26. ૨૬. ઇસુવેં પુંતાના સેંવા કામ ની શરુવાત કરી

26. ૨૬. ઇસુવેં પુંતાના સેંવા કામ ની શરુવાત કરી — illustration 1

ઇસુવેં શેતાન ના પરીક્ષણ નો નકાર કર્યા પસે ઇસુ ઝાં રેતા હેતા તાં એંતરે ગલીલ પરદેશ મ જ્યા. પવિત્ર આત્માવેં હેંનનેં સામ્રત આલી અનેં વેયા હિકાડવા હારુ એક જગ્યા થી બીજી જગ્યા જ્યા. દરેક મનખંવેં હેંનના બારા મ અસલ વાત કરી.

26. ૨૬. ઇસુવેં પુંતાના સેંવા કામ ની શરુવાત કરી — illustration 2

ઇસુ ઝાં મુંટા થાયા હેંતા, તાં નાઝરેત સેર મ જ્યા. આરમ ને દાડે, વેયા પ્રાર્થના કરવા ની જગ્યા ઇપેર જ્યા. તાં અગુવંવેં હેંનનેં યશાયા ભવિષ્યવકતા ની સોપડી ભણવા હારુ આલી. ઇસુવેં સોપડી ખુંલી અનેં એક ભાગ મનખં નેં વાસેં હમળાયો.

26. ૨૬. ઇસુવેં પુંતાના સેંવા કામ ની શરુવાત કરી — illustration 3

ઇસુવેં વાસ્યુ, "ગરીબં નેં તાજો હમિસાર આલવા, કેદ્જ્ય નેં આઝાદ કરવા, આંદળં નેં દૃષ્ટિ આલવા અનેં પીડાએંલં નેં આજાદ કરવા હારુ પરમેશ્વરેં મનેં હેંનનો આત્મા આલ્યો હે." આ વેયો ટાએંમ હે ઝર પરમેશ્વર આપં ઇપેર અનુગ્રહ કરહે અનેં અનેં આપડી મદદ કરહે.

26. ૨૬. ઇસુવેં પુંતાના સેંવા કામ ની શરુવાત કરી — illustration 4

પસે ઇસુ નીસં બેંહેં જ્યા. બદ્દ મનખંવેં હેંનનેં ધિયાન થકી ભાળ્યુ. હેંનવેં સોપડી મહું મસીહ ના બારા મ ઝી ભાગ વાસ્યો, વેયુ મનખં જાણતં હેંતં. ઇસુવેં હેંનનેં કેંદું, "ઝી શબ્દં મેં વાસ્ય હે, વેયુ હમણં થાએં રિયુ હે." તર બદ્દ મનખં વિસાર કરતં થાએં જય અનેં કેંવા લાજ્ય "હું ઇયો યૂસફ નો સુંરો નહેં?"

26. ૨૬. ઇસુવેં પુંતાના સેંવા કામ ની શરુવાત કરી — illustration 5

પસેં ઇસુવેં મનખં નેં કેંદું, ઇયુ હાસું હે કે કુઈ બી ભવિષ્યવક્તા નો પુંતાનાસ સેર મ સ્વિકાર થાતો નહેં. એલિયા ભવિષ્યવક્તા ના વખત મ ઇસરાએલ મ ઘણી રાંડીલજ્યી હીતી. પુંણ ઝર હડા તાંણ વરહ હુદી વરહાત નેં પડ્યો તર, પરમેશ્વરેં એલિયા નેં ઇઝ્રાયલ ની રાંડીલજ્ય નેં મદદ કરવા નેં, બદલે હેંનેં બીજા દેશ ની રાંડીલી કન મુંકલ્યો હેંતો.

26. ૨૬. ઇસુવેં પુંતાના સેંવા કામ ની શરુવાત કરી — illustration 6

પસેં ઇસુવેં કેંદું, "એલિશા ભવિષ્યવક્તા ના ટાએંમ મ, સામડી ની બેમારી થી પિડાતં ઇસરાએંલ દેશ મ ઘણં મનખં હેંતં. પુંણ એલિશાવેં હેંનં મહું કુઈ નેં યે હાજું કર્યુ નેં હેંતું. હેંનવેં ખાલી નામાન નામના માણસ નેં કોઢ મહો હાજો કર્યો, ઝી ઇસરાએંલ ન મનખં ના વેરજ્ય ની સેંના નો અધિકારી હેંતો. પુંણ ઝી મનખં ઇસુ નેં હામળતં હેંતં વેય યહુદી જાતિ ન હેંતં. હેંનનેં એંમ કેંતં હામળેં નેં વેય રિહ મ ભરાએંજ્ય.

26. ૨૬. ઇસુવેં પુંતાના સેંવા કામ ની શરુવાત કરી — illustration 7

ફેંર નાજરત ન મનખંવેં હેંનનેં ગિરજા મહા બાર કાડ્યા અનેં હેંનનેં મારેં દડવા હારુ એક ડુંગોર ના સેંડા કન લેં જ્યા. પુંણ ઇસુ હીની ભીડ ની વસેં થી નકળેં જ્યા અનેં નાજરત નું ગામ સુંડેં નેં જાતા રિયા.

26. ૨૬. ઇસુવેં પુંતાના સેંવા કામ ની શરુવાત કરી — illustration 8

પસે ઇસુ ગલીલ ના પરદેશ મ જ્યા અનેં મુંટી સંખ્યા મ ટુંળું હેંનં કન આયુ. વેય ઘણં બદ્દ આંદળં નેં, લંગડં નેં, બેરં નેં, ગુંગં નેં લાવેં નેં ઇસુ કન આય, અનેં ઇસુવેં હેંનનેં હાજં કર્ય.

26. ૨૬. ઇસુવેં પુંતાના સેંવા કામ ની શરુવાત કરી — illustration 9

ઘણં મનખં ઝેંનં મ ભૂંડા આત્મા હેતા હેંનનેં ઇસુ કન લાવવા મ આય. ઇસુવેં ભૂંડં આત્મં નેં હેંનં મહા નકળેં જાવા નો હુંકમ કર્યો, અનેં ઘણી વખત ભૂંડા આત્મા બુંમેં પાડતા, “તું પરમેશ્વર નો બેંટો હે!” ટુંળું નવાઈ પાઈમું અનેં પરમેશ્વર ની આરાધના કરી.

26. ૨૬. ઇસુવેં પુંતાના સેંવા કામ ની શરુવાત કરી — illustration 10

પસે ઇસુવે બાર માણસં નેં પસંદ કર્યા ઝી પ્રભુ ના પસંદ કરેંલા સેંલા કેંવાયા. વેયા પ્રભુ ન પસંદ કરેંલં સેંલંવેં ઇસુ હાતેં મુંસાફરી કરી અનેં ઇસુ કન થી હિક્યા.

બાયબલ ની વારતા: મત્તિ 4:12-25; મરફૂસ 1:14-15; 35-39; 3:13-21; લુકા 4:14-30; 38-44

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).