27. ૨૭. દયાળુ સામરી માણસ ની વારતા
એક દાડો, મૂસા ન નિયમં નો જાણકાર એક યહૂદી માણસ ઇસુ નું પરિક્ષણ કરવા હારુ હેંનેં કન આયો અનેં પૂસ્યુ, “અમર જીવન મેંળવવા હારુ મારે હું કરવું જુગે?” ઇસુવેં કેંદું,“પરમેશ્વર ના નિયમ મ હું લખેંલું હે?”
હેંને માણસેં જવાબ આલ્યો,“પરમેશ્વર નું નિયમ કે હે કે,“આપડા પરમેશ્વર નેં પુંતાના પુરા મન, પૂરા આત્મા, પૂરી સામ્રત અનેં પૂરી બુદ્ધિ થી પ્રેમ કર. અનેં પુંતાના પાડુસી હાતેં પુંતાના જેંમ પ્રેમ રાખવો.” ઇસુવેં કેંદું,“તું સઈ કે હે! તું એંમેંસ કર તે તું જીવતો રેંહેં.”
પુંણ વેયો નિયમં નો જાણકાર યહૂદી માણસ બીજં નેં વતાડવા માંગતો હેંતો કે હૂં તાજો માણસ હે, એંતરે હારુ હેંને ઇસુ નેં પૂસ્યુ,“મારો પાડુસી કુંણ હે?”
હેંના માણસ નેં જવાબ આલવા ઇસુવેં એક વારતા હમળાવી, એક યહૂદી માણસ યરુશલેમ સેર થી યરીહો ગામ મએં જાએં રિયો હેંતો.
તર રસ્તા મ ડાકુવેં હેંનેં મારેં કુટેંનેં હેંનેં કન ઝી કઈ હેંતું બદું લુટેં લેંદું, અનેં મરેં જાએ એંવો માર્યો અનેં અદઘવલો સુંડેંનેં જાતાર્યા.
તરત, એક યહૂદી યાજક હેંનેસ રસ્તે થાએંનેં નકળ્યો. હેંને પેંલા અદઘવલા માણસ નેં રસ્તા મ પડેંલો ભાળ્યો. તે વેયો યાજક હેંનેં હો કતરાએંનેં નકળેંજ્યો અનેં વેયો હેંના માણસ નેં પૂરી રિતી થી ભાળ્યા વગર નો જેંમ થાએંજ્યો.
થુડીક વાર બાદ એક લેવી માણસ હેંનેસ રસ્તે આયો. (લેવી યહૂદી મનખં ની એક પીઢી હીતી ઝેંનવેં મંદિર મ યાજકં નેં મદદ કરી હીતી) હેંને હુંદો હેંના માણસ નેં પડેંલો ભાળ્યો અનેં બાજુ મ થાએંનેં નકળેંજ્યો. વેયો હુંદો હેંના માણસ નેં પૂરી રિતી થી ભાળ્યા વગર નો જેંમ થાએંજ્યો.
હેંનેં બાદ હેંને રસ્તે એક બીજો માણસ આયો વેયો સામરિયા પરદેશ નો હેંતો, ઝી સામરી કેંવાએં હે, ઝેંનં થી યહૂદી મનખં નફરત કરે હે. ઝર હેંને સામરી માણસેં પેંલા યહૂદી માણસ નેં રસ્તા મ પડેંલો ભાળ્યો, તે હેંનેં પેંલા માણસ નેં ભાળેંનેં ઘણી દયા આવી. એંતરે હારુ હેંને યહૂદી માણસ ની હમાળ કરી અનેં હેંના માણસ ના વાગેંલા ઘાહ ઇપેર પાટો બાંદ્યો.
હેંનેં બાદ વેયો હેંના માણસ નેં પુંતાના ગદેડા ઇપેર દડેંનેં લેંજ્યો, અનેં રસ્તા મ એક ધરમશાળા આવી, તાં ઉતારેંનેં હેંને હેંના ઘવાએંલા યહૂદી માણસ ની હાળ-હમાળ કરી.
બીજે દાડે, સામરી માણસ નેં અગ્યેડ હઝુ જાવા ની જરુર હીતી, એંતરે હારુ હેંને ધરમશાળા નું કાર-બાર હમાળવા વાળા માણસ નેં થુંડાક પઈસા આલ્યા અનેં કેંદું, “એંના માણસ ની હાળ-હમાળ કરજે. અનેં કદાસ એંનેં કરતં વદાર પઈસા ખરસ થાએ તે હૂં વળતો આવેંનેં તનેં આલેં.”
પસે ઇસુવેં પેંલા યહૂદી વેવસ્તા નેં જાણવા વાળા નેં પૂસ્યુ,“તું હું વિસારે હે? હેંનં તાંણ માણસં મનો પેલા ઘવાએંલા માણસ નો પાડુસી કુંણ હેંતો? ” યાજકેં જવાબ આલ્યો, “ઝેંને માણસેં હેંનેં ઇપેર દયા કરી હીતી વેયો.” ઇસુવેં કેંદું,“તું જા અનેં વેમેંસ કર.”
બાયબલ ની વારતા: લુક 10:25-37
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).