઇસુ નું જલમ

23. ૨૩. ઇસુ નું જલમ — illustration 1

યૂસુફ નામ ના એક ધર્મી માણસ હાતેં મરિયમ ની હગાઈ થાએં ગઈ હીતી. ઝર હેંને હામળ્યુ કે મરિયમ બે જીવી હે, વેયો જાણતો હેંતો કે વેયુ બાળક હેંનું નહેં. પુંણ વેયો મરિયમ નેં બદલમ કરવા નેં માંગતો હેંતો, એંતરે હારુ હેંને સાન-સાનું મરિયમ નેં સુટા સેંડા આલવા નું નક્કી કર્યુ. વેયો કઈક કરે તેંનેં પેલ, એક હરગદૂતેં યૂસુફ નેં હામણા મ આવેંનેં હેંનેં હાતેં વાત કરી.

23. ૨૩. ઇસુ નું જલમ — illustration 2

હરગદૂતેં કેંદું,“હે યૂસુફ, મરિયમ નેં બજ્યેર તરિકે તાર ઘેર લાવવા મ નહેં સમકે. હેંના પેંટ મ ઝી બાળક હે વેયુ પવિત્ર આત્મા તરફ થી હે. વેયે એક સુંરો જણહે, હેંનું નામ ઇસુ રાખજે(ઝેંનો અરથ એંમ હે, પરમેશ્વર બસાવે હે) કેંમકે વેયો મનખં નેં હેંનં ન પાપં થી બસાવહે.”

23. ૨૩. ઇસુ નું જલમ — illustration 3

એંને લેંદે યૂસુફેં મરિયમ હાતેં લગન કર લેંદું અનેં પુંતાને ઘેર લેં આયો, પુંણ ઝાં તક બાળક નું જલમ નેં થાયુ તાં તક હેંને મરિયમ હાતેં શારિરીક સબંધ નેં કર્યો.

23. ૨૩. ઇસુ નું જલમ — illustration 4

ઝર મરિયમ નેં પુરા દાડા જાતા હેંતા હેંના ટાએંમ મ રોમી સરકારે હોકમ કર્યુ, કે દરેક મનખ પુંત-પુંતાના બાપ-દાદા રેંતા હેંતા હેંના સેર મ જાએંનેં જન ગણના હારુ નામં લખાડે. એંતરે હારુ મરિયમ અનેં યૂસુફ નેં નાસરત ગામ થી બેતલહેમ ગામ તક ઘણી લાંબી જગ્યા જાવું પડ્યુ, કેંમકે દાઉદ રાજા નો જલમ બેતલહમ મ થયો હેંતો અનેં વેયો મરિયમ અનેં યૂસુફ બેય બાપ-દાદો હેંતો.

23. ૨૩. ઇસુ નું જલમ — illustration 5

ઝર વેય બેતલહેમ મ પોત્ય, તર હેંનનેં તાં રેંવા હારુ ખિતી યે જગ્યા નેં મળી. સેંલ્લે હેંનનેં એક ડાંઢ ના વેડ મ રુંકાવું પડ્યુ. તાંસ મરિયમ હાજી ઉઠી, હિન્યી બાળક નેં લેંનેં ડગરં નેં ખોડ ખાવા વાળા ખામણા મ મેંલ્યુ. કેંમકે હેંનં કનેં ખાટલો નેં હેંતો, અનેં હેંનવેં હેંના બાળક નું નામ ઇસુ રાખ્યુ.

23. ૨૩. ઇસુ નું જલમ — illustration 6

હિનીસ રાતેં, નજીક ના મેદાન મ અમુક ભરવાડ પુંતાનં ઘેંઠં ની રખવાળી કરેં રિયા હેંતા. એક ભભળતો હરગદૂત હેંનનેં ભાળવા જડ્યો, અનેં વેયા હેંનેં ભાળેંનેં સમકેંજ્યા.તર હરગદૂતેં કેંદું,“સમકો નહેં, કેંમકે હૂં તમનેં તાજો હમિસાર હમળાવા હારુ આયો હે. બેલહેમ ગામ મ મસીહ નું જલમ થાયુ હે!

23. ૨૩. ઇસુ નું જલમ — illustration 7

તાં જાએંનેં બાળક નેં ભાળો, વેયુ તમનેં ફલકા મ ફુંતેંલું અનેં ડગરં નેં ખોડ ખાવા ના ખામણા મ હુતીલું મળહે. અપસુક નો આકાશ મ હરગદૂતં નો ટુંળો પરમેશ્વર ની સ્તુતિ કરતં ભાળવા જડ્યો. વેયા એંમ કેંતા હેંતા કે,“આકાશ મ પરમેશ્વર ની મહિમા થાએ અનેં હેંનેં પસંદ કરવા વાળં મનખં નેં ધરતી ઇપેર શાંતિ મળે.

23. ૨૩. ઇસુ નું જલમ — illustration 8

તર હરગદૂત જાતા રિયા. થુડીક વાર મ ભરવાડ પુંતાન ઘેંઠં નેં સુંડેંનેં ઇસુ ઝાં હેંતો હીની જગ્યા પોત્યા, અનેં હરગદૂતેં ઝેંમ હેંનનેં કેંદું હેંતું હિવીસ રિતી વેંડ મ ડગરં નેં ખોડ ખાવા ના ખામણા મ ઇસુ હુંતેંલો મળ્યો. વેયા ઘણા ખુશ હેંતા અનેં મરિયમ હુદી ઘણી ખુશ હીતી. ભરવાડવેં ઝી હામળ્યુ અનેં ઝી ભાળ્યુ, હેંનેં હારુ પરમેશ્વર ની બડાઈ કરતા જાએંનેં ઝાં હેંનં ન ઘેંઠં હેંતં તાં પાસા જાતાર્યા.

23. ૨૩. ઇસુ નું જલમ — illustration 9

હેંના થુંડાક ટાએંમ બાદ, ઉગમણી બાજુ બુદ્ધિમાન માણસવેં ઝી તારં નું જ્ઞાન રાખતા હેંતા, હેંનવેં એક અલગ પરકાર નો તારો ભાળ્યો. હેંનવેં તારા નેં ભાળેંનેં જાણ્યુ કે યહૂદી મનખં નો એક નવો રાજા જલમ્યો હે. એંતરે હારુ વેયા એંના રાજા નેં ભાળવા હારુ ઘણી લાંબી જગ્યા કાડેંનેં બેતલહેમ મ પોત્યા. બેતલહેમ મ ઝાં ઇસુ અનેં હેંનં આઈ-બા રુંકાએંલં હેંતં વેયુ ઘેર હેંનનેં મળેંજ્યુ.

23. ૨૩. ઇસુ નું જલમ — illustration 10

બુદ્ધિમાન માણસવેં ઝર ઇસુ અનેં હીની આઈ નેં ભાળી તર વેયા નિસં નમેંનેં હેંનનેં પોગેં લાગ્યા. હેંનવેં ઇસુ નેં મોગી વસ્તુ દાન કરી, અનેં ઘેર જાવા હારુ તાંહાં પાસા નકળેંજ્યા.

બાએંબલ ની વારતા મત્તિ 1; લુક 2

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).